અંજના ગોસ્વામી ‘અંજુમ આનંદ’
એક આંસુ કેમ સચવાતું નથી?
ને ખરું દુ:ખ કેમ પકડાતું નથી?
વાદળો ખુદમાં ભરી દરિયો, ઊભાં,
છે જે અંદર કેમ ઉભરાતું નથી?
આટલો વરસાદ આવ્યો તે છતાં,
હૈયું મારું કેમ ભીંજાતુ નથી?
હોય જ્યારે ઘરમાં કંઈ મોટો પ્રસંગ,
એક અંગત કેમ સચવાતું નથી?
હોય જો ખુદમાં જ ઈશ્વર તો પછી,
સત્ય એનું કેમ સમજાતું નથી?
– અંજના ગોસ્વામી ‘અંજુમ આનંદ’
ગઝલના પાંચેય શેર ‘કેમ’ પ્રશ્નની ધરી ઉપર ચકરાવો લે છે. સમસ્યાઓ બધી જ ચિરપરિચિત હોવા છતાં રજૂઆતની સહજતામાં અને સરળતામાં કંઈક એવી વિશેષતા છે, જે આપણને દરેક શેર પાસે ઘડીભર અટકી જવા પ્રેરે છે.
Harihar Shukla said,
May 18, 2023 @ 10:16 AM
કેમ અને નથી જેવા બે રદીફ વાળી સંઘેડા ઉતાર ગઝલ👌
DILIPKUMAR CHAVDA said,
May 18, 2023 @ 12:53 PM
સરળ સહજ સમજાતી ગઝલ..
અભિનંદન કવિયત્રી ને
અંજના ગોસ્વામી said,
May 18, 2023 @ 1:12 PM
ખૂબ ખૂબ આભાર વિવેક ટેલર જી 🙏
પ્રભાકર ધોળકિયા.સુરત said,
May 18, 2023 @ 4:42 PM
કેમ શબ્દમાં ચમતકૃતિ છે…ઉપરાંત પ્રશ્ર્નનો મનમાં ઉત્તર જડતો નથી…
સરસ ઞઝલ….અંજના બેનને અભિનંદન
pragnajuvyas said,
May 18, 2023 @ 7:44 PM
સુ શ્રી અંજના ગોસ્વામી ‘અંજુમ આનંદ’ની સહજ સરળ ગઝલનો ડૉ વિવેક દ્વારા સ રસ આસ્વાદ
હોય જો ખુદમાં જ ઈશ્વર તો પછી,
સત્ય એનું કેમ સમજાતું નથી?
અદભુત મક્તાના વિચારવમળે બ્રહ્માંડ, પૃથ્વી, જીવ, માનવી, મન અને કાળની ઉત્ક્રાંતિના સંદર્ભે આપવાનો પ્રયાસ હતો. Chaosમાંથી Cosmosનું અંધાધૂંધીમાંથી સંવાદિતાનું નિર્માણ કેવી રીતે ચાલી રહ્યું છે તેની વાત હતી. આ જગત હજી પૂરેપૂરું સત્ય થયું નથી, અધૂરું છે. માટે તો તેની સરાણે ચાકડે ચડી બધું ઘડાયા – ભંગાયા કરે છે. માટીમાંથી ઘાટ અને ઘાટમાંથી માટી. આમ ઘાટ પણ સત્ય નહીં અને માટી પણ સત્ય નહીં ને છતાં બંને સત્ય.કવિશ્રી કરસનજી કહે
‘મને એ જ સમજાતું નથી કે આવું શાને થાય છે?
ફૂલડાં ડૂબી જતાં ને પથ્થરો તરી જાય છે !
જે સત્ય પચાવી ના શકાય એ જાણવાનો આગ્રહ છોડી દેવો.
Poonam said,
May 19, 2023 @ 5:35 PM
હોય જો ખુદમાં જ ઈશ્વર તો પછી,
સત્ય એનું કેમ સમજાતું નથી? Sahaj prashnavali…
– અંજના ગોસ્વામી ‘અંજુમ આનંદ’ –
Aaswaad pan Saral !