મૂંઝારો – વિવેક મનહર ટેલર
*
(બેવડા પ્રાસયુક્ત રચના)
ઉદ્ધવજી! આ છાતીમાં જે થાય મૂંઝારો,
જાવ અને જઈ કાનાની વહીમાંય ઉધારો…
ક્રૂર બડો અક્રૂર તે માંગ્યો કાનકુંવરનો લાગો,
તમે હવે આવીને કહો છો, યાદોને પણ ત્યાગો!
કાયાની માયા તો મેલી, હૈયું શાને માંગો?
ના શામો તો કંઈ નહીં, કિંતુ શાને લ્હાય વધારો?
એને માટે ભલેને દુનિયા આખી હો રાધિકા,
મારે મન તો એની યાદો એ જ અઠેદ્વારિકા;
મહીં મહી નહીં, જાત ભરીને હજુ ટાંગીએ શીકા,
કહો, ફૂટ્યા વિણ જન્મારો ક્યાંક ન એળે જાય, પધારો…
– વિવેક મનહર ટેલર
(૦૪-૦૧-૨૦૨૨)
લયસ્તરોના વાચક-ભાવકવૃંદને જન્માષ્ટમી પર્વના થોડાં મોડાં પણ સુમધુર વધામણાં… ગઈકાલે તો સૉશ્યલ મિડીયાના ખૂણેખૂણા કૃષ્ણરંગે રંગાયેલા હતા એટલે આપણે જરા મોડેથી ઊજવણી કરીએ…
કૃષ્ણના જીવનમાં અક્રૂર અને ઉદ્ધવ -બંનેની નાની પણ બહુ મહત્ત્વની ભૂમિકા હતી. વળી, બંનેની ભૂમિકા અલગ હોવા છતાં એકસ્તરે એકરૂપ પણ થતી જણાય છે. એક કૃષ્ણ માટે તેડું લઈ આવ્યા હતા, તો એક એને ભૂલી જવાનું કહેણ દેવા આવ્યા હતા. બાળકૃષ્ણના પરાક્રમો વધતા જતાં કંસે એને તેડાવવા અક્રૂરને મોકલાવ્યા હતા. અક્રૂર કૃષ્ણને પોતાની સાથે મથુરા લઈ આવ્યા. પાછળથી ગોપીઓ પોતાના વિરહમાં સૂધબૂધ ખોઈ બેઠી હોવાની જાણ થતાં કૃષ્ણએ પોતાને ભૂલી જવાનો સંદેશ આપવા ઉદ્ધવને વૃંદાવન મોકલ્યા, કારણ કે એ પોતે તો કદી પાછા ફરનાર નહોતા. કાયા અક્રૂર તાણી ગયા, માયા-યાદો ઉદ્ધવ લેવા આવ્યા. અહીંથી આગળ…
Dipak Vadgama said,
August 20, 2022 @ 3:55 PM
મહીં મહી નહીં.
વાહ, ખૂબ સુંદર ગીત.
હર્ષદ દવે said,
August 20, 2022 @ 5:07 PM
વાહ… સરસ ગીતકવિતા અને આસ્વાદ
Aasifkhan said,
August 20, 2022 @ 5:26 PM
વાહ સુંદર ગીત
Jayshree Bhakta said,
August 20, 2022 @ 6:58 PM
આહા… શું મઝાનું ગીત લઈને આવ્યા કવિ…
Nilesh Rana said,
August 20, 2022 @ 7:01 PM
સુન્દર કવિતા
Poonam said,
August 20, 2022 @ 7:37 PM
એને માટે ભલેને દુનિયા આખી હો રાધિકા,
મારે મન તો એની યાદો એ જ અઠેદ્વારિકા; ઉફ્ફ !
– વિવેક મનહર ટેલર – (૦૪-૦૧-૨૦૨૨)
Aaswad 👌🏻
Varij Luhar said,
August 20, 2022 @ 8:25 PM
વાહ.. ખૂબ સરસ..
Peeyush Bhatt said,
August 20, 2022 @ 8:48 PM
વાહ વાહ સુંદર ગીત, અઠ્ઠે દ્વારકા
pragnajuvyas said,
August 20, 2022 @ 9:09 PM
જન્માષ્ટમી પર્વના થોડાં મોડાં પણ સુમધુર વધામણાં
.
ઉદ્ધવજી! આ છાતીમાં જે થાય મૂંઝારો,
જાવ અને જઈ કાનાની વહીમાંય ઉધારો
.
આનાથી વધારે શું કહેવાનુ?
વાહ.
રાધિકા અને ગોપીઓની વેદનાને વાચા
જ્યારે કવિ પોતાની રચનાનો આસ્વાદ કરાવે ત્યારની મજા તો કાંઇ ઔર…
શૈલેશ ગઢવી said,
August 20, 2022 @ 10:28 PM
સુંદર ગીત
DILIPKUMAR LAKHABHAI CHAVDA said,
August 20, 2022 @ 11:35 PM
ખૂબ સુંદર ભાવવાહી પ્રસંગોચિત ગીત
Dhruti Modi said,
August 21, 2022 @ 1:01 AM
વેદ્ના ઍને વિરહમા વ્ય|કુળ બનેળ્
preetam lakhlani said,
August 21, 2022 @ 1:43 AM
Excellent sir/કવિ,બહુ જ ગમયું
Janki said,
August 21, 2022 @ 5:45 AM
યાદોને પણ ત્યાગો… વાહ…
અને યાદો જ અઠે દ્વારિકા.. કેવું સરસ.
સરસ ગીત..અભિનંદન🌷
Uma Parmar said,
August 21, 2022 @ 10:05 AM
વાહ! ખૂબ સુંદર 👏🏻
Kajal kanjiya said,
August 21, 2022 @ 10:44 AM
ખૂબ સુંદર 😊
વિવેક said,
August 23, 2022 @ 5:24 PM
પ્રતિભાવ પાઠવનાર તમામ મિત્રોનો હૃદયપૂર્વક આભાર…