(ચૂંટેલા શેર) – વિકી ત્રિવેદી
ગઈ વખતની સરભરા એને બહુ સ્પર્શી હશે,
વેદના નહિતર ઉતાવળ આવવાની ના કરે.
બાળપણના હાથમાં છે જિંદગી તારું સુકાન,
આટલી ભૂલો ભલા મારી જવાની ના કરે.
*
છાંયડો આવી જશે તો બેસવાનું મન થશે,
મંજિલે પહોંચી જવા રસ્તે ધખારો જોઈએ.
*
અવકાશ ક્યાંથી મળશે ખુશી કે ઉમંગને?
જીવન તો સાચવે છે ન ગમતા પ્રસંગને.
અભરાઈથી લઈ ગઈ કાંટાળા ઝાડ પર,
દોરીની મિત્રતા પડી મોંઘી પતંગને.
મહેનતને પૂછવાના જે પ્રશ્નો હતા વિકી,
પૂછી રહ્યો છે એ બધું વીંટીના નંગને!
*
પામવાની તો હજારો રીત તે આપી પ્રભુ,
એ ન કીધું કેવી રીતે ત્યાગવાનું હોય છે.
હે પ્રભુ! બસ એટલું કર કે એ લોકો હોય ખુશ,
મારે જેને ‘કેમ છો’ એમ પૂછવાનું હોય છે.
– વિકી ત્રિવેદી
આ વખતે કવિની આખી રચના પૉસ્ટ કરવાના બદલે કવિની ચાર ગઝલોમાંથી દિલને સ્પર્શી ગયેલ થોડા પસંદગીના શેર ટાંકવાનું મન થાય છે, જેથી કવિની રેન્જનો સાક્ષાત્કાર થાય. ચાર ગઝલના આઠ શેર. દરેક પહેલી નજરે સમજાઈ જાય એવી સરળ સહજ બાનીમાં લખાયેલા છે, પણ બીજી નજર કરશો તો દિલમાંથી આહ અને વાહ એકસાથે નીકળી જશે અને ત્રીજી નજર કરશો તો પ્રેમમાં પડી જવાની ગેરંટી…
ડૉ. મનોજ જોશી 'મન' (જામનગર) said,
April 8, 2022 @ 12:47 PM
અદ્ભૂત ❤️❤️❤️
Thanks વિવેકભાઈ 🌹🌹🙏🏻
Shah Raxa said,
April 8, 2022 @ 1:35 PM
વાહ..વાહ…બધા શેર ખૂબ ખૂબ સરસ…અભિનંદન
Sureshkumar Vithalani said,
April 9, 2022 @ 5:01 AM
શ્રી વિક્કી ત્રિવેદી ખૂબ સુંદર ગઝલો લખે છે. ખૂબ જ પ્એરતિભાશાળી કવિ છે.મનું ભવિષ્ય ઉજ્જવળ છે. એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
જયેન્દ્ર ઠાકર said,
April 9, 2022 @ 7:40 AM
સરસ! મજા પડી.
Varij Luhar said,
April 9, 2022 @ 12:24 PM
વાહ વાહ ખૂબ સરસ શેર
pragnajuvyas said,
April 9, 2022 @ 6:33 PM
કવિ શ્રી વિકી ત્રિવેદીના શેરનુ સુંદર સંકલન
ડૉ વિવેકદ્વારા સ રસ આસ્વાદ
Vineschandra Chhotai 🕉 said,
April 11, 2022 @ 12:15 PM
અભિનંદન બહુજ સરસ
રજૂઆત આનંદની સાથે સાથે આ કવિ
બહુજ સુંદર રચના કરી રહ્યા છે
Asif Khan said,
April 12, 2022 @ 9:54 AM
વાહ વાહ
ખૂબ સરસ
Rohit Kapadia said,
April 22, 2022 @ 7:28 AM
પ્રથમ શેર ખૂબ જ સુંદર. દુઃખને આંસુને બદલે સ્મિતથી વધાવ્યું, ગળે લગાડયું અને આ આવકાર એને ગમતાં એ ફરી ફરીને મને મળવા આવવા લાગ્યું. ઘણાં ની જિંદગીની આ વાસ્તવિકતા ને બે પંક્તિમાં અસરકારક રીતે રજૂ કરી છે. ધન્યવાદ.
Shriya said,
May 18, 2022 @ 4:52 AM
વાહ વાહ
ખૂબ સરસ!! પામવાની તો હજારો રીત તે આપી પ્રભુ,
એ ન કીધું કેવી રીતે ત્યાગવાનું હોય છે.
હે પ્રભુ! બસ એટલું કર કે એ લોકો હોય ખુશ,
મારે જેને ‘કેમ છો’ એમ પૂછવાનું હોય છે.