જાત અટકી તોય ના અટકી પીડાની જાતરા,
જો અમે પથ્થર થયા તો ટાંકણા સામા મળ્યાં !
રમેશ પારેખ

એક રુબાઈની લાંબી સફર : ઉમર ખૈયામ, શૂન્ય અને ફિટ્ઝેરાલ્ડ

તુંગી મય-ઈ-લાલ ખ્વાહમ ઓ દિવાની
સાદ-ઈ રમકી બાયદ ઓ નિસ્ફ-ઈ-નાની,
વાંગહ મન ઓ તુ નિશાસ્તા દર વિરાની,
ખૂવશ્ત બુવદ અઝ મામલાકત-ઈ-સુલ્તાની.

– ઉમર ખૈયામ

( એક લાલ મદિરાની સુરાહી અને કવિતાનું એક પુસ્તક હું ઈચ્છું છું. શરીર અને આત્માને સાથે રાખવા માટે રોટીનો એક ટુકડો પર્યાપ્ત છે. પછી હું અને તું બેઠા હોઈએ આ વિરાનમાં. આ સ્થિતિ કોઈ સુલતાનની સલ્તનત કરતા પણ વધારે આનંદદાયક હશે. અનુવાદ: બકુલ બક્ષી)

એક રોટી ઘઉંની, એક શીશામાં અંગૂરી અસલ,
શાંત નિર્જનમાં પ્રિયા ગાતી હો વીણા પર ગઝલ;
ભલભલા સમ્રાટને જે સ્વપ્નમાં પણ ના મળે,
ભોગવું છું વાસ્તવમાં ઐશ હું એવો વિરલ.

– શૂન્ય પાલનપુરી

Here with a loaf of bread beneath the bough
A flask of wine, a book of verse, and Thou,
Beside    me   singing   in   the  wilderness –
And      wilderness     is     Paradise   now !

– Edward FitzGerald

ઉમર ખૈયામની અતિ પ્રસિદ્ધ રુબાઈના આ ત્રણ સંસ્કરણ છે. કહે છે તમારી દરેક કવિતામાં માના દૂધનો સ્વાદ હોય છે. એટલે કે તમે જે વાતાવરણમાં ઉછરેલા હો એ વાતાવરણની અસર હંમેશ કવિતામાં દેખાવાની જ. ખૈયામની સલ્તનત ફિટ્ઝેરાલ્ડની કવિતામાં paradise બની જાય છે. જ્યારે ‘શૂન્ય’ની પ્રિયા તો ગઝલને વીણા પર વગાડે છે ! એક કવિતા કઈ રીતે સમય અને સંસ્કૃતિના પરિબળોથી બદલાય છે – અને છતાં ય એનો મૂળ વિચાર એટલો જ મોહક રહે છે – એનું આ સરસ ઉદાહરણ છે.

8 Comments »

  1. pragnaju said,

    April 14, 2009 @ 1:24 AM

    ઉમર ખૈયામની અતિ પ્રસિદ્ધ રુબાઈના આ ત્રણ સંસ્કરણ ખૂબ સરસ છે.બીજાનો પણ રસાસ્વાદ કરાવવા વિનંતિ-
    कहाँ गया वह स्वर्गिक साकी, कहाँ गई सुरभित हाला
    कहाँ गया स्वप्निल मदिरालय, कहाँ गया स्वर्णिम प्याला
    पीने वालों ने मदिरा का मूल्य हाय कब पहचाना
    फूट चुका जब मधु का प्याला, टूट चुकी जब मधुशाला
    આવી રુબાઈને માત્ર સુરા,સુંદરીથી જૉડી વિચાર પ્રદર્શિત ન કરાય-
    તેના અન્ય પહેલુ વિષે ચીંતન કરવું જ જોઈએ
    રૂબાઈ સુખના ગીત નથી દુખના ગીત છે-અસંતોષના ગાન છે…

  2. વિવેક said,

    April 14, 2009 @ 1:30 AM

    સુંદર રુબાઈ…. ત્રણેય ભાષા-સ્વરૂપ ગમી ગયા…

  3. Rasheeda said,

    April 14, 2009 @ 9:08 AM

    beautiful!!!!!!!!!!!

  4. sanju vala said,

    April 16, 2009 @ 8:04 AM

    સુંદર રુબાઈ…. ત્રણેય ભાષા-સ્વરૂપ ગમી ગયા…- શૂન્ય પાલનપુરી આ આખો આયમ્
    સરસ વ્હે. અભિનન્દન્ સન્જુ વાળા

  5. Pinki said,

    April 16, 2009 @ 11:36 AM

    સલ્તનતનું સ્વર્ગ થઈ ગયું પણ
    Englishમાં પણ એટલો સુંદર ભાવાનુવાદ થયો છે,
    કે જાણે રુબાઈ તે જ ભાષામાં લખાઈ હોય !!

  6. manoj shukla said,

    August 23, 2009 @ 1:42 PM

    આપે ખુબ જ સુન્દર બ્લોગ બનાવ્યા છે. અભિનન્દન
    બ્લોગસ્પોટ પર આપ મારા બ્લોગની પણ મુલાકાત લઈ શકશો.

  7. dharmendra said,

    October 29, 2010 @ 2:51 AM

    ખરેખર……માનિ ગ્યા….જબર્દસ્ત્..!!

  8. અમિર અલિ ખિમાણિ said,

    May 6, 2012 @ 11:29 AM

    આપ્ણા ગુજરાતિ સહિત્ય મા સુફિ-સહિત્ય ઘણુ ઓછુ અનુવાદ થયુછે.તમારો આ પ્ર્યાસ અતિ ઉત્મ્છે.ખાસ કરિને ખ્લિલ-્જિબ્રાન,્મસ્નાવિ રુમ,ફિર્દોસિ અને સિરાજિનિ ક્રુતિઓ અનુવાદ થાય તો ગુજરતિ સહિત્ય વ્ધુ સ્મ્રુધ થાય.શ્રિ વિવેક ભાય અને શ્રિ ધ્વલ ભાય્ને આ બાબત વિચાર કર્વાનિ વિન્તિ ક્રુછુ.જોકે અતિયારે આપ જેવા સહિત્ય્કરોના અમે આભારિ છિયે આપ શ્રિ ગુજરાતિ સહિત્ય્નિ અણ્મોલ સેવા કરિર્હ્યા છો.મારા અભિન્દન અને શુભેછા સ્વિકર્જો

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment