આગ અંદરની આ પાણીથી કદી બૂઝાય નહિ,
આગ આ પ્રગટાવવામાં લોહીનું પાણી થયું.
મહેશ દાવડકર

(નહીં આવે) – નીરવ વ્યાસ

ગમે છે ખૂબ પણ એ એમ સપનામાં નહીં આવે,
કે મંઝિલ દોડીને સામેથી રસ્તામાં નહીં આવે.

કબૂલાતો તમારી ખાનગીમાં સાંભળી છે જે,
તમે ચિંતા ન ક૨શો એ બધું ચર્ચામાં નહીં આવે.

અરે ઓ જિંદગી! તું આ રીતે પજવીશ જો સૌને,
જતા રહેશે, જનારા પાછા દુનિયામાં નહીં આવે.

લડત લડશું, તો મુદ્દાસ૨ કરીશું વાત ઘટનાની,
કશી અંગત બયાની દોસ્ત ઝઘડામાં નહીં આવે.

ગઝલ લાધ્યા પછી એને કશી પરવા નથી ‘ની૨વ’,
એ પૂજામાં નહીં બેસે કે સજદામાં નહીં આવે.

– નીરવ વ્યાસ

સરળ બાનીમાં સહજ-સાધ્ય ગઝલ. બધા જ શેર આસ્વાદ્ય થયા છે.

16 Comments »

  1. Harihar Shukla said,

    May 5, 2022 @ 12:16 PM

    સરસ👌

  2. Pravin Shah said,

    May 5, 2022 @ 3:17 PM

    સરળ અને સહજ !
    ખૂબ ગમી !

  3. Shah Raxa said,

    May 5, 2022 @ 5:45 PM

    વાહ.. ખૂબ સરસ..સરળ બાનીમાં….

  4. સુંદર said,

    May 5, 2022 @ 5:53 PM

    અતિસુંદર

  5. સપન પાઠક said,

    May 5, 2022 @ 6:03 PM

    અંગત બયાની…👌🏻👌🏻
    સુંદર ગઝલ

  6. Neha said,

    May 5, 2022 @ 6:12 PM

    અભિનંદન નીરવભાઈ.
    આભાર લયસ્તરો..

  7. Poonam said,

    May 5, 2022 @ 8:38 PM

    નહીં આવે….

    – નીરવ વ્યાસ – Saras ane Saral. ( Kana matra vagar ! )

  8. Giriraj Brahmbhatt 'saral' said,

    May 5, 2022 @ 10:06 PM

    ઉમદા ગઝલ…. અનાયાસ આહ અને વાહ ઉપજાવનાર શેરિયત.

  9. pragnajuvyas said,

    May 6, 2022 @ 12:13 AM

    કવિશ્રી નીરવ વ્યાસની સુંદર ગઝલ
    ડૉ વિવેકનો સ રસ આસ્વાદ
    દુઃખી થાવાને માટે કોઇ ધરતી પર નહીં આવે;
    હવે સદીઓ જશે ને કોઇ પયગમ્બર નહીં આવે.
    સ રસ શેર
    યાદ આવે
    અરે ઓ જિંદગી! તું આ રીતે પજવીશ જો સૌને,
    જતા રહેશે, જનારા પાછા દુનિયામાં નહીં આવે.
    ..
    ગઝલ લાધ્યા પછી એને કશી પરવા નથી ‘ની૨વ’,
    એ પૂજામાં નહીં બેસે કે સજદામાં નહીં આવે.
    મસ્ત મક્તા
    યાદ આવે
    આ બળવાખોર ગઝલો છોડ લખવાનું ‘જલન’ નહીંતર,
    લખીને રાખજે અંજામ તુજ સુંદર નહીં આવે.
    આજના સમાચાર
    માસ્ક ન પહેરવા સિવાય અન્ય કોઈ દંડ
    ——– હવે વસૂલવામાં નહીં આવે |
    ઘરમાં તીર-કામઠાં રાખો
    પોલીસ બચાવવા નહીં આવે,

  10. અશોક જાની 'આનંદ ' said,

    May 6, 2022 @ 6:41 AM

    સરળ સહજ મજાની ગઝલ…

  11. Jayant Patel (Sadhubhai) said,

    May 6, 2022 @ 6:51 AM

    આવી સુંદર મજાની ગઝલ પીરસવા બદલ આપને ખૂબ ખૂબ અભિનંદન.

  12. Jitu Trivedi said,

    May 6, 2022 @ 8:24 AM

    આખી રચના સુંદર સુંદર.
    ગઝલને પૂજા, અર્ચન, સજદાથીયે ઊંચી કક્ષાએ જોનાર સર્જક નીરવભાઈ, તમને અભિનંદન.
    લય સ્તરોને અભિનંદન.
    મારી રચના અહીં મૂકવી હોય તો શું કરવું પડે?

  13. હરીશ દાસાણી.મુંબઈ said,

    May 6, 2022 @ 9:46 AM

    લાજવાબ ગઝલ

  14. વિવેક said,

    May 6, 2022 @ 12:18 PM

    @ જિતુ ત્રિવેદી:

    આપ આપની ૫-૭ રચનાઓ એક જ વર્ડ ફાઇલમાં મને ઇ-મેલ કરી શકો છો: vmtailor@gmail

    આભાર

  15. જૈમિન ઠક્કર 'પથિક' said,

    May 6, 2022 @ 12:53 PM

    વાહ નખશિખ મજાની ગઝલ

  16. Pravin H. Shah said,

    May 7, 2022 @ 4:29 PM

    Sundar gazal, Niravbhai..

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment