પર્વત, દરિયા, વન કે રણ તો પાર કરી દઉં,
અહીં તો સ્વપ્નાં વચ્ચેથી રસ્તો કરવાનો…
– જવાહર બક્ષી

(સધ્ધર બની ગયું છે) – ગુણવંત ઠક્કર ‘ધીરજ’

ઠોકર ખમીખમીને નક્કર બની ગયું છે,
હોવાપણુ હવે તો પગભર બની ગયું છે.

દસ વીસ સારી માઠી યાદો બચી ગઈ છે,
બાકી બધું પડીને પાદર બની ગયું છે.

મોભાને લઈને એવો ગંભીર થઈ ગયો કે,
મસ્તી-મજાક, હસવું દુષ્કર બની ગયું છે.

તારી બરાબરીનું દેખાય ના તને કોઈ,
તારી નજરમાં તારું એ સ્તર બની ગયું છે.

સુખમાં જીવી જવાની ચાવી મળી ગઈ પણ,
કોઈ રમકડાં જેવુ જીવતર બની ગયું છે.

કપરા સમયમાં મારી ખૂટવા ન દે એ હિંમત,
‘ધીરજ’નુ ખાતું એવું સધ્ધર બની ગયું છે.

– ગુણવંત ઠક્કર ‘ધીરજ’

લયસ્તરો પર કવિમિત્ર ગુણવંત ઠક્કરના પ્રથમ ગઝલ સંગ્રહ ‘એની તૈયારી નથી’નું સહૃદય સ્વાગત…

સરળ બાનીમાં સહજ, સંતર્પક પણ અર્થગહન રચના…

3 Comments »

  1. Gunvant thakkar said,

    October 21, 2022 @ 2:36 PM

    હ્રદય પૂર્વક આભાર કવિ..🌹🌹

  2. pragnajuvyas said,

    October 22, 2022 @ 12:39 AM

    કવિમિત્ર ગુણવંત ઠક્કર ‘ધીરજ’ના પ્રથમ ગઝલ સંગ્રહ ‘એની તૈયારી નથી’નું સહૃદય સ્વાગત
    અને ડૉ વિવેક આસ્વાદે છે તેમ ‘ સરળ બાનીમાં સહજ, સંતર્પક પણ અર્થગહન’ મજાની ગઝલ
    ‘ઠોકર ખમીખમીને’ પહેલા બે શબ્દો…આપણે નિત્યપ્રવાસી છીએ, માર્ગમાં કૈંક અજાણ્યાં આપણનેય મળી જાય છે, એટલે કાવ્યનાયકની લાગણી આપણે સંવેદી શકીએ છીએ.
    મક્તાના શેરે યાદ આવે
    શાયર નીદા ફાઝલીનો આ શેર
    યહાઁ કિસીકો કોઈ રાસ્તા નહીં દેતા,
    મુઝે ગિરાકે અગર તુમ સંભલ સકો તો ચલો

  3. મયૂર કોલાડિયા said,

    October 22, 2022 @ 2:19 PM

    ખૂબ સુંદર ગઝલ…. વાહ કવિ

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment