જીવન રમકડું છે – વિકી ત્રિવેદી
પ્રથમ એ જાણવું છે કે આ મન કેવું બટકણું છે,
પછી એના ગજા મુજબ વજન લઈને ભટકવું છે.
યુવાની-બાળપણ વચ્ચે તફાવત આટલો જોયો-
હતું જીવન રમકડામાં, હવે જીવન રમકડું છે!
સમંદર વિફર્યો તો એમને હું યાદ આવી ગ્યો,
મને કહેતા હતા જેઓ કે તું તો બસ, તણખલું છે.
પ્રભુ! મેં કેવી કેવી જંગ જોઈ એ તું જાણે છે,
આ દુનિયાને કહી દે, એ કરે છે એ છમકલું છે.
જે આવે છે એ મોટાભાગે પડતા હોય છે નીચે,
શું આ મારી નજરનું આંગણું એવું લપસણું છે?
તને જોશે તો એ ભાગી જશે, તું ચાલ આથમણો,
આ પૃથ્વી ગોળ છે સમજ્યો, ભલે ને સુખ ઉગમણું છે.
જરા ચાલું અને સાલું, મને એ ખૂંચવા લાગે,
જીવન જાણે વગર માપે બનાવેલું પગરખું છે.
ન દુઃખનું દુઃખ, ન સુખનું સુખ, ન કોઈ પ્રેમ કે નફરત,
નવાઈ છે ‘વિકી’ તો પણ હજુ આ દિલ ધબકતું છે!
– વિકી ત્રિવેદી
સરસ મજાની ગઝલ. મન ઊઠાવી ન શકે એટલો બોજ વેંઢારી વેંઢારીને આપણે સહુ અકાળે તૂટી-ઝૂકી-હારી જતાં હોઈએ છીએ. પણ સમજુ માણસ એ જ કે પહેલાં મનની ક્ષમતાનો તાગ મેળવી લે અને પછી માફકસરનો બોજો લઈને જ દુનિયામાં ભટકવા નીકળે. રમકડાંવાળો શેર તો હાંસિલે-ગઝલ થયો છે. ઈશ્વરને સંબોધીને દુનિયાને સંભળાવવામાં આવેલી વાત કવિની પોતાની આપવીતી છે. ભલભલાની છાતીનાં પાટિયાં બેસી જાય જીવનના દારૂણતમ સંજોગોનો માર વેઠીનેય અડીખમ રહી સ્વબળે આગળ આવેલ માણસ જ આ શેર કહી શકે. વગર માપે બનેલ પગરખું પહેરવાથી જે તકલીફ થાય એની વાત જિંદગીના ઉપલક્ષમાં કરતો શેર પણ ખૂબ મજબૂત થયો છે. લખાયેલ બધા જ શેર પ્રગટ કરવા બાબત થોડી તાકીદ કેળવી શકાય તો આ ગઝલકાર ટૂંકા સમયમાં કાઠુ કાઢવાની ક્ષમતા ધરાવે છે. સ્નેહકામનાઓ…
Varij Luhar said,
February 4, 2022 @ 11:21 AM
સરસ ગઝલ અને આસ્વાદ
Aasifkhan said,
February 4, 2022 @ 11:21 AM
વાહ વાહ ખૂબ સરસ ગઝલ
જય કાંટવાલા said,
February 4, 2022 @ 11:43 AM
વાહ…..વાહ….બહોત ખૂબ
ઈશ્વર ચૌધરી ઉડાન said,
February 4, 2022 @ 11:51 AM
વાહ કવિ વાહ સુંદર રચના
DILIPKUMAR CHAVDA said,
February 4, 2022 @ 11:54 AM
વાહ મજાની નાવીન્ય સભર ગઝલ..
Poonam said,
February 4, 2022 @ 12:06 PM
યુવાની-બાળપણ વચ્ચે તફાવત આટલો જોયો-
હતું જીવન રમકડામાં, હવે જીવન રમકડું છે! Waah ramilo…
– વિકી ત્રિવેદી –
Parbatkumar Nayi said,
February 4, 2022 @ 12:20 PM
વાહ
વાહ
ખૂબ સરસ ગઝલ
મજાનો આસ્વાદ
શુભેચ્છાઓ વિકી
Kajal kanjiya said,
February 4, 2022 @ 12:47 PM
ખૂબ સરસ મજાની ગઝલ
ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ વિકીભાઈ ઘણી ખમ્મા
ખૂબ સુંદર આસ્વાદ 😊
preetam lakhlani said,
February 4, 2022 @ 12:49 PM
ખૂબ સરસ ગઝલ
મજાનો આસ્વાદ
Nehal said,
February 4, 2022 @ 2:12 PM
વાહ, ખૂબ સરસ ગઝલ. કવિને શુભેચ્છાઓ.
લલિત ત્રિવેદી said,
February 4, 2022 @ 2:13 PM
વાહ વાહ
હરીશ દાસાણી.મુંબઈ said,
February 4, 2022 @ 4:34 PM
વક્રોકિત,કટાક્ષ,ચમત્કૃતિ,અભિવ્યકિત નાવીન્ય વગેરે દરેક દ્રષ્ટિએ આ ગઝલ આસ્વાદ્ય બની છે.
કમલ પાલનપુરી said,
February 4, 2022 @ 5:37 PM
વાહહહહ
ખૂબસરસ
સરસ રચના
સુનીલ શાહ said,
February 4, 2022 @ 7:24 PM
મજાની અભિવ્યક્તિ
Praful Patel said,
February 4, 2022 @ 8:06 PM
Congratulations……
saryu parikhs said,
February 4, 2022 @ 8:19 PM
વાહ્!!! ખૂબ સરસ.
સરયૂ પરીખ
pragnajuvyas said,
February 4, 2022 @ 9:33 PM
ખૂબ સુંદર ગઝલ
ખૂબ સ રસ આસ્વાદ
પ્રથમ એ જાણવું છે કે આ મન કેવું બટકણું છે,
પછી એના ગજા મુજબ વજન લઈને ભટકવું છે.
મન અંગે મજાનો મત્લા
મનનો સ્વભાવ મા બસ, વિચારવું. વિચારવાનું કાર્ય થતું હોય એટલે જાણવું કે અત્યારે મન ચાલી રહ્યું છે. વિચારવા સિવાય બીજું કોઈ કામ મનનું નથી. પશ્ચાત્તાપેય એનું કામ નથી. પસ્તાવો કરવાનું કામ એનું નથી, ખાલી વિચારવાનું. અત્યારે વિચારની ભૂમિકામાં હોય, વિચારનું ગૂંચળું એનું નામ મન. અને મન તો બિચારું ભોળું, મહીં એકલું ગૂંચાળા વાળ્યા કરે, એટલું જ છે. આ ફોડ નથી પડે એવો. તેથી જ જગત આખું ગૂંચાયું છે. એ અંગે દરેક શેર સુંદર તેમા મક્તાનો શેર
ન દુઃખનું દુઃખ, ન સુખનું સુખ, ન કોઈ પ્રેમ કે નફરત,
નવાઈ છે ‘વિકી’ તો પણ હજુ આ દિલ ધબકતું છે!!
અદભુત શેર યાદ આપે
कबिरा खड़ा बजार में मांगे सब की खैर । ना काहू से दोस्ती न काहू से वैर ॥
हम बन्दे है प्रेम के, मांगे सबकी खैर! अपनी सबसे दोस्ती नहीं किसी से वैर !
મયૂર કોલડિયા said,
February 4, 2022 @ 9:42 PM
ખૂબ સરસ ગઝલ…. કવિને અભિનંદન…
જયેન્દ્ર ઠાકર said,
February 5, 2022 @ 1:16 AM
સરસ ગઝલ છે!!
યુવાની-બાળપણ વચ્ચે તફાવત આટલો જોયો-
હતું જીવન રમકડામાં, હવે જીવન રમકડું છે!….આ શેર દાદ માગેછે!
આસ્વાદ પણ મઝાનો છે.
Sunil Rachani said,
February 6, 2022 @ 1:16 PM
સુંદર ગઝલ!
સરસ આસ્વાદ!
સુનીલ રાચાણી
વડોદરા
nitin raval said,
February 9, 2022 @ 2:47 PM
waah waah
Lata Hirani said,
February 11, 2022 @ 10:36 PM
સરસ ગજ્હલ