વવાઈ ગયા પછી – જયંત ડાંગોદરા
દંતાળને પાંચ દાંતા હોય છે
દાંતાને છેડે અણીદાર ફળાં
ને આ ફળાં જ
પાણીથી ભીંજાઈને
મૃદુ બનેલી જમીનમાં
ખૂંચતાં રહે છે ખચ્ચ ખચ્ચ.
ધૂંસરીએ જોડેલો ધુરીણ
અવિરત ખેંચ્યા કરે એ દંતાળ
એની પાછળ દોરાતો ખેડૂત
ઓર્યા કરે ઓરણીમાં દાણા
ને થોડા દિવસમાં ઊગી નીકળે
ચાસને ચીરીને ખેતરમાં વાવેલાં બીજ.
શિશુ જેટલા જ લાડકોડથી
ઉછેરવાં પડે છે એને.
રક્ષણ કરવું પડે ડુક્કરથી
પછી નીંદણથી
ઇયળ, કીટક, મોલોમસી
ને છેલ્લે તીડનાં ટોળાંથી.
દાણાં ભરાય ત્યારે ન્હોર જેવી
હરાયાં પંખીની ચાંચોથી.
એક વખત વવાઈ ગયા પછી
બચવું મુશ્કેલ હોય છે.
અને જીવી જવું તો એથીય જીવલેણ.
– જયંત ડાંગોદરા
કવિતા પૂરી થવા આવે છેક ત્યાં સુધી કવિ આપણને ખેતરની જિંદગીની મુસાફરીએ લઈ જવા માંગતા હોય એમ જ લાગે. ખેતર ખેડવા માટેના અણીદાર ફળાંવાળાં પાંચ દાંતાવાળું દંતાળ ખભે લઈને બળદ ખેતર ખેડતો જાય અને ખેડૂત બી ઓરતો જાય એ દૃશ્ય કવિએ આબાદ ચિતર્યું છે. પાક ઊગે પછી કઈ કઈ સમસ્યાઓનો સામનો કરવો પડે છે એનું પણ કવિએ રસાળ વર્ણન કર્યું છે. પણ અંતભાગ સુધી ગદ્યનિબંધ જણાતી રચના આખરી ત્રણ પંક્તિમાં અદભુત કાવ્યમાં પરિવર્તિત થઈ જાય છે. દંતાળના પાંચ દાંતા પાંચ ઇન્દ્રિય હોવાનું અનુભવાય છે અને ખ્યાલ આવે છે કે આખી વાત સંબંધની છે. એકવાર સંબંધ બંધાઈ જાય પછી એને ટકાવી રાખવું કેટલું મુશ્કેલ છે એ કવિએ ખેતીની પરિભાષામાં આબેહૂબ ચાક્ષુષ કર્યું છે…
Chetan Shukla said,
March 5, 2022 @ 11:50 AM
જીવનને ખેતી સાથે જોડીને સાદ્યંત સુંદર રચના બની છે.
Varij Luhar said,
March 5, 2022 @ 11:53 AM
સાવ અલગ પ્રકારનું કાવ્ય.. સરસ આસ્વાદ
નેહા said,
March 5, 2022 @ 11:59 AM
આહા……
હર્ષદ દવે said,
March 5, 2022 @ 1:30 PM
વાહ…સરસ ગદ્યકાવ્ય.
ખેતરના ખોળે ઉછરેલો કવિ જ માટી, બીજ, છોડની સંવેદનાને આત્મસાત કરીને કવિતામાં અભિવ્યકત કરી શકે.
પણ કવિએ તો એ બાબતને માનવજીવનની નિયતી સાથે જોડીને કવિતા રચી આપી છે જજે સાંગોપાંગ માનવસંબંધોને સમાજ સાથે જોડીને સાંપ્રત વાસ્તવિકતાને નિરૂપે છે. અન્યથા એ કૃષિવિષયક વૈજ્ઞાનિક માહિતીપ્રદ ગદ્યખંડ બની રહે જે મારાં અભ્યાસનો વિષય છે પરંતુ કવિએ એ સામગ્રી કાવ્યસર્જનમાં આબાદ રીતે ખપમાં લીધી છે.
કવિને અને આપને કૃતિ આસ્વાદમય બનાવવા માટે અભિનંદન.
gaurang thaker said,
March 5, 2022 @ 1:55 PM
ખૂબ સરસ કવિતા… આ કાવ્ય મને જુવાન દીકરીના પિતાની વ્યથા ચિંતાનું વધુ લાગ્યું.. જેમાં દાણાની વાવણી ઉછેર, માવજત અને દાણા ભરાય એટલે દીકરી જુવાન થતાં હરાયાં ઢોરની નજર જે અસામાજિક તત્વોની વાસનાની વાત કવિ કહે છે.. આ ચિંતાનો કોઈ ઉકેલ નથી ને તોય જીવન તો જીવવુ પડે છે…
excellent account of life reality thru a farm fac said,
March 5, 2022 @ 2:39 PM
fine
કિશોર બારોટ said,
March 5, 2022 @ 7:42 PM
અભિનંદનીય રચના. 👌
યોગેશ ગઢવી said,
March 5, 2022 @ 9:05 PM
કાવ્યનો પ્રવાહ જ એટલો મનોરમ્ય કે કવિતા તો સાર્થક્તા મેળવે જ છે સાથે સાથે અનેક સળવળતા જીવનને લગતા પ્રશ્નોને વાચા પણ ધરે છે અને જીવનના ગુઢ રહસ્યોને પણ ઉકેલે છે… વંદન🙏🏼
Kishor Soni said,
March 5, 2022 @ 9:12 PM
વાહ !! અદ્ભૂત રચના👌👌
Vimal Agravat said,
March 5, 2022 @ 9:12 PM
ખૂબ સરસ💐
MANISH Patel said,
March 5, 2022 @ 9:13 PM
Jordar rachna
Jaykumar Joshi said,
March 5, 2022 @ 9:18 PM
Very nice
ashwin anadani said,
March 5, 2022 @ 9:20 PM
GREAT.
VERY NICE…
Dangodara Devshibhai Bhimabhai said,
March 5, 2022 @ 9:21 PM
Excellent
જતીન પંચાલ said,
March 5, 2022 @ 9:24 PM
હંમેશા વાવણી કરનારની મહેનત ને લણણી કરનારા યાદ કરતા નથી ‘વાવે કોઈ ને લણે’ એ શિરસ્તો દુનિયાનો 🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾
Vakani paresh said,
March 5, 2022 @ 9:25 PM
વાહ ખૂબ જ સરસ
કિશનસિંહ પરમાર said,
March 5, 2022 @ 9:25 PM
સંવેદન સભર !
Pravin rathod said,
March 5, 2022 @ 9:25 PM
ખુબ જ સુંદર.
ગુરુદેવ પ્રજાપતિ said,
March 5, 2022 @ 9:28 PM
જીવન,ખેતર અને ખેતી એક સમાન ભાસે .
હરીશ દાસાણી.મુંબઈ said,
March 5, 2022 @ 9:50 PM
આ કવિતા અનેક અર્થઘટનની શક્યતાઓ તરફ તીર્યક ગતિએ આગળ વધતી જાય છે. વાવવું આ એક ક્રિયાપદ અહીં અનેક અર્થો,પ્રતીકો,સંદર્ભોના દરવાજા ખોલી દે છે. ખરેખર,આ કવિતા સંકેત અને સરળ ભાષાના અદ્ભુત અદ્ભુત સામંજસ્યથી ચિત્તાકર્ષક બની જાય છે.
ભરત ખેની said,
March 5, 2022 @ 10:16 PM
ખૂબ સરસ કાવ્ય સાહેબ…
ભરત ખેની said,
March 5, 2022 @ 10:17 PM
ખૂબ સુંદર કાવ્ય સાહેબ…
L k yadav said,
March 5, 2022 @ 10:31 PM
અદ્દભૂત 🌹🌹
મિનેશ પટેલ said,
March 5, 2022 @ 10:33 PM
ખૂબ સુંદર રચના, પ્રકૃતિ મય …
અજય મોરઝરિય said,
March 5, 2022 @ 10:41 PM
હૃદયસ્પર્શી રચના..જયંત…અભિનંદન
એક વખત વવાઈ ગયા પછી બચવું મુશ્કેલ…જીવનમાં કર્મોનું પણ એવું જ..
જયેન્દ્ર ઠાકર said,
March 5, 2022 @ 11:12 PM
એક વખત વવાઈ ગયા પછી
બચવું મુશ્કેલ હોય છે.
અને જીવી જવું તો એથીય જીવલેણ.
આ છે માનવ જિવનની કહાની! કર્મોના ફળ નો હિસાબ બધાને ચુકવવાનો હોય છે!
Kunal said,
March 5, 2022 @ 11:35 PM
વાહ…
Kusumben Jayeshbhai Nanavati said,
March 5, 2022 @ 11:50 PM
Khub sundar rachna shubhkamnaye Jayant sir kavi no atma barkarar chhe
Pratikkumar Babubhai Asodiya said,
March 6, 2022 @ 12:50 AM
સુંદર રચના, અદભૂત
Maheshchandra said,
March 6, 2022 @ 1:38 AM
સરસ રચના….
mayurdhvaj joshi said,
March 6, 2022 @ 4:22 AM
વાહ… ક્યા બાત હૈ.
ડો, આર.બી. સાંગાણી said,
March 6, 2022 @ 6:21 AM
બહુ મસ્ત, અદ્ભુત સંયોજન કાવ્ય તત્વ નુ
Subhash said,
March 6, 2022 @ 9:52 AM
Jakkas sirji
Pravin Ambariya said,
March 6, 2022 @ 10:00 AM
Vah sahebji
Yogesh Thakker said,
March 6, 2022 @ 10:11 AM
ઉત્તમ….
Ashokbhai delvadiya said,
March 6, 2022 @ 10:44 AM
જીવન એક ખેતી ખેતી કરવી તો લીંબુની બાકી તો બધું એમ જ કારણ લીંબુડી ના છાંયે બેસીને……..
જયેશભાઇ પટેલ said,
March 6, 2022 @ 10:51 AM
અદ્ભૂત રચના..ખેતી ને જીવન સાથે સરખામણી કરીને આહલાદક રસાસ્વાદ કરાવ્યો..અભિનંદન સાહેબશ્રી
Jagdish said,
March 6, 2022 @ 12:56 PM
Wah kavi khedut thai gaya! 😆..
Adbhut.. 👌👌👏
Bhumika Patel said,
March 6, 2022 @ 1:52 PM
વાહ….માનવજીવન સાથે વણાઈ ગયેલી રચના..👌👌
Chirag Thakkar said,
March 6, 2022 @ 5:57 PM
સુંદર અછાંદસ રચના. વવાઈ ગયા પછી ઊગવું જ પડે.
Pravin kukadiya said,
March 6, 2022 @ 6:17 PM
સરસ.
ધૂસરીએ જોડેલા ધુરિણ
છેલ્લેથી પાંચમી લીટી ‘દાણાં’ પર અનુસ્વાર નહીં આવે.
આ તો મિત્રભાવે નાનકડી ટકોર
Ravji gabani said,
March 6, 2022 @ 7:48 PM
જીવનની ખેતીની અનોખી અભિવ્યક્તિનું ગીત…
પ્રવીણભાઈ ધાંધલા said,
March 6, 2022 @ 8:05 PM
બીજ વાવણીની પ્રથમ શરત વસુંધરાનુ ભીંજાવું થી લઈને વાવણી કાર્યના આલેખનમાં કવિની સૂક્ષ્મ નિરીક્ષણ શક્તિનો પરિચય થાય છે
રોપાયા પછી બીજને અંતિમ લક્ષ સુધી પહોંચતા કેટ-કેટલી માનવ કાબુ આપત્તિથી બચવું પડે છે તે વર્ણનમાં કુદરતી આપત્તોનું વર્ણન કવિ સૂઝ પૂર્વક ટાળે છે બીજ યાત્રાને માનવ યાત્રા સાથે સાંકળવાનું કાર્ય કાબિલે દાદ છે
છેલ્લે “જીવી જવું તો એથી જીવલેણ” પંક્તિમાં કવિએ ભાવકની કલ્પના શક્તિને પાંખો આપી, વ્યંજના શક્તિનો સુપેરે પરિચય કરાવ્યો છે
જયંત ડાંગોદરા said,
March 7, 2022 @ 2:37 PM
લયસ્તરો પર મારી આ રચના મૂકીએ અનેક ભાવકો અને મિત્રો સુધી પહોંચાડવા માટે વિવેકભાઈ આપનો આભારી છું. મિત્રોએ આ રચના પર જે સ્નેહ વરસાવ્યો છે એ મારે મન પ્રેરક છે. ધન્યવાદ અને પ્રણામ.
Dr Sejal Desai said,
March 15, 2022 @ 9:24 PM
વાહ….ખૂબ સરસ અછાંદસ…કવિશ્રીને અભિનંદન…આભાર લયસ્તરો