વર્ષો પછી હું એને ભેટ્યો તો એમ લાગ્યું,
બાકી બધું જ ગાયબ, આદાબ રહી ગયા છે.
- વિવેક મનહર ટેલર

એવું કંઈ નથી…. – ભગવતીકુમાર શર્મા

તારા વિના જિવાય નહીં, એવું કંઈ નથી,
જીવ્યા છતાં મરાય નહીં, એવું કંઈ નથી.

ટેકો લઈને બેઠો છું, તૂટેલી ભીંતનો;
પડછાયો પણ દટાય નહીં, એવું કંઈ નથી.

મૃગજળમાં ઝૂકી ઝૂકીને પ્રતિબિંબ જોઉં છું;
આછી છબી કળાય નહીં, એવું કંઈ નથી.

છબીના કોટ-કિલ્લા રચાયા સડક ઉપ૨;
વાદળથી ઝરમરાય નહીં, એવું કંઈ નથી.

હાથે-પગે છે બેડીઓ, પાટો છે આંખ પર;
તેથી ગઝલ લખાય નહીં, એવું કંઈ નથી.

વીતી ગયેલી ક્ષણ અને છૂટેલું તીર છું;
પાછા વળી શકાય નહીં, એવું કંઈ નથી.

માણસ મરે ને સ્વપ્નાઓ જીવતાં રહે છતાં
કબરો કદી ચણાય નહીં, એવું કંઈ નથી.

– ભગવતીકુમાર શર્મા

અર્થગંભીર ગઝલ….

3 Comments »

  1. Vineschandra Chhotai 🕉 said,

    April 13, 2022 @ 1:08 PM

    ગહન રજૂઆત અભિનંદન પાઠવ્યા છે સ્વીકાર કરસોજી

  2. pragnajuvyas said,

    April 13, 2022 @ 8:31 PM

    મા. ભગવતીકુમાર શર્માની અર્થગંભીર ગઝલ
    ખૂબ સ રસ મક્તા
    માણસ મરે ને સ્વપ્નાઓ જીવતાં રહે છતાં
    કબરો કદી ચણાય નહીં, એવું કંઈ નથી.
    વાહ
    સ્વપ્નાઓ જીવતાં વાતે-
    ક્યારેક મૃત લોકો આપણા સ્વપ્નોમાં આવે છે. આવા સપના હંમેશાં કેટલાક ગંભીર ઇવેન્ટ્સને પૂર્વદર્શન કરે છે.જો કોઈ વ્યક્તિએ તેના જીવનને લાંબા સમય સુધી છોડી દીધું ન હતું અને તમે હજી પણ તેના વિશે ચિંતિત છો, તો તમે વારંવાર તેના વિશે વિચારો છો, “આવા સપના ફક્ત તમારા વિચારોને પ્રતિબિંબિત કરે છે અને કંઈપણ પૂરું પાડતા નથી.
    કબરો -વિચારવમળે
    ના હિન્દુ નીકળ્યા ન મુસલમાન નીકળ્યા
    કબરો ઉઘાડીને જોયું તો ઇન્સાન નીકળ્યા.​.

    મર મર કર મુસાફીરોને બસાયા હૈ તુજે
    રુખ સબસે ફીરાકે મુંહ દીખાયા હૈ તુજે
    ક્યું લીપટકર ન સોંઉ તુઝે અય કબ્ર
    મૈંને ભી તો જાન દેકે પાયા હૈ તુજે
    ધન્યવાદ ડૉ તીર્થેશજી

  3. Vimala Gohil said,

    April 13, 2022 @ 10:02 PM

    ગમતીલી કાવ્ય ત્રયી. આભાર.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment