ઘટઘટમાં – સુરેશ દલાલ
હ્રદય વલોવાઈ જાય એટલો પ્રેમ હોવો એ ઘટના.
સૂરજ માટે સૂરજમુખીના ઘટઘટમાં છે રટના.
મીરાં ના ઘૂંઘટની પાછળ ગિરિધરનો છે ચહેરો,
નર્યા વ્હાલના વૃંદાવનને અંસુવન જલે ઉછેરો.
ભલો અમારો રઝળપાટ, રે રાજપાટ કપટના,
સૂરજ માટે સૂરજમુખીના ઘટઘટમાં છે રટના.
વણદેખ્યા આ વાંસળીઓના સૂરની સાથે વાતો,
દેખીતી દુનિયાદારીથી જીવ મારો વ્હેરાતો.
અમે સદાના શરણાગતિયા મોરપીંછના મુગટના,
સૂરજ માટે સૂરજમુખીના ઘટઘટમાં છે રટના.
– સુરેશ દલાલ
pragnajuvyas said,
October 26, 2022 @ 8:25 PM
‘ઊર્મિ’ વાતે યાદ આવે
એક ગુલમહોરી છાંય સરીખી પોયરી,
એક ગરમાળાની ઝાંય સરીખી પોયરી,
મોનાના
અંતર માંહે જંતર વાગે ,
અંધાર બને રળિયાત.
અને
ક્યાં લગી એ પાળશે નિઃસ્તબ્ધતા ?
…. ‘ઊર્મિ’ની તાસીર ઝંઝાવાત છે.
પ્રગટાવતા રહો આવા સર્વાંગ સુંદર ગીત જેવાકે મા સુરેશ દલાલના .
‘અમે સદાના શરણાગતિયા મોરપીંછના મુગટના.’ ગાતા આંખ નમ
ભક્તિ યોગ માટે વૈકલ્પિક શબ્દ શરણાગતિ છે, આ ભક્તિમય શિસ્ત, ઉપાસના, પ્રાર્થના, કીર્તન અને ગાઈને હૃદયમાં જાગૃત પ્રેમ દ્વારા પોતાને ઈશ્વરકૃપા માટે લાયક બનાવે છે.શરણાગતિ ત્રણ મુખ્ય યોગમાં હોય છે:. તે કદાચ એક વિપરીતતા છે કે આપણા અમર આત્માને પ્રાપ્ત કરવા માટે આપણે આપણા વ્યક્તિગત સ્વને છોડી દેવો પડે છે.