કોણ – રમેશ પારેખ
સાંજરે
મારાં શ્રમિત લોચનવિહંગો
વૃક્ષ ૫૨ એવી ગીચોગીચ રાત લઈ પાછાં વળે
કે કોઈ ડાળે પાંદડું એકકે ય તે ના ફરફરે
ને બોલકા સૌ છાંયડા પણ રાતભર મૂંગા રહે
પડતી સવારે
એમ કાંઈ પ્રશ્નનું આકાશ પાછું સાંજ સુધી
આંખને વાગ્યા કરે
કે રાતની ચુપકીદીને પણ જાણ ના થઈ એ રીતે
આ કોણ
મારા બંધ ઘરના આંગણે આવ્યું હતું…
આંગળીની છાપ કોની રહી ગઈ છે બારણે…
કોનું મન પાછું વળ્યું સાંકળમાં ખખડાયા વગર?
— રમેશ પારેખ
” આવીને આંગળીમાં ટકોરા રહી ગયા,
સંકોચ આટલો ન કોઈ બંધ દ્વાર દે. ”
– યાદ આવી જાય….
કેટલું સુંદર ભાવવિશ્વ રચાયું છે ! માસ્ટરક્લાસ !!!!
pragnajuvyas said,
August 16, 2022 @ 9:33 PM
ર.પા નુ ‘ગાલગાગા’ના અનિયમ આવર્તનોમાં લખાયેલ છંદોબદ્ધ ખૂબ સુંદર ગીત.
બળકટ શબ્દચિત્ર !
ગમે તે સંબંધ હોય, કોઈક પાત્ર મુક્તમને બધું જ કહે….કોઈક માત્ર સાંભળે….કોઈક કંઈ જ ન કહી શકે….કોઈક ઇંગિતમાંજ બોલે….સામા પાત્રની પ્રજ્ઞાથી અનભિજ્ઞ વ્યક્તિના સંકોચનો તો વળી કોઈ પાર જ ન હોય….સમજ-ગેરસમજ-અણસમજ-નાસમજ…….આટલા પરિમાણો બન્ને પક્ષના !
ડૉ તીર્થેશજીનો સ રસ આસ્વાદ
ઘણા માનતા કે તેમને કોઇ ઇશ્વરીય શક્તિ લખાવે છે ! આવા રપાને હ્રુદયરોગનો હુમલો થયો ત્યારે અમદાવાદમા હતા. સાંભળ્યા પ્રમાણે આપણી તબિબિ સેવાઓ એવી કે પહેલા પાંચ આંકડાની રકમ જમા કરાવવી પડે !તેથી તેઓ એ રાજકોટ આવવાનુ નક્કી કર્યું અને …