ક્યાં કહું છું કે દાવ છોડી દો?
ખેલ ખેલો, તણાવ છોડી દો.

જીતની જીદ ના કદી રાખો,
હારની બીક સાવ છોડી દો
– ડૉ. મનોજ જોશી ‘મન’

(ખરા છો!) – કાજલ કાંજિયા

પધારો પધારો કરો છો, ખરા છો!
અને પાછા જગથી ડરો છો, ખરા છો!

શરાબી થવાની મને ના કહીને,
તમે પાછા પ્યાલી ભરો છો, ખરા છો!

નથી કોઈ સંબંધ એવું કહીને;
તમે મારી પાછળ મરો છો, ખરા છો!

ભલાઈ નથી રહી આ જગમાં કહીને,
તમે આખી દુનિયા ફરો છો, ખરા છો!

હું પૂછું જો કારણ મને છોડવાનું,
નવું રોજ બહાનું ધરો છો, ખરા છો!

– કાજલ કાંજિયા

લયસ્તરો પર કવયિત્રીના પ્રથમ ગઝલસંગ્રહ ‘લ્યો, વાંચો મને’નું સહૃદય સ્વાગત છે..

પ્રિયજનને મળવાની ઉમેદ હોય, મળવા માટે બોલાવ-બોલાવ પણ કરતાં હોઈએ પણ વળી દુનિયાનો ડર પણ મનમાંથી કાઢી ન શકાતો હોય તો પ્રિયજન ખરા છો કહીને ટોણો ન મારે તો જ નવાઈ. સરળ ભાષામાં સહજ-સાધ્ય રચના.

7 Comments »

  1. pragnajuvyas said,

    April 20, 2023 @ 6:22 AM

    કવયિત્રી સુ.શ્રી.કાજલ કાંજિયાના પ્રથમ ગઝલસંગ્રહ ‘લ્યો, વાંચો મને’નું સ્વાગત .
    આપણનેય સાવ હળવા કરી દેતી સાવ હળવી હ્રદયસ્પર્શી સુંદર ગઝલનો
    ડૉ વિવેક દ્વારા સ રસ આસ્વાદ…
    જો કે અંતમાં
    હું પૂછું જો કારણ મને છોડવાનું,
    નવું રોજ બહાનું ધરો છો, ખરા છો!
    કવયિત્રી હળવાશથી ને હળવેકથી ઘણી ગંભીર વાત –
    ‘ગ્રંથો ભરાય એટલાં સ્વપ્નાં ઘડ્યાં અમે’ કરી જાય છે !
    યાદ આવે કવિશ્રી કૈલાસજી
    ઘડીમાં રીસાવું, ખરાં છો તમે.
    ઘડીમાં મનાવું, ખરાં છો તમે.
    ન પૂછો કશું યે, ન બોલો કશું યે,
    અમસ્તા મુંઝાઓ, ખરાં છો તમે.
    ન આવો છો મળવા, ન ઘરમાં રહો છો,
    અમારે ક્યાં જાવું, ખરાં છો તમે.
    હતી ભાગ્યરેખા, ભુંસાઇ ગઇ.
    નવી ક્યાંથી લાવું, ખરાં છો તમે.

  2. DILIPKUMAR CHAVDA said,

    April 20, 2023 @ 11:47 AM

    ખરેખર વાંચવાની ગમે એવી રચના,
    પ્રથમ સંગ્રહ બદલ કવિયત્રી કાજલ કાંજિયાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ

  3. Aasifkhan aasir said,

    April 20, 2023 @ 12:31 PM

    Saras

  4. રાજેશ હિંગુ said,

    April 20, 2023 @ 2:24 PM

    સરસ…
    કાજલબેનને અભિનંદન… સ્વાગત

  5. Pragnya Vyas said,

    April 20, 2023 @ 3:04 PM

    પધારો પધારો કરો છો, ખરા છો!
    અને પાછા જગથી ડરો છો, ખરા છો

    – કાજલ કાંજિયા– ખૂબ સરસ.. વિવેકભાઈએ કહ્યું એ પ્રમાણે બિલકુલ સાચું છે.

  6. Varij Luhar said,

    April 20, 2023 @ 6:44 PM

    સરસ ગઝલ

  7. Poonam said,

    April 22, 2023 @ 2:44 PM

    હું પૂછું જો કારણ મને છોડવાનું,
    નવું રોજ બહાનું ધરો છો, ખરા છો!
    – કાજલ કાંજિયા – Saras ! Ane Shubh kamanao 💐

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment