(પ્રગટાવે મને) – હરીશ ઠક્કર
સાંજ પડતાંવેંત પ્રગટાવે મને,
યાદ આખી રાત સળગાવે મને.
એને જ્યારે એનું ધાર્યું કરવું હોય,
ત્યારે-ત્યારે ભાન ભુલાવે મને.
હું સમજદારીની ગોળી લઈ લઉં,
સત્યનો ક્યારેક તાવ આવે મને.
વાતમાંને વાતમાં કહેવાઈ જાય,
વાતને ગોઠવતાં ના ફાવે મને.
હું સમયની જેમ એને સાચવું,
એ સમયની જેમ વિતાવે મને…
– હરીશ ઠક્કર
સરળ ભાષામાં સહજસાધ્ય રચના. સાચું બોલવાનો તાવ આવે ત્યારે ડહાપણ સમજદારીની પેરાસિટામોલ લઈને ચુપ રહેવામાં જ છે, ખરું ને? જે કહેવું હોય એને શબ્દોમાં ગોઠવીને રજૂ કરવાના બદલે વાતમાંને વાતમાં સહજતાપૂર્વક કહી દેવાની કવિની હથોટી એમના કવનમાં પણ સાંગોપાંગ ઊતરી આવી છે. સરવાળે આસ્વાદ્ય રચના.
સુષમ પોળ said,
March 25, 2023 @ 11:47 AM
સાવ સીધું ને સટ
તોય ગઝલનો વટ
સુનીલ શાહ said,
March 25, 2023 @ 11:55 AM
સરળ, સહજ, સુંદર અભિવ્યક્તિ
Girish popat said,
March 25, 2023 @ 11:59 AM
Wah khub saras
Yogesh Samani said,
March 25, 2023 @ 12:09 PM
ઉમદા ગઝલ…
Jay kantwala said,
March 25, 2023 @ 12:32 PM
વાહ
રાજેશ હિંગુ said,
March 25, 2023 @ 1:03 PM
વાહ… સહજ અભિવ્યક્તિ… મજા આવી
Janki said,
March 25, 2023 @ 1:40 PM
વાહ…. મસ્ત ગઝલ…
એ સમયની જેમ વિતાવે મને… બહુ જ સરસ
Pragnya Vyas said,
March 25, 2023 @ 2:50 PM
હું સમયની જેમ એને સાચવું,
એ સમયની જેમ વિતાવે મને…
વાહ હ. ખુબ સરસ..
મયૂર કોલડિયા said,
March 25, 2023 @ 3:18 PM
અદ્ભુત…
pragnajuvyas said,
March 25, 2023 @ 11:33 PM
કવિશ્રી ડૉ હરીશ ઠક્કર ની સાદ્યંત સુંદર ગઝલ
ડૉ વિવેકનો સ રસ આસ્વાદ
કયા શેરને વખાણવો અને કયાને નહીં ?
હું સમજદારીની ગોળી લઈ લઉં,
સત્યનો ક્યારેક તાવ આવે મને.
મને વધુ ગમ્યો
ખૂબ સંવેદનશીલ વાત
Harihar Shukla said,
March 26, 2023 @ 10:41 AM
સત્યનો તાવ અને સમજદારીની ગોળી.
નરી મોજ અદભૂત ગઝલ વાંચીને સાહેબ💐
DILIPKUMAR CHAVDA said,
March 28, 2023 @ 10:56 PM
હરવખતની જેમ સહજબાનીમાં સરસ ગઝલ
મોજ સર
Kinjal dattani said,
March 30, 2023 @ 5:15 PM
વાહ.. ખૂબ સરસ ઉમદા ગઝલ..👌
Poonam said,
April 4, 2023 @ 4:54 PM
હું સમજદારીની ગોળી લઈ લઉં,
સત્યનો ક્યારેક તાવ આવે મને… વાહ !
– હરીશ ઠક્કર –
Last teeno sher mast 👌🏻
Aaswad par saral sundar 😋