દિશાઓ ફેરવો કાં તો વિચારો ફેરવી નાખો;
રહે જો દૃશ્ય એનું એ જ તો બારી નવી નાખો.
ભાવિન ગોપાણી

સહારા મળ્યા – ગૌરાંગ ઠાકર

એક નદીને અલગ બે કિનારા મળ્યા,
છેક સાગર સુધીના સહારા મળ્યા.

આ તમારાં નયન જોઈ એવું થયું,
સ્વપ્નને સિંચવા જાણે ક્યારા મળ્યા.

કોઈ પાંખોમાં પીછાં ઉમેરી ગયું,
ત્યારથી અમને આભે ઉતારા મળ્યા.

ફાળવેલા અમે શ્વાસ લેતા હતા,
ને ઉપરથી આ મનના ધખારા મળ્યા.

કૈંક નોખું નવું તો થશે કઈ રીતે ?
આ વિચારોય અમને તમારા મળ્યા.

હાથમાંથી હથેળી તમે જ્યાં લીધી,
ના પછી કોઇથી હાથ મારા મળ્યા.

– ગૌરાંગ ઠાકર

કવિને જન્મદિન મુબારક

3 Comments »

  1. pragnajuvyas said,

    April 13, 2022 @ 7:01 PM

    કવિશ્રી ગૌરાંગ ઠાકરને જન્મદિન મુબારક
    એક નદીને અલગ બે કિનારા મળ્યા,
    છેક સાગર સુધીના સહારા મળ્યા.
    સ રસ ગઝલનો મત્લા ખૂબ સ રસ
    ત્યારે બીજી તરફ આવા સહારા ન મળનાર જગ્યાને પણ સહારા કહે છે ! વિચારવમળે..
    તે છે સહારા રણ ! વિશ્વમાં જે દર વર્ષે ૨૫ સે.મી.થી ઓછો વરસાદ વરસે છે અને તેમાં વનસ્પતિ ઓછી કે ઓછી નથી. ગ્રહની શુષ્ક સપાટીઓ પર પવન અને પાણીની ક્રિયાપ્રતિક્રિયાઓનો અભ્યાસ કરવા માટે રણકારોને ઉપયોગી પ્રાકૃતિક પ્રયોગશાળાઓ ગણવામાં આવે છે. તેમાં મૂલ્યવાન ખનિજ થાપણો શામેલ છે જે શુષ્ક વાતાવરણમાં રચાય છે અને પવન અને વરસાદથી સતત ધોવાણ થતાં તે ખુલ્લું પડે છે.
    ધન્યવાદ ડૉ તીર્થેશજીને

  2. જયેન્દ્ર ઠાકર said,

    April 13, 2022 @ 10:10 PM

    આ તમારાં નયન જોઈ એવું થયું,
    સ્વપ્નને સિંચવા જાણે ક્યારા મળ્યા. સરસ!
    Happy Birthday Gaurangbhai!!

  3. ગૌરાંગ ઠાકર said,

    April 14, 2022 @ 10:16 AM

    તીર્થેશભાઈ… ખૂબ આભાર 🙏⚘⚘🙏

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment