તપ્ત યાદોથી સભર સહવાસનું
આંખ સામે છે નગર આભાસનું
વ્રજેશ મિસ્ત્રી

(તમે થોડો સમય આપો) – ભાવિન ગોપાણી

બુઝાવો નહીં, ઠરી જઈશું, તમે થોડો સમય આપો,
અમે જાતે મરી જઈશું, તમે થોડો સમય આપો.

ખબર છે કેટલું – ક્યારે અહીં ડરવું જરૂરી છે,
સમયસર થરથરી જઈશું, તમે થોડો સમય આપો.

ખુશામતની, ન પૂજાની, છે ઇચ્છા માત્ર દર્શનની,
પછી પાછા ફરી જઈશું, તમે થોડો સમય આપો.

ઘણાં વર્ષો પછી તરફેણનો વરસાદ આવ્યો છે,
અમે પણ પાંગરી જઈશું, તમે થોડો સમય આપો.

બિછાવી ફૂલ કે જાજમ અમે છટકી નહી જઈએ,
હયાતી પાથરી જઈશું તમે થોડો સમય આપો.

ટકી જઈશું હશે જે ભાગ્યમાં એનો સહારો લઈ,
ધુમાડો વાપરી જઈશું, તમે થોડો સમય આપો.

અમે મોજાં, સતત અથડાઈને તૂટી જઈશું પણ-
ખડકને કોતરી જઈશું, તમે થોડો સમય આપો.

– ભાવિન ગોપાણી

ગઝલની પૂર્વશરત છે કે રદીફ ગઝલમાં ઓગળી જવી જોઈએ. મોટાભાગની ગઝલોમાં રદીફ લટકણિયું બનીને અલગ પડી જતી હોય એવામાં ક્યારેક એવો સુખદ અપવાદ પણ જોવા મળે જ્યાં રદીફ ન માત્ર શેરમાં ઓગળી ગઈ હોય, શેરના અર્થમાં ઉમેરણ કરીને શેરને સવાશેર પણ બનાવતી હોય. પ્રસ્તુત ગઝલ આવો જ એક સુખદ અપવાદ છે. ધુમાડાવાળા એક શેરને બાદ કરતાં બાકીના છએ છ શેર મસ્ત મજાના થયા છે. એમાંય મત્લા, તરફેણનો વરસાદ અને આખરી શેર તો ભાઈ વાહ…! મજા આવી ગઈ કવિ…

17 Comments »

  1. મયૂર કોલડિયા said,

    June 30, 2022 @ 11:32 AM

    વાહ વાહ ને વાહ…. આટલી લાંબી રદ્દીફ, આટલો સરસ નિભાવ…. ક્યા બાત….

  2. Dipak Peshwani said,

    June 30, 2022 @ 11:33 AM

    વાહ વાહ.. છેલ્લો શેર ખરેખર જબરદસ્ત થયો છે…

  3. Poonam said,

    June 30, 2022 @ 11:37 AM

    અમે મોજાં, સતત અથડાઈને તૂટી જઈશું પણ-
    ખડકને કોતરી જઈશું, તમે થોડો સમય આપો… khumari…!

    – ભાવિન ગોપાણી – samay to aapo ( Vinamrata/ khumari/ aashvasan/ dheraj/ vishwas/ nishtha ne kartavy… )

    Aaswad mast 👌🏻

  4. કિશોર બારોટ said,

    June 30, 2022 @ 11:38 AM

    સરસ ગઝલ 👌

  5. ડૉ . રાજુ પ્રજાપતિ said,

    June 30, 2022 @ 11:40 AM

    લાંબી રદિફ અને એને ન્યાય આપી .. સુંદર ગઝલ બદલ ભાવીનભાઈ ને સલામ .. આભાર વિવેકભાઈ અહીં આ ગઝલ શેર કરવા બદલ

  6. Rushi Dave said,

    June 30, 2022 @ 11:40 AM

    વાહ…. ખુબ જ સુંદર.. હયાતી પાથરી..ક્યા બાત..❣❣

  7. જાનકી said,

    June 30, 2022 @ 12:26 PM

    વાહ ભાઈ વાહ

    પ્રિય કવિની ગમતીલી રચનાનું લયસ્તરો પર સ્વાગત.
    અભિનંદન કવિ..

  8. Varij Luhar said,

    June 30, 2022 @ 12:28 PM

    Waah

  9. ગૌરાંગ ઠાકર said,

    June 30, 2022 @ 12:49 PM

    લાજવાબ ગઝલ…. કવિ અને લયસ્તરોની બારીક નજરને અભિનંદન

  10. કમલેશ શુક્લ said,

    June 30, 2022 @ 1:53 PM

    ખૂબ જ સરસ ગઝલ.
    આટલા લાંબા રદીફ જોડે ગઝલ લખવી મુશ્કેલ છે પણ ખૂબ જ સરસ કામ થયું છે.

  11. pragnajuvyas said,

    June 30, 2022 @ 7:25 PM

    સરસ ગઝલ નો ડૉ વિવેક દ્વારા ખૂબ સ રસ આસ્વાદ.
    અને મસ્ત મક્તા
    અમે મોજાં, સતત અથડાઈને તૂટી જઈશું પણ-
    ખડકને કોતરી જઈશું, તમે થોડો સમય આપો.
    વાહ
    યાદ આવે વારંવાર રટાતો શેર
    ‘मेरा पानी उतरता देख, मेरे किनारे पर घर मत बना लेना,
    मैं समुंदर हूं, लौट कर वापस आउंगा: ‘फडणवीस
    સમુદ્ર ને ઘણો સમય આપ્યો પણ…

  12. રિયાઝ લાંગડા (મહુવા). said,

    July 1, 2022 @ 11:11 AM

    વાહ…👌

  13. Shah Raxa said,

    July 1, 2022 @ 12:40 PM

    વાહ..વાહ..વાહ..ખૂબ સરસ ગઝલ

  14. Chetan Shukla said,

    July 4, 2022 @ 9:52 AM

    વાહ..ખૂબ સરસ ગઝલ..વાહ..

  15. Labhshankar Bharad said,

    July 19, 2022 @ 10:18 AM

    વાહ! ખૂબ સુંદર..🌹જય શ્રી કૃષ્ણ 🙏

  16. Kalma Rohit said,

    January 31, 2024 @ 8:02 AM

    અતિ સુંદર.. વાહ વાહ.
    કવિના શબ્દો દિલને સ્પર્શી ગયા..
    અતિ ઉત્તમ… 👏

  17. Kalma Rohit said,

    January 31, 2024 @ 8:03 AM

    અતિ સુંદર.. વાહ વાહ.
    ગઝલ ના શબ્દો દિલને સ્પર્શી ગયા..
    અતિ ઉત્તમ… 👏

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment