(મારી કથા લોહિયાળ છે) – વિકી ત્રિવેદી
હમણાં જગતમાં પ્રેમકથાનો જુવાળ છે,
હું શું લખું કે મારી કથા લોહિયાળ છે.
હું પુરી લઈને બેઠો એ છો ઊંચી ડાળ છે,
પણ નીચે એક લુચ્ચું સમયનું શિયાળ છે.
આ ચાંદ જેનો ચાંદલો છે એનું મુખ બતાવ,
હે! આસમાન, બોલ તું કોનું કપાળ છે?
હું પાણી પાણી થઈ ગયો છું તમને જોઈને,
ને જ્યાં તમે ઊભા છો એ બાજુ જ ઢાળ છે.
છૂટ્યો છતાંય બહાર નથી નીકળી શક્યો,
આ દુનિયા જાળ છે અને સાલી વિશાળ છે.
મારા અસલ વિચાર તો કચડી ગયો સમય,
ગઝલોમાં જે બતાવું એ તો કાટમાળ છે.
બહુ બહુ તો ગર્વ લઈ શકો બીજું કશું ન થાય,
‘હું આપનો હતો…’ એ હવે ભૂતકાળ છે.
– વિકી ત્રિવેદી
લયસ્તરો પર કવિના પ્રથમ ગઝલસંગ્રહ ‘હાજ૨ હૃદયથી હોઈએ’નું સહૃદય સ્વાગત.
મત્લા સરસ થયો છે, પણ કપાળ અને ઢાળવાળા બે શેર તો શિરમોર થયા છે. છેલ્લા બે શેર પણ જાનદાર થયા છે.
Varij Luhar said,
April 21, 2022 @ 12:21 PM
ખરેખર કવિ હ્રદયથી હાજર છે.. ખૂબ સરસ ગઝલ અને આસ્વાદ
Jay kantwala said,
April 21, 2022 @ 12:33 PM
Waah waah
કમલ પાલનપુરી said,
April 21, 2022 @ 12:50 PM
ખૂબસરસ રચના
ખૂબ ખૂબ અભિનંદન કવિને…
Kalpan said,
April 21, 2022 @ 1:04 PM
સુન્દર્
Shah Raxa said,
April 21, 2022 @ 1:38 PM
વાહ..વાહ..મત્લા ને કપાળ….👌👌અભિનંદન કવિ
સુનીલ શાહ said,
April 21, 2022 @ 1:49 PM
કવિના સંગ્રહનું ઉમળકાભેર સ્વાગત છે.
સુંદર ગઝલ.
dilip shah said,
April 21, 2022 @ 2:26 PM
ખૂબ જ સરસ…અભિનંદન..!!
dilip shah said,
April 21, 2022 @ 2:28 PM
ખૂબ જ સરસ…અભિનંદન..!!
આ ચાંદ જેનો ચાંદલો છે……સરળ શબ્દો માં કેવી સરસ અભિવ્યકિત..!
lata hirani said,
April 21, 2022 @ 2:57 PM
જાનદાર રચના
લતા હિરાણી
Aasifkhan said,
April 21, 2022 @ 5:11 PM
Vaah kya baat
pragnajuvyas said,
April 21, 2022 @ 6:44 PM
કવિ વિકી ત્રિવેદીના પ્રથમ ગઝલસંગ્રહ ‘હાજ૨ હૃદયથી હોઈએ’નું સહૃદય સ્વાગત
અભિનંદન
સરસ ગઝલ
saryu parikh said,
April 21, 2022 @ 7:13 PM
સરસ …મારા અસલ વિચાર તો કચડી ગયો સમય,
ગઝલોમાં જે બતાવું એ તો કાટમાળ છે.
ગઝલસંગ્રહ ‘હાજ૨ હૃદયથી હોઈએ’નું સહૃદય સ્વાગત
અભિનંદન. સરયૂ પરીખ્
મયૂર કોલડિયા said,
April 21, 2022 @ 8:41 PM
કપાળ અને ઢાળ…. અહાહા
…
જયેન્દ્ર ઠાકર said,
April 21, 2022 @ 9:12 PM
સરસ ગઝલ!!
Maheshchandra Naik said,
April 22, 2022 @ 6:36 AM
સરસ ગઝલ ,કવિશ્રીને અભિનંદન…
Parbatkumar Nayi said,
April 22, 2022 @ 9:07 AM
ખૂબ સરસ ગઝલ
ખૂબ ખૂબ શુભેચ્છાઓ વીકી
ગઝલ સંગ્રહની ખૂબ શુભેચ્છાઓ
Dhruti Modi said,
June 8, 2024 @ 1:20 AM
હું પુરી લઈને બેઠો એ છો ઊંચી ડાળ છે,
પણ નીચે એક લુચ્ચું સમયનું શિયાળ છે.
કેવી સરસ અને સચોટ કલ્પના.
હું પાણી પાણી થઈ ગયો છું તમને જોઈને,
ને જ્યાં તમે ઊભા છો એ બાજુ જ ઢાળ છે.
સરસ ! રચના !
Mita gor mewada said,
June 8, 2024 @ 9:45 PM
ખૂબ ખૂબ સરસ રચના