આ વ્યક્તિ, આ ટોળું, આ શબ્દો, ધુમાડો,.
આ આંખો, આ દૃશ્યો ને ઊંડી કરાડો.
– નયન દેસાઈ

નૈં થાય…. – અનિલ ચાવડા

આનંદ પજવશે, ને ઉલ્લાસ સહન નૈં થાય,
એવી ય ઘડી ઘટશે કે શ્વાસ સહન નૈં થાય.

તું સૂર્ય સમી તારી સિદ્ધિ ન કહે એને;
ઘૂવડથી કદી સ્હેજે અજવાસ સહન નૈં થાય.

બહુ જોર કર્યું તો પણ એ શત્રુ નથી નમતો?
વિશ્વાસ મૂકી દેને, વિશ્વાસ સહન નૈં થાય.

છે માપ મુજબ ફળિયે તેથી જ વખાણે છે!
જો સ્હેજ વધુ ઊગશે તો ઘાસ સહન નૈં થાય.

મારી જ ભીતર રહીને ધબકે તું બીજા માટે?
નૈં થાય, હૃદય! આવો ઉપહાસ સહન નૈં થાય.

– અનિલ ચાવડા

4 Comments »

  1. pragnajuvyas said,

    February 15, 2022 @ 4:28 AM

    ધારદાર અભિવ્યક્તિ
    સ રસ મત્લા
    આનંદ પજવશે, ને ઉલ્લાસ સહન નૈં થાય,
    એવી ય ઘડી ઘટશે કે શ્વાસ સહન નૈં થાય.
    વાતે
    મ્હેકતો ગજરો હશે તારી લટોમાં ને અહીં –
    એ સ્થિતિ મારી હશે કે શ્વાસ પણ લેવાય નૈં
    અને મક્તા ના વિચારવમળે
    મારી જ ભીતર રહીને ધબકે તું બીજા માટે?
    નૈં થાય, હૃદય! આવો ઉપહાસ સહન નૈં થાય.
    યાદ આવે રિષભના શેર
    હુંય એ જાણું જ છું કે તું બધું જાણે જ છે,
    તુંય એ જાણે જ છે કે કંઈ બધું કહેવાય નૈં
    એટલી નાજુક છે તારી નિકટતા, કે તને-
    એ તૂટી જાવાના ડરથી સ્પર્શ પણ કંઈ થાય નૈં
    અને વિશ્વાસ મૂકી દેને વાતે
    બહુ જોર કર્યું તો પણ એ શત્રુ નથી નમતો?
    વિશ્વાસ મૂકી દેને, વિશ્વાસ સહન નૈં થાય.
    વાતે નવાજ દેવબંદીનો અદભુત શેર છે–
    ઉસ કે કત્લ પે મૈં ભી ચૂપ થા, મેરા નંબર અબ આયા,
    મેરે કત્લ પે આપ ભી ચૂપ હૈ, અગલા નંબર આપકા હૈ

  2. Nilesh Rana said,

    February 16, 2022 @ 7:47 AM

    સુન્દર રચના

  3. વિવેક said,

    February 16, 2022 @ 10:39 AM

    સુંદર ગઝલ

    છેલ્લો શેર લાજવાબ

  4. લતા હિરાણી said,

    February 20, 2022 @ 1:24 PM

    બહુ સરસ ગઝલ

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment