(સો-સો સલામ પણ) – હરીશ ઠક્કર
‘ગાલિબ,’ ‘મરીઝ,’ ‘શૂન્ય’ને સો-સો સલામ પણ,
કહેવાના બાકી છે હજી મારા કલામ પણ.
થોડીક જીહજૂરી છે, થોડો દમામ પણ;
બેગમનો બાદશાહ છું, એનો ગુલામ પણ.
મારાં બધાંય કામમાં બે જણને હું પૂછું –
એક તો હું પોતે ને બીજો અંદરનો રામ પણ.
તદ્દન સફેદ ક્યાં છે? એ કાળુંડિબાંગ ક્યાં?
જીવન જરાક શ્વેત છે, થોડુંક શ્યામ પણ.
દોડાય તેટલું હજી દોડી લે દિ’ છતાં,
સૂરજ ડૂબે પછી જરૂરી છે મુકામ પણ.
તારા વિચાર આવે તો એનાથી રૂડું શું?
મનમાં સતત વિચાર તો આવે છે આમ પણ.
આ શાયરો તો બાળકો જેવા જ છે બધા,
માંગે છે દાદ ખૂબ, ઉપરથી ઇનામ પણ.
– હરીશ ઠક્કર
કવિની ખુમારી, સ્વ-ભાવ મત્લામાં આબાદ છતા થાય છે. પૂર્વસૂરિઓની મહાનતાના સ્વીકાર સાથે કવિ પોતાની સર્ગશક્તિમાં આત્મવિશ્વાસ પણ જાહેર કરે છે. પ્રમાણમાં સહજ-સાધ્ય રચના. બધા શેર ગમી જાય એવા.
ત્રીજા શેરમાં ભાષાકર્મ થોડું કઠે છે. ઉલા મિસરામાં કવિ પોતે જે કરે છે એ બધાંય કામમાં બે જણને પોતે કામ કરતાં પહેલાં પૂછે છે એમ કહે છે. વ્યાકરણની રીતે સાની મિસરામાં એક તો મને પોતાને અને બીજા અંદરના રામને -આમ આવવું જોઈએ પણ છંદ અને કાફિયા સાચવવા માટે કવિએ આ જગ્યાએ અનિવાર્ય છઠ્ઠી વિભક્તિનો ભોગ લેવો પડ્યો છે એ ટાળવા જેવું.
Prutha Manoj Soni said,
August 13, 2022 @ 4:37 PM
સરસ ગઝલ!
Jay kantwala said,
August 13, 2022 @ 7:02 PM
Waah waah
ગઝલપ્રેમી said,
August 13, 2022 @ 11:19 PM
ઉત્તમ રચના! હાદૅીક અભિનંદન.
pragnajuvyas said,
August 15, 2022 @ 4:50 AM
કોઈ પણ ખ્યાતનામ કવિની કલ્પનાથી કંડારાયેલી રચનાનો રસાસ્વાદ કરાવવાનું અત્યંત કપરું હોય છે. રસાસ્વાદ કરાવતા એ પણ શક્ય બંને કે કવિની કલ્પનાના શિલ્પ અને આપણે મનમાં રચેલું શિલ્પ અલગ જ હોય. ખેર ! તો પણ નામી ગઝલના કવિ હરીશ ઠક્કરની મસ્ત ખુમારીવાળો મત્લાના વિચારવમળે મક્તા
આ શાયરો તો બાળકો જેવા જ છે બધા,
માંગે છે દાદ ખૂબ, ઉપરથી ઇનામ પણ.
માણતા દાદમા સહજ બોલાયુ
વાહ
ડૉ વિવેકનો સ રસ આસ્વાદ
girish popat said,
August 25, 2022 @ 10:38 AM
wah khub j saras
girish popat said,
August 25, 2022 @ 10:39 AM
wah khub j saras
sundar gazal
પરાગ જ્ઞાની said,
October 16, 2022 @ 2:52 PM
આજે જન્મભૂમિ પ્રવાસીમાં આપની કૃતિઓનો આસ્વાદ રમેશભાઈ પુરોહિતે કરાવ્યો.હુ સદા હોઉં છું સાદા લિબાસમાં
મારો બધો રુઆબછે મારા મિજાજમાં
એ શ્રેષઠ શેર લયસ્તરો પર નથી. જરુર ઉમેરો.
ખૂબ સરસ ગઝલ.
-પરાગ જ્ઞાની
પરાગ જ્ઞાની said,
October 16, 2022 @ 2:52 PM
આજે જન્મભૂમિ પ્રવાસીમાં આપની કૃતિઓનો આસ્વાદ રમેશભાઈ પુરોહિતે કરાવ્યો.હુ સદા હોઉં છું સાદા લિબાસમાં
મારો બધો રુઆબછે મારા મિજાજમાં
એ શ્રેષઠ શેર લયસ્તરો પર નથી. જરુર ઉમેરો.
ખૂબ સરસ ગઝલ.