(હિંમત નથી તૂટી) – ડો. સુજ્ઞેષ પરમાર
સપનાં ભલે તૂટી જતાં, હિંમત નથી તૂટી,
પૂરાં કરીશ હું એક દી’, એ વાત છે ઘૂંટી.
જીવન છે એવરેસ્ટનો પર્વત, બીજું તો શું!
કપરું ભલે ચઢાણ હો, ધીરજ નથી ખૂટી.
સંજોગ છે વિષમ છતાં હું ઊભો થઈ જઈશ,
દીવાલમાંથી જેમ આ કૂંપળ નવી ફૂટી.
છું કેટલો અમીર હું એની જ યાદથી,
ને એજ લઈને જાય છે મારું બધું લૂંટી.
એ હાથ ફેરવે, બધી પીડા જતી રહે,
છે ‘મા’ સ્વરૂપ આપણી પાસે જડીબુટી.
ફૂલોની જેમ આપણું જીવન બનાવીએ,
ખુશ્બૂ મૂકી જવાનું ,લે ઈશ્વર ભલે ચૂંટી.
આખીય જિંદગી કર્યું ભેગું બે હાથથી,
ને અંતમાં રહ્યું બધું, એ હાથથી છૂટી.
– ડો. સુજ્ઞેષ પરમાર
પોઝિટિવિટીની વેક્સિન.. કળાને આમ તો દર્દ અને દુઃખના ભૂખરા રંગ સાથે જ વધારે નિસબત રહી છે, પણ ક્યારેક આવી ધનમૂલક રચના વાંચવા મળી જાય તો અલગ ચીલે ચાલવાનો આનંદ થઈ જાય… લગભગ બધા જ શેર સરસ થયા છે..
Uday maru said,
May 27, 2022 @ 11:49 AM
આ કવિ પાસે જ્યારે જઈએ ત્યારે નિરાશ કરતા નથી. કવિને અભિનંદન
Kamlesh Solanki said,
May 27, 2022 @ 12:21 PM
Wah khub saras rachna 🙏🙏
Chetan framewala said,
May 27, 2022 @ 1:11 PM
Wah
Mitaben Ranchhodsinh Rathod said,
May 27, 2022 @ 1:35 PM
ખૂબ ઉત્તમ 🙏
કવિ એ ખૂબ સરસ રીતે દેહની નશ્વરતાના દર્શન કરાવ્યા છે.સાથેજ ,ભલે જીવન નાશવંત હોય છતાં પોતાના ધ્યેય માટે પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ અનુકૂળતા કેળવી મક્કમ બની આગળ વધવાની અદભૂત પ્રેરણા પ્રદર્શિત કરવામાં આવી છે.
Susham pol said,
May 27, 2022 @ 2:19 PM
ખૂબ સુંદર રચના
Shah Raxa said,
May 27, 2022 @ 2:21 PM
વાહ..વાહ..સરળ બાનીમાં ખૂબ સરસ ગઝલ..અભિનંદન
Anjana Bhavsar said,
May 27, 2022 @ 2:25 PM
સરસ ગઝલ..
જગદીપ said,
May 27, 2022 @ 2:27 PM
જીવનની કડવી દવા મધમાં નાખી ને પાઈ દીધી સુગ્નેશ ભાઈએ….
રિયાઝ લાંગડા (મહુવા). said,
May 27, 2022 @ 2:40 PM
Very nice 👌
Krishna Raval said,
May 27, 2022 @ 2:53 PM
ઉમદા રચના
(ગૂઢ)
DILIPKUMAR CHAVDA said,
May 27, 2022 @ 3:39 PM
છું કેટલો અમીર હું એની જ યાદથી,
ને એજ લઈને જાય છે મારું બધું લૂંટી.
વાહ ક્યા બાત હે કવિ…
ઉમદા રચના…
ગમી
કિશોર બારોટ said,
May 27, 2022 @ 5:36 PM
સરસ ગઝલ 👌
pragnajuvyas said,
May 27, 2022 @ 8:02 PM
ડો. સુજ્ઞેષ પરમારની સુંદર ગઝલનો
ડૉ વિવેક દ્વારા સ રસ આસ્વાદ
ખૂબ સરસ મત્લા સાંપ્રત કાળે-લેન્ડર વિક્રમ એકપછી એક સપાટીને પાર કરીને આગળ વધી રહ્યુ હતુ. વૈજ્ઞાાનિકો તાળીઓથી લેન્ડર વિક્રમની કુચને વધાવી રહ્યા હતા. છેલ્લી નિર્ણાયટક ઘડી ત્યારબાદ આવી હતી. લેન્ડર વિક્રમ ચન્દ્રની સપાટી પરથી માત્ર ૨.૧ કિલોમીટરના અંતરે હતુ. એ વખતે જ અચાનક લેન્ડરનો સંપર્ક તુટી ગયો હતો. તમામ સ્ક્રીન પર આવી રહેલા ડેટા એકાએક દેખાવવાનુ બંધ થઇ જતા નિરાશા વધી ગઇ હતી.આવી સ્થિતી હોય ત્યારે કવિશ્રી કહે છે
સપનાં ભલે તૂટી જતાં, હિંમત નથી તૂટી,
હજી પણ હિંમત હાર્યા નથી અને તેમનો જૂસ્સો બુલંદ છે.
પૂરાં કરીશ હું એક દી’, એ વાત છે ઘૂંટી.
ધન્યવાદ
Poonam said,
May 28, 2022 @ 1:20 PM
જીવન છે એવરેસ્ટનો પર્વત, બીજું તો શું!
કપરું ભલે ચઢાણ હો, ધીરજ નથી ખૂટી.
– ડો. સુજ્ઞેષ પરમાર – puri Rachana mast !
પોઝિટિવિટીની વેક્સિન… Kathor kripa ! Aaswad 👌🏻
જયેન્દ્ર ઠાકર said,
May 29, 2022 @ 6:21 AM
આમ તો બધા જ શેર જોરદાર છે….વધુ ગમતો શેર…
એ હાથ ફેરવે, બધી પીડા જતી રહે,
છે ‘મા’ સ્વરૂપ આપણી પાસે જડીબુટી.
ગઝલ વેક્સિન જરુર છે…વેક્સિનનું કામ પ્રોબ્લેમને અટકાવવાનુ હોય છે, અટલે હું આને નેગેટિવીટિ વેક્સિન કહીેશ!!
યાદ આવે છે….
https://www.youtube.com › watch
Lyrics
हम्म हम्म हम्म हम्म हम्म
आ आ आ ओ ओ ओ आ आ आ
हम्म हम्म हम्म हम्म हम्म
जीत जायेंगे हम
ओ ओ ओ
जीत जायेंगे हम तू अगर संग हैं
ज़िन्दगी हर कदम एक नयी जंग हैं
ज़िन्दगी हर कदम एक नयी जंग हैं
जीत जायेंगे हम जीत जायेंगे हम
तू अगर संग हैं
ज़िन्दगी हर कदम एक नयी जंग हैं
ज़िन्दगी हर कदम एक नयी जंग हैं
तूने ही सजाये हैं मेरे होठों पे ये गीत
तूने ही सजाये हैं मेरे होठों पे ये गीत
तेरी प्रीत से मेरे जीवन में बिखरा संगीत
मेरा सब कुछ तेरी देन हैं मेरे मन के मीत
मैं हूँ एक तस्वीर तू मेरा रूप रंग हैं
ज़िन्दगी हर कदम एक नयी जंग हैं
ज़िन्दगी ज़िन्दगी हर कदम एक नयी जंग हैं
हौसला ना छोड़ कर सामना जहाँ का
हौसला ना छोड़ कर सामना जहाँ का
वो बदल रहा है देख रंग आसमान का
रंग आसमान का ये शिकस्त का नही ये फ़तेह का रंग है
ज़िंदगी हर कदम एक नयी जंग है
ज़िंदगी हर कदम एक नयी जंग है
रोज़ कहाँ ढूँढेगे सूरज चाँद सितारों को
रोज़ कहाँ ढूँढेगे सूरज चाँद सितारों को
आग लगा कर हम रोशन कर लेंगे अँधियारो को
आग लगा कर हम रोशन कर लेंगे अँधियारो को
गम नही जब तलक़ दिल मे ये उमंग है
ज़िंदगी हर कदम एक नई जंग है
ज़िंदगी हर कदम एक नई जंग है
जीत जायेंगे हम जीत जायेंगे हम
तू अगर संग हैं
ज़िन्दगी हर कदम एक नयी जंग हैं
ज़िन्दगी हर कदम एक नयी जंग हैं
ज़िन्दगी हर कदम एक नयी जंग हैं
હરીશ દાસાણી.મુંબઈ said,
May 29, 2022 @ 7:48 AM
ખરી વાત. વિધાયક વિચારની આ રચના ઉદ્દીપક જેવું કામ કરે.
ભરત ભટ્ટ 'પવન ' said,
May 30, 2022 @ 10:07 AM
નોોખી જ ભાતનો કવિ છે…લાજવાબ
Lata Hirani said,
June 9, 2022 @ 2:13 PM
સારેી ગઝલ