રાજકારણ વિશેષ : ૧૦ : वो सुब्ह कभी तो आएगी – साहिर लुधियानवी
वो सुब्ह कभी तो आएगी
इन काली सदियों के सर से
जब रात का आँचल ढलकेगा
जब दुख के बादल पिघलेंगे
जब सुख का सागर छलकेगा
जब अम्बर झूम के नाचेगा
जब धरती नग़्मे गाएगी
वो सुब्ह कभी तो आएगी
जिस सुब्ह की ख़ातिर जुग जुग से
हम सब मर मर कर जीते हैं
जिस सुब्ह के अमृत की धुन में
हम ज़हर के प्याले पीते हैं
इन भूकी प्यासी रूहों पर
इक दिन तो करम फ़रमाएगी
वो सुब्ह कभी तो आएगी
माना कि अभी तेरे मेरे
अरमानों की क़ीमत कुछ भी नहीं
मिट्टी का भी है कुछ मोल मगर
इंसानों की क़ीमत कुछ भी नहीं
इंसानों की इज़्ज़त जब झूटे
सिक्कों में न तौली जाएगी
वो सुब्ह कभी तो आएगी
दौलत के लिए जब औरत की
इस्मत को न बेचा जाएगा
चाहत को न कुचला जाएगा
ग़ैरत को न बेचा जाएगा
अपने काले करतूतों पर
जब ये दुनिया शरमाएगी
वो सुब्ह कभी तो आएगी
बीतेंगे कभी तो दिन आख़िर
ये भूक के और बेकारी के
टूटेंगे कभी तो बुत आख़िर
दौलत की इजारा-दारी के
जब एक अनोखी दुनिया की
बुनियाद उठाई जाएगी
वो सुब्ह कभी तो आएगी
मजबूर बुढ़ापा जब सूनी
राहों की धूल न फाँकेगा
मासूम लड़कपन जब गंदी
गलियों में भीक न माँगेगा
हक़ माँगने वालों को जिस दिन
सूली न दिखाई जाएगी
वो सुब्ह कभी तो आएगी
फ़ाक़ों की चिताओं पर जिस दिन ( फ़ाक़ों = भुखमरी )
इंसाँ न जलाए जाएँगे
सीनों के दहकते दोज़ख़ में
अरमाँ न जलाए जाएँगे
ये नरक से भी गंदी दुनिया
जब स्वर्ग बनाई जाएगी
वो सुब्ह कभी तो आएगी
2
वो सुब्ह हमीं से आएगी
जब धरती करवट बदलेगी
जब क़ैद से क़ैदी छूटेंगे
जब पाप घरौंदे फूटेंगे
जब ज़ुल्म के बंधन टूटेंगे
उस सुब्ह को हम ही लाएँगे
वो सुब्ह हमीं से आएगी
वो सुब्ह हमीं से आएगी
मनहूस समाजी ढाँचों में
जब ज़ुल्म न पाले जाएँगे
जब हाथ न काटे जाएँगे
जब सर न उछाले जाएँगे
जेलों के बिना जब दुनिया की
सरकार चलाई जाएगी
वो सुब्ह हमीं से आएगी
संसार के सारे मेहनत-कश
खेतों से मिलों से निकलेंगे
बे-घर बे-दर बे-बस इंसाँ
तारीक बिलों से निकलेंगे ( तारीक = अंधेरे )
दुनिया अम्न और ख़ुश-हाली के
फूलों से सजाई जाएगी
वो सुब्ह हमीं से आएगी
– साहिर लुधियानवी
કોણ જાણે કેમ પણ બાળપણથી જ આ નઝમ દિલની બહુ જ કરીબ….
૧૯૯૧-૯૨ પહેલાંનું બોલીવુડ પૂર્ણ સમાજવાદને રંગે રંગાયેલુ. રાજ કપૂરથી લઈને ઘણાં સર્જકો મગજથી વામપંથી (ભલે વ્યવહારથી જરાય ન હોય 😀😀😀) અને સાહિર, કૈફી, જાંનિસાર અખ્તર વગેરે સરકારને સણસણતી ચાબૂક ફટકારતા. અને એમ હોવું જ જોઇએ એમ હું માનું….. સામાજિક નિસ્બત કાવ્યનું અભિન્ન અંગ છે જ છે. ” ભૂખ્યા જનોનો જઠરાગ્નિ જાગશે….”- નો રણટંકાર આજે પણ એટલો જ પ્રસ્તુત છે.
૧૯૫૦-૬૦-૭૦નું હિંદુસ્તાન ભૂખ્યું હતું. આજ જેવો માહિતી-વિસ્ફોટ લગીરે નહોતો. હિંદુસ્તાનના લલાટે કમનસીબે અજ્ઞાન અને અંધવિશ્વાસની કાળી ટીલી કાયમ રહી છે. વિજ્ઞાન કરતાં ભૂતપલિતમાં વધુ વિશ્વાસ આપણા પરનો શ્રાપ છે. અધૂરામાં પૂરું – આઝાદી પછી તદ્દન નબળા અને કુચરિત નેતાઓ સાંપડ્યા….તમામ પરિબળોએ આઝાદી પછીના નવભારતનો સ્વપ્નભંગ પળવારમાં કરી દીધો. ભૂખ,ગરીબી,શોષણ અને ભ્રષ્ટાચાર જાણે કે ઘર ભાળી ગયા…શરમ નેવે મૂકાઈ, નીતિ ઉપહાસને પાત્ર બની… દુષ્ટતા સ્વીક્રુતિ પણ પામી અને આદર પણ પામવા લાગી – બસ, આ જ પ્રુષ્ઠભૂમિમાં આ નઝમ કહેવાઈ છે….
वो सुब्ह हमीं से आएगी – આ મુદ્દાની વાત છે…
આજે ઘણો સુધારો છે, પરંતુ હિમાલય જેવડું કામ બાકી પણ છે. કોઈપણ દેશ એ સતત ઈવોલ્વ થતો ફિનોમેના છે. ભાવિના ગર્ભમાં અપાર શક્યતાઓ રહેલી છે….
pragnajuvyas said,
December 14, 2022 @ 8:55 PM
વિશ્વની તમામ સખત મહેનત
ખેતરોથી મિલો સુધી
બેઘર બેઘર વ્યક્તિ
તારિક બિલમાંથી બહાર આવશે
શાંતિ અને સમૃદ્ધિની દુનિયા
ફૂલોથી શણગારવામાં આવશે
તે સવાર આપણા તરફથી આવશે
વાહ્
આઝાદી પછી દેશ સામે વિવિધ પડકારો હતા. આ પડકારોનો સામનો કરતી વખતે સાહિરે ઘણા સારા ગીતો લખ્યા, પરંતુ તેમના તમામ ગીતોમાં એક વિચાર ચોક્કસપણે જોવા મળશે. જે વિચાર માટે તેઓ પ્રતિબદ્ધ હતા, એ જ વિચારને તેમણે પોતાના ગીતો દ્વારા આગળ વધાર્યો. તેમની પાસે એક નહીં પરંતુ આવા અનેક ગીતો છે, જેમાં તેમની વિચારધારા જોરથી બહાર આવી છે. ફિલ્મી દુનિયામાં પણ તેમણે ક્યારેય પોતાની વિચારધારા સાથે સમાધાન કર્યું નથી. શ્રમજીવીઓ અને વંચિતોના હક માટે હંમેશા સાથે ઉભા રહીએ.
સાહિર લુધિયાનવીને જ્યાં પણ ફિલ્મોમાં તક મળી ત્યાં તેમણે ગીતો દ્વારા પોતાની સમાજવાદી વિચારધારાને આગળ ધપાવી. આજે ફિલ્મોમાં આવા ગીતોની કલ્પના પણ ન કરી શકાય. જો કોઈ કવિ કે ગીતકાર આવા ગીતો લખવા માંગે તો પણ સેન્સર બોર્ડે તેના પર પ્રતિબંધ મૂકવો જોઈએ. કટ્ટરવાદી, સાંપ્રદાયિક ગીત વિરુદ્ધ ફતવો બહાર પાડો. આ સ્થિતિ છે જ્યારે આપણા દેશમાં દરેક નાગરિકને અભિવ્યક્તિની સ્વતંત્રતા છે. આ તેમનો બંધારણીય અધિકાર છે
Bharat S. Thakkar said,
December 14, 2022 @ 10:47 PM
I agrée with you on this Najm, my favorite too. The s’ensuivit y is remarkable. Please continue good work.
Bharat Thakkar
વિવેક said,
December 15, 2022 @ 10:49 AM
એક્દમ સટીક…