માણસ કેરા ચ્હેરાઓ છે, માણસ ક્યાં છે ?
ચ્હેરા પણ ક્યાં ? મ્હોરાઓ છે, માણસ ક્યાં છે ?
પદ પ્રતિષ્ઠા પૈસા કેરી હવા ભરીને
ખૂબ ફૂલેલા ફુગ્ગાઓ છે, માણસ ક્યાં છે ?
કિશોર બારોટ

( ટેવ છે) – વિકી ત્રિવેદી

ઝંખનાને સ૨ભરાની ટેવ છે,
એટલે કે મંથરાની ટેવ છે.

આંસુ જોઈને ભરોસો ના કરો,
માણસોને ખરખરાની ટેવ છે.

દોસ્ત આવા પ્રેમથી પસવા૨ મા,
પીઠને કેવળ છરાની ટેવ છે.

એટલે તો આપણી થઈ જાય છે,
વેદનાને આશરાની ટેવ છે.

આટલી ઊંચી ગઝલ ના લખ કવિ,
આ જગતને છીછરાની ટેવ છે.

– વિકી ત્રિવેદી

સહજ. સાધ્ય. સંતર્પક.

9 Comments »

  1. Parbatkumar Nayi said,

    May 13, 2022 @ 9:27 AM

    વાહ
    વાહ
    જીયો કવિ

  2. Varij Luhar said,

    May 13, 2022 @ 1:37 PM

    વાહ.. ખૂબ સરસ ગઝલ

  3. Chetan Framewala said,

    May 13, 2022 @ 1:46 PM

    વાહ

  4. સપન પાઠક said,

    May 13, 2022 @ 2:42 PM

    વાહ…👌🏻

  5. Poonam said,

    May 13, 2022 @ 5:26 PM

    એટલે તો આપણી થઈ જાય છે,
    વેદનાને આશરાની ટેવ છે.…
    – વિકી ત્રિવેદી – Je baat !

  6. pragnajuvyas said,

    May 13, 2022 @ 8:55 PM

    ઝંખનાને સ૨ભરાની ટેવ છે,
    એટલે કે મંથરાની ટેવ છે.
    સ રસ મત્લા
    ઝંખના વિચારવમળે-
    ઝંખના એ જ દિવ્યતા છે. દુન્યવી પદાર્થો માટેની ઝંખના તમને બેચેન બનાવે છે જ્યારે અનંતતા – વિશાળતા પ્રત્યેની ઝંખના તમને ચૈતન્યથી ભરી દે છે. જ્યારે કોઇ ઝંખના જ ન રહે ત્યારે તો સાવ નિષ્ક્રિય થઇ જવાય છે. પરંતુ ઝંખનાની સાથે સાથે દુ:ખ પણ આવતું હોય છે, ને પછી તમે એ દુ:ખથી છુટવા માટે ઝંખનાને જ હડસેલી દો છો. પરંતુ કુશળતા/બુધ્ધિમાની તો એમાં છે કે તમે એ દુ:ખ સહન કરતાં કરતાં આગળ ધપો. ઝંખના પર કાબૂ મેળવવાનાં ટૂંકા માર્ગો શોધશો નહીં, તેમજ એ ઝંખનાને પણ ટૂંકી કે સરળ રીતે પુરી કરવાનો પ્રયાસ પણ ન કરશો. આવી ઝંખનાને જ Longing કહેવાય છે.
    સાચી ઝંખના તો પોતે જ આશીર્વાદરૂપ છે. આથી જ પ્રાચીન સમયમાં ગીતો ગાઇને અને વાર્તા/કથાઓ સાંભળીને ઝંખનાને જીવંત રાખવામાં આવતી હતી. જ્યારે ઝંખના દ્વારા સંબંધો, ધારણાઓ, એષણાઓમાં પરિવર્તન આવે છે ત્યારે બધી જ નકારાત્મક લાગણીઓ નષ્ટ પામે છે માત્ર શાણપણ અને આત્મવિશ્વાસ દ્વારા જ સંબંધોમાં પરિવર્તન શક્ય બને છે. ઘણીવાર લોકો વિચારે છે કે ઝંખનાથી દૂર રહેવામાં જ ડહાપણ છે. ના, આ ડહાપણ નથી. સાચા શાણપણથી ઉદ્દભવેલ ઝંખના જીવનને વધુ રસમય બનાવે છે, દેવ – દેવત્વ – દિવ્યતા ખરેખર રસિક છે! પોતે જ તમારામાં આશીર્વાદની શક્તિ જન્માવે છે. સમગ્ર સૃષ્ટિને આશીર્વાદ આપો. કારણ તમારી અંદરની ઝંખના એ જ દિવ્યતા છે.
    આટલી ઊંચી ગઝલ ના લખ કવિ,
    આ જગતને છીછરાની ટેવ છે..
    છીછરાની ટેવ યાદ આવે
    કોઈ તોડે તો બહુ તકલાદી ચણતર નીકળે,
    ધારણાના ઘર જો ખુદ તોડો તો નક્કર નીકળે.
    દરવખત હું તો સમયસર જાઉં છું સ્ટેશન ઉપર,
    પણ સુખોની ટ્રેન કોઈ દી સમયસર નીકળે?
    ખૂબ મહેનતથી તણખલા એકઠા કોઈ કરે,
    માળો કરવા જાય ને કિસ્મત કબૂતર નીકળે!
    આપણા સૌની સમસ્યા : ધન, ખુશી ને આબરૂ,
    કોઈ બાળકને પૂછો તો ફક્ત દફતર નીકળે.
    જિંદગીને વાસ્તવિકતાના પવનમાં ઊપણો,
    તો જ ખોટા સ્વપ્નનું એમાંથી કસ્તર નીકળે.
    તું ભલે ઘરડાઘરે મૂકે, એ તો દુવા જ દે,
    ફૂલને કચડો છતાં પણ દોસ્ત અત્તર નીકળે.
    જિંદગી છે બસ અનિશ્ચિતતા ભરેલી ગાંસડી,
    કેટલા ‘જો’ ‘તો’ ‘પરંતુ’ ને ‘નહિતર’ નીકળે.
    ભૂલથી મારા ઘરે આવેલ પીડાને ‘વિકી’,
    ઘર સુધી હું મૂકવા જઉં ને એ બેઘર નીકળે!
    …………
    ‘આ જગતને છીછરાની ટેવ છે’વાતે ‘વિકી’
    આ ગઝલ- સહજ. સાધ્ય. સંતર્પક નીકળે.

  7. મેહુલ ઓઝા said,

    May 14, 2022 @ 7:32 AM

    વાહહહ સરસ ગઝલ.

  8. Shriya said,

    May 18, 2022 @ 4:44 AM

    આટલી ઊંચી ગઝલ ના લખ કવિ,
    આ જગતને છીછરાની ટેવ છે. ઃ)

    ખુબજ સરસ કવિતા!! ઝંખનાને સ૨ભરાની ટેવ છે,
    એટલે કે મંથરાની ટેવ છે.

    આંસુ જોઈને ભરોસો ના કરો,
    માણસોને ખરખરાની ટેવ છે.

    દોસ્ત આવા પ્રેમથી પસવા૨ મા,
    પીઠને કેવળ છરાની ટેવ છે.

  9. Vineschandra Chhotai 🕉 said,

    May 18, 2022 @ 5:56 AM

    વાહ વાહ વાહ

    સરસ ♥️ રજૂઆત

    અભિનંદન ♥️

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment