ભણકારા પહેરીએ! – અનિલ ચાવડા
ચાલી ગયેલ એક જણ પાછા આવ્યાના એવા તો ભણકારા પહેરીએ!
સાચુકલા આવ્યા હો એમ મારી આંખ મને ખેંચીને લઈ આવે શેરીએ!
ઝાંપે જઈ નિરખીએ, ઊગેલું દેખાતું
મસમોટું ભોંઠપનું ઝાડ!
એકએક પાંદડાના કાન મહીં કહીએ કે
ધારણાને સાચી તો પાડ!
પોતે પોતાની પર ધૂળ જેમ બાઝ્યા તે પોતે પોતાને ખંખેરીએ
ચાલી ગયેલ એક જણ પાછા આવ્યાના એવા તો ભણકારા પહેરીએ!
ધારો કે રસ્તો આ રસ્તો ના હોત
અને હોત કોઈ સૂતરનું દોરડું
પકડી હું ખેંચત, એ જલદીથી આવત,
ને મહેકી ઊઠત મારું ખોરડું!
આવી તો કેટલીય કલ્પનાઓ રાત દાડો મનમાં ને મનમાં ઉછેરીએ!
ચાલી ગયેલ એક જણ પાછા આવ્યાના એવા તો ભણકારા પહેરીએ!
~ અનિલ ચાવડા
ઝિંદગી કે સફરમેં ગુઝર જાતે હૈ જો મકાં
વો…..ફિર નહીં આતે….વો…..ફિર નહીં આતે….
વિવેક said,
January 16, 2023 @ 10:57 AM
વાહ વાહ… અદભુત ગીતરચના…
pragnajuvyas said,
January 16, 2023 @ 9:23 PM
કવિશ્રી અનિલ ચાવડાનુ સુંદર ગીત
કેન્દ્રસ્થ વિષય પ્રકૃતિમાંથી લીધો છે,આ ગીત એ રીતે પ્રકૃતિ માટેના સૌન્દર્યરાગનું ગીત બની રહે છે.
ચાલી ગયેલ એક જણ પાછા આવ્યાના એવા તો ભણકારા પહેરીએ!’ પ્રેમ અને પ્રાર્થના એ બંનેમાં એક ધૂન, એક રટણ, એક લગન હોય છે. પ્રભુ હોય કે પ્રિય પાત્ર હોય એક તબક્કાએ તે કણેકણમાં દેખાય, તે બધું છે અને તે બધે છે એ અનુભવ થાય છે. અહીં કવિસંવિતની વિલક્ષણ ભાવાવસ્થા પ્રગટ થાય છે. નથી એ સુષુપ્તિ, નથી જાગૃતિ. એ અવસ્થા છે વાસ્તવ અને સ્વપ્નની સીમારેખા જ્યાં ભળેમળે છે તેવા ચેતનાના કોઈ ઉત્કૃષ્ટ ભાવયોગની. આ ભાવબિંદુએ અનુભૂતિનું કલ્પનામાં સંક્રાન્ત થવું કે સત્યનું સ્વપ્નમાં રૂપાંતર થવું ઉપર્યુક્ત ભાવાવસ્થામાં કવિનું હૃદય સહજતયા-લીલયા સૌન્દર્યાનુભૂતિના સ્પંદે મુખરિત થાય છે.
અમને તો-
જી રે મને ભણકારા વાગે ;
આતમનો મારો દીવડો ફરુકે ,
અંતરે ઓજસ રાજે રે ! … જી રે મને …
કાયા તણી મારી કાંતિ વિરામી ,
ઊમટી અંતરીએ શી આંધી જી ;
મનમંદિરિયું સાવ રે સૂનું ,
હૈયું તો યે હામ ન હારે રે ! … જી રે મને …
ડગુમગુ પગે પેલો પંથ ખૂટે ના ,
આંખ્યું અંધારે રે ઘેરાણી જી ,
ગાત્ર ગળે , હૈડે હાંફ ન માયે ,
વાધું છાને કોક અણસારે રે ! … જી રે મને …
તન-મન-ઉરે મારાં તેજ ભરો , વ્હાલા !
અલખની જ્યોત ઝગાવો જી ,
હાર-જીતે કૂળી સમતા હું ધારું ,
તપું તુજ સૌમ્ય સહારે રે ! … જી રે મને
Chetan Shukla said,
January 20, 2023 @ 10:30 PM
અફ્લાતુન્…….ગીત્
ભણકારા પહેરીએ!.અનિલ ચાવડા | નીરવ રવે said,
March 5, 2023 @ 1:24 PM
[…] ભણકારા પહેરીએ! ~ અનિલ ચાવડાJanuary 16, 2023 at 10:30 AM by તીર્થેશ · Filed under અનિલ ચાવડા, ગીત ક્લીક કરો pragnajuvyas said,January 16, 2023 @ 9:23 PMકવિશ્રી અનિલ ચાવડાનુ સુંદર ગીત કેન્દ્રસ્થ વિષય પ્રકૃતિમાંથી લીધો છે,આ ગીત એ રીતે પ્રકૃતિ માટેના સૌન્દર્યરાગનું ગીત બની રહે છે. ચાલી ગયેલ એક જણ પાછા આવ્યાના એવા તો ભણકારા પહેરીએ!’ પ્રેમ અને પ્રાર્થના એ બંનેમાં એક ધૂન, એક રટણ, એક લગન હોય છે. પ્રભુ હોય કે પ્રિય પાત્ર હોય એક તબક્કાએ તે કણેકણમાં દેખાય, તે બધું છે અને તે બધે છે એ અનુભવ થાય છે. અહીં કવિસંવિતની વિલક્ષણ ભાવાવસ્થા પ્રગટ થાય છે. નથી એ સુષુપ્તિ, નથી જાગૃતિ. એ અવસ્થા છે વાસ્તવ અને સ્વપ્નની સીમારેખા જ્યાં ભળેમળે છે તેવા ચેતનાના કોઈ ઉત્કૃષ્ટ ભાવયોગની. આ ભાવબિંદુએ અનુભૂતિનું કલ્પનામાં સંક્રાન્ત થવું કે સત્યનું સ્વપ્નમાં રૂપાંતર થવું ઉપર્યુક્ત ભાવાવસ્થામાં કવિનું હૃદય સહજતયા-લીલયા સૌન્દર્યાનુભૂતિના સ્પંદે મુખરિત થાય છે.અમને તો-જી રે મને ભણકારા વાગે ;આતમનો મારો દીવડો ફરુકે ,અંતરે ઓજસ રાજે રે ! … જી રે મને …કાયા તણી મારી કાંતિ વિરામી ,ઊમટી અંતરીએ શી આંધી જી ;મનમંદિરિયું સાવ રે સૂનું ,હૈયું તો યે હામ ન હારે રે ! … જી રે મને …ડગુમગુ પગે પેલો પંથ ખૂટે ના ,આંખ્યું અંધારે રે ઘેરાણી જી ,ગાત્ર ગળે , હૈડે હાંફ ન માયે ,વાધું છાને કોક અણસારે રે ! … જી રે મને …તન-મન-ઉરે મારાં તેજ ભરો , વ્હાલા !અલખની જ્યોત ઝગાવો જી ,હાર-જીતે કૂળી સમતા હું ધારું ,તપું તુજ સૌમ્ય સહારે રે ! … જી રે મને […]