ચાલી જવું – બંકિમ રાવલ
ઊંટ મતલબ રણ વિશે અટ્ક્યા વિના ચાલી જવું,
ચાલવું શું છે : કદી પૂછ્યા વિના ચાલી જવું.
કઈ રીતે ચાલી શકે જળને જરા સમજાવશો :
એક દરિયાઈ તરસ સમજ્યા વિના ચાલી જવું !
વાદળી છે એ, કહો રોકી શકે કોઈ ભલા!
પ્રેમની પહેલી શરત પાળ્યા વિના ચાલી જવું.
કો’કનું ચાલી જવું આ દ્વારથી હટતું નથી,
કો’કનું આવ્યા છતાં આવ્યા વિના ચાલી જવું !
એક સન્નાટો ભરેલી સીમને શું કહો તમે ?
કલરવોનું મોજડી પહેર્યા વિના ચાલી જવું.
મેં ન’તું ધાર્યું ઘટામાં મોર થઈને ગાજશે,
હાથ નાંખી હાથમાં બોલ્યા વિના ચાલી જવું.
-બંકિમ રાવલ
ગાડરિયા પ્રવાહમાં વહ્યા કરવાની આપણી ઘેંટાવૃત્તિને કવિએ રણ શું છે, રણમાં ચાલવાનું કારણ શું છેની પળોજણમાં પડ્યા વિના ઊંટના નિશ્પ્રશ્ન ચાલ્યા કરવાની ક્રિયા સાથે સરખાવી છે.. આપણે સહુ ગતિશીલ છીએ પણ આપણી ગતિ કઈ દિશામાં અને કયા હેતુથી છે એ બહુધા ઘાણીના બળદ પેઠે આપણે જાણતા નથી હોતા. બીજા શેરમાં કવિ અને ભાવક વચ્ચે એક સૂક્ષ્મ સંવાદનો સેતુ ઊભો થાય છે અને જળના પ્રતીક વડે કવિ કદાચ પોતાની જાતને સમજાવવાનું કામ ભાવકને સોંપે છે. જળનો જ અવતાર હોવો અને તરસને ન સમજવું એ આપણા જીવનની સહુથી મોટી વિષમતા નથી ? આ ચાલી શકે? અને પ્રેમની પહેલી શરત છે વરસી જવું. ભીતરનો ગોરંભો ખાલી ન કરે અને ચાલી નીકળે એવા પ્રેમસંબંધ કઈ રીતે ‘ચાલી‘ શકે ? પ્રેમીજનને દિલની વાત ન કહેવી હોય તો પ્રેમમાં કોઈ ફરજ પાડવામાં આવતી નથી પણ આ મરજિયાત પ્રશ્નનો જવાબ ન આપો તો જિંદગી પણ કોરી જ રહી જવાની… ખરું ને ?
ઊર્મિ said,
April 2, 2009 @ 2:33 PM
વાહ વાહ વાહ કવિ…… આ-ફ-લા-તૂ-ન !
એક્કે-એક શે’રમાં આપોઆપ ડૂબી જવાય એવા કાબિલેદાદ થયા છે… અને ગઝલ વાંચ્યા બાદ દાદનો વરસાદ વરસાવ્યા વિના આગળ ચાલી જવું શક્ય જ નથી…!
કો’કનું ચાલી જવું આ દ્વારથી હટતું નથી,
કો’કનું આવ્યા છતાં આવ્યા વિના ચાલી જવું !
આ અશઆર તો સોંસરવો ઊતરી ગયો… છેલ્લો અશઆર પણ…. વાહ વાહ…!!
P Shah said,
April 2, 2009 @ 8:04 PM
સુંદર ગઝલ !
ધવલ said,
April 2, 2009 @ 9:03 PM
સલામ ! બહુ સરસ !
sunil shah said,
April 2, 2009 @ 9:31 PM
સમજ્યા વિના ચાલ્યા કરવાની મનોવૃત્તિ પર કવિની સરસ અભિવ્ક્તિ..
મઝના શેર થયા છે.
કુણાલ said,
April 2, 2009 @ 10:37 PM
અદભૂત ગઝલ … ઘણા સમયે આવી ધારદાર અને રમણીય ગઝલ માણવા મળી…
કો’કનું ચાલી જવું આ દ્વારથી હટતું નથી,
કો’કનું આવ્યા છતાં આવ્યા વિના ચાલી જવું !
મેં ન’તું ધાર્યું ઘટામાં મોર થઈને ગાજશે,
હાથ નાંખી હાથમાં બોલ્યા વિના ચાલી જવું.
વાદળી છે એ, કહો રોકી શકે કોઈ ભલા!
પ્રેમની પહેલી શરત પાળ્યા વિના ચાલી જવું.
આ ત્રણ અશઆર તો ખરેખર આબ-એ-સુખન બની જાય એવાં !! ખુબ ખુબ દાદ સ્વીકાર કરો…
pragnaju said,
April 2, 2009 @ 10:48 PM
વાદળી છે એ, કહો રોકી શકે કોઈ ભલા!
પ્રેમની પહેલી શરત પાળ્યા વિના ચાલી જવું.
કો’કનું ચાલી જવું આ દ્વારથી હટતું નથી,
કો’કનું આવ્યા છતાં આવ્યા વિના ચાલી જવું !
એક સન્નાટો ભરેલી સીમને શું કહો તમે ?
કલરવોનું મોજડી પહેર્યા વિના ચાલી જવું.
વાહ્
ખૂબ સુંદર્
sapana said,
April 3, 2009 @ 12:17 AM
કો’કનું ચાલી જવું આ દ્વારથી હટતું નથી,
કો’કનું આવ્યા છતાં આવ્યા વિના ચાલી જવું !
ઘણીજ પીડા લાગી આ પંકતિમાં.
શ્વાસ ઉંડા ઉંડા લઈને નિહાળ્યા કરુ હું,
તારા ભુંસાયેલા પગલા સાચવ્યા કરુ હું.
સપના
Pinki said,
April 3, 2009 @ 1:40 AM
ઊંટ મતલબ રણ વિશે અટ્ક્યા વિના ચાલી જવું,
ચાલવું શું છે : કદી પૂછ્યા વિના ચાલી જવું.
– મૃગજળની તલાશમાં હોઇએ એમ ગઝલમાં પૂછ્યા વિના ચાલી જવાય!!
કઈ રીતે ચાલી શકે જળને જરા સમજાવશો :
એક દરિયાઈ તરસ સમજ્યા વિના ચાલી જવું !
– આપણી તરસ પણ વધી જાય !!
વાદળી છે એ, કહો રોકી શકે કોઈ ભલા!
પ્રેમની પહેલી શરત પાળ્યા વિના ચાલી જવું. – એક નિસાસો !!
કો’કનું ચાલી જવું આ દ્વારથી હટતું નથી,
કો’કનું આવ્યા છતાં આવ્યા વિના ચાલી જવું !- એક ધડકન ચૂકી જવાય !!
એક સન્નાટો ભરેલી સીમને શું કહો તમે ?
કલરવોનું મોજડી પહેર્યા વિના ચાલી જવું. – એક સન્નાટો !!
મેં ન’તું ધાર્યું ઘટામાં મોર થઈને ગાજશે,
હાથ નાંખી હાથમાં બોલ્યા વિના ચાલી જવું.
– ગઝલના
હાથ નાંખી હાથમાં બોલ્યા વિના ચાલી જવું !!
……………..
KIRANKUMAR CHAUHAN said,
April 3, 2009 @ 10:36 AM
ક્યા ગઝલ હૈ યાર ! આહાહા… વાહ !
bharat said,
April 3, 2009 @ 1:41 PM
સુંદર
કો’કનું ચાલી જવું આ દ્વારથી હટતું નથી,
કો’કનું આવ્યા છતાં આવ્યા વિના ચાલી જવું !
urvashi parekh said,
April 5, 2009 @ 7:58 PM
આખી રચના સરસ છે.
કઇ કડિ વધુ ગમી તે કહેવુ ઘણુ જ અઘરુ છે.
સરસ અને અર્થ સભર..
અનામી said,
April 6, 2009 @ 9:50 AM
ખરેખર સુંદર….મજા આવી.
ડો.મહેશ રાવલ said,
April 13, 2009 @ 1:53 AM
નખશિખ ગઝલ કહી શકાય એવી પ્રવાહિત ઝરણાં જેવી રચના.
અને એવું જ સર્જક અને ભાવક બન્નેના ભાવક્ષેત્રને અર્થના ઊંડાણસુધી દોરી જતું વિષય-વિસ્તાર દર્શન……
અભિનંદન.