દિવસો જુદાઇના જાય છે, એ જશે જરૂર મિલન સુધી,
મારો હાથ ઝાલીને લઇ જશે, હવે શત્રુઓ જ સ્વજન સુધી.
ગની દહીંવાલા

હે સખી….. – મુકેશ જોષી

હે સખી ! તારા વિનાની જિંદગી હું શું કરું ?
ધૂળમાં હું શું ઉમેરીને ફરી કંકુ કરું.

આસમાની ઓસરીમાં વાદળો રહેતાં નથી,
માછલી વિશે પૂછ્યું તો જળ કશું કહેતાં નથી.
સૂર્યની સાથે સંબંધોમાં બહુ ઝાંખપ પડી,
ને, હવા ભૂલી ગઈ ખુશબૂ તણી બારાખડી.
સૂર્યની સામે જ ઝાકળ શી રીતે ભેગું કરું?

જોઈ લે ઓઢું ઉદાસીનો દુપટ્ટો આજ પણ,
આંખના ઘ૨થી અલગ રહેવા ગઈ છે સાંજ પણ.
સાચવેલા તારલા ટપટપ ખરે છે એટલા,
હું અને આકાશ બંને સાવ મૂંગાં એકલાં,
એક ખોબા આભને હું કંઈ તરફ વ્હેતું કરું.

– મુકેશ જોષી

પ્રથમ બે પંક્તિ……..અદભૂત……આખું ગીત જ અતિસુંદર…..

8 Comments »

  1. હરીશ દાસાણી.મુંબઈ said,

    March 22, 2022 @ 4:54 PM

    વિરહમાધુરીની સુંદર કવિતા

  2. praheladbhai prajapati said,

    March 22, 2022 @ 5:11 PM

    excelent , suoerb

  3. praheladbhai prajapati said,

    March 22, 2022 @ 5:14 PM

    અએકાન્ત ને ધ્ર્યો ચે આયનો

  4. saryu parikh said,

    March 22, 2022 @ 6:47 PM

    ખૂબ સુંદર રચના.
    આંખના ઘ૨થી અલગ રહેવા ગઈ છે સાંજ પણ.
    સાચવેલા તારલા ટપટપ ખરે છે એટલા,…
    વાહ! મુકેશભાઈ.
    સરયૂ પરીખ

  5. Dr Heena Yogesh Mehta said,

    March 23, 2022 @ 9:02 PM

    ખૂબજ સુંદર દરેક પંક્તિ!

  6. ઊર્મિ said,

    March 24, 2022 @ 4:03 AM

    એકદમ મસ્ત ગીત… મજા આવી ગઈ

  7. જશુભાય ગંં. મહેતા said,

    March 25, 2022 @ 1:58 AM

    ગમ્યુ

  8. Dr Sejal Desai said,

    March 25, 2022 @ 6:19 PM

    વાહ …ખૂબ સુંદર ગીત …ધૂળ અને કંકુ …સરસ કલ્પન

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment