ભીતરથી ઊઠે એનો ક્યાં જઈ થઈ શકે ઇલાજ ?
દીપકનો દાહ હોય તો ઝટ જાવ વડનગર.
વિવેક મનહર ટેલર

શેર – शारिक़ कैफ़ी

झूठ पर उस के भरोसा कर लिया
धूप इतनी थी कि साया कर लिया

– शारिक़ कैफ़ी

બહુ વરસો પહેલાં એલ્વીસ પ્રિસ્લીનું એક મશહૂર ગીત ચિત્રલેખામાં કોઈકે સમજાવેલું – બહુ ચોક્કસ યાદ નથી,થોડો વિગતદોષ હોઈ શકે – પણ અર્ક કંઈક આવો હતો –  “ Honey, you lied when you said you loved me And I had no cause to doubt you. But I’d rather go on hearing your lies, Than go on living without you…. “

સત્યએ પ્રખર તડકો છે – धूप इतनी थी कि साया कर लिया…. – સહન નથી કરવો સત્યનો તાપ, અથવા તો સહન થઈ શકે તેમ નથી એ તાપ… મારે મારા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવવું નથી. એટલે …….साया कर लिया…… – જાતને છેતરવું શરુ કરી દીધું. આત્મવંચનાથી વિશેષ સુખ કયું….?

 

શું સત્ય સાથે આંખ મિલાવવી એ જ સાચી રીત છે જીવવાની ? થોડી આત્મવંચનાથી એક નહીં,એકથી વધુ જીવન સુખી થતા હોય તો એમાં વાંધો શું ? જૂઠું બોલવું, અને અસત્ય સામે આંખ આડા કાન કરવા – શું આ બંને એક જ વસ્તુ છે ? જ્યારે ખબર છે કે સામી વ્યક્તિ જૂઠું બોલે જ છે – છતાં એ જાણકારી સાથે એના પર ભરોસો કરવો – એ મારી નબળાઈ નથી ?? આ સમજ હોવા છતાં હું એમ કરું તો એ સારું કે ખરાબ ? યોગ્ય કે અયોગ્ય ? નીતિપૂર્ણ કે અનીતિપૂર્ણ ?? આવી નબળાઈ પંપાળવી સારી કે નાબૂદ કરવી યોગ્ય ગણાય ??  – સવાલ પેચીદા છે, જવાબ સરળ નથી.

 

વળી મારા – धूप इतनी थी कि साया कर लिया – અભિગમની અન્યો ઉપર જે અસર પડે તેની જવાબદારી પણ મારી જ ને ? તે માટે મારી પાસે કોઈ જસ્ટીફિકેશન ખરું !!??

2 Comments »

  1. વિવેક મનહર ટેલર said,

    October 18, 2022 @ 12:56 PM

    ઉત્તમ શેર અને એથીય ઉત્તમ એનો રસાસ્વાદ…

    આખી ગઝલ જ મૂકી હોત તો?

  2. pragnajuvyas said,

    October 18, 2022 @ 8:47 PM

    સ રસ શેર અને ડૉ તીર્થેશજીનો આસ્વાદ
    ખૂબ જાણીતી આખી ગઝલ
    झूट पर उस के भरोसा कर लिया
    धूप इतनी थी कि साया कर लिया
    अब हमारी मुश्किलें कुछ कम हुईं
    दुश्मनों ने एक चेहरा कर लिया
    हाथ क्या आया सजा कर महफ़िलें
    और भी ख़ुद को अकेला कर लिया
    हारने का हौसला तो था नहीं
    जीत में दुश्मन की हिस्सा कर लिया
    मंज़िलों पर हम मिलें ये तय हुआ
    वापसी में साथ पक्का कर लिया
    सारी दुनिया से लड़े जिस के लिए
    एक दिन उस से भी झगड़ा कर लिया
    क़ुर्ब का उस के उठा कर फ़ाएदा
    हिज्र का सामाँ इकट्ठा कर लिया
    गुफ़्तुगू से हल तो कुछ निकला नहीं
    रंजिशों को और ताज़ा कर लिया
    मोल था हर चीज़ का बाज़ार में
    हम ने तन्हाई का सौदा कर लिया
    शारिक़ कैफ़ी…માણો youtube પર
    Jhooth Par Uske Bharosa Kar Liya | Shariq Kaifi | Intekhabhttps://www.youtube.com › watch
    ભરોસા કહેવું ખૂબ જ સરળ છે પણ કરવું એટલું જ મુશ્કેલ છે. આપણું આખું જીવન આ ભરોસા પર નિર્ભર છે . પ્રેમ હોય કે કુટુંબ હોય કે વ્યવસાય હોય, બધું જ ભરોસા પર નિર્ભર છે. વિશ્વાસ વિના જીવનની કલ્પના કરી શકાતી નથી.આપણા જીવનના તમામ સંબંધો આ વિશ્વાસ પર આધારિત હોય છે કહેવાય છે કે પ્રેમ વિના સંબંધ નિભાવી શકાય છે, પરંતુ વિશ્વાસ વિના કોઈ સંબંધ એક ડગલું પણ આગળ વધી શકતો નથી. એટલે જ સંબંધમાં પ્રેમ હોય કે ન હોય, વિશ્વાસ હોવો ખૂબ જ જરૂરી છે, જે સંબંધમાં વિશ્વાસ હોય ત્યાં પ્રેમ આપોઆપ થઈ જાય છે. ભરોસો એ એવી લાગણી છે જે દિલ સાથે જોડાયેલી હોય છે, કોઈના પર વિશ્વાસ કરવો સહેલો છે પણ એ ભરોસો જીવનભર જાળવી રાખવો બહુ મુશ્કેલ છે. એટલા માટે જો કોઈ તમારા પર આંધળો ભરોસો કરે તો તેનો ભરોસો ક્યારેય તોડવો નહિ કારણ કે જ્યારે ભરોસો તૂટે છે ત્યારે અવાજ તો નથી આવતો પણ બધું તબાહ કરી નાખે છે.ભગવાનને ક્યારેય કોઈએ જોયો નથી પણ આપણે બધા એ ભગવાન પર કેટલો ભરોસો કરીએ છીએ, કારણ કે આપણને વિશ્વાસ છે કે ભગવાન છે અને તે આપણી સાથે ક્યારેય ખોટું થવા દેશે નહીં. તેવી જ રીતે, જ્યારે કોઈ તમારા પર વિશ્વાસ કરે છે અને તમે તેનો ભરોસો તોડી નાખો છો, ત્યારે તે વ્યક્તિનું દિલ તૂટી જશે, પછી તે વ્યક્તિ કોઈ પર વિશ્વાસ કરી શકતી નથી. એટલા માટે તે વ્યક્તિ ગમે તે હોય, પછી તે તમારો સંબંધી હોય કે પ્રેમાસ્પદ , પરિવાર જે તમારા પર ઘણો વિશ્વાસ કરે છે અને તમને ખૂબ પ્રેમ કરે છે, તેમનો ભરોસો ક્યારેય તોડશો નહીં કારણ કે તમે તેના માટે સર્વસ્વ છો.
    ગુંજે ગાન…
    जब अपना दिल ख़ुद ले डूबे औरों पे सहारा कौन करे,
    कश्ती पे भरोसा जब न रहा तिनकों पे भरोसा कौन करे।
    दिल को तेरी चाहत पे भरोसा भी बहुत है,
    और तुझ से बिछड़ जाने का डर भी नहीं जाता।
    — अहमद फ़राज़

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment