(મારા જ ઘરમાં) – ચંદ્રેશ મકવાણા
શોધ મારી ચાલતી આખ્ખા નગ૨માં,
ને થયો છું કેદ હું મારા જ ઘરમાં.
એ કમળમાં બંધ ને હું પાંપણોમાં,
એટલો છે ભેદ મારા ને ભ્રમરમાં.
આખરે ખેંચી લીધી તલવા૨ મેં પણ,
ક્યાં સુધી જીવ્યા કરું ડ૨માંને ડરમાં?
સ્હેજ કંપન આવતાવેંત જ નજરમાં
એમણે મૂકી દીધો ક૨ મારા ક૨માં.
ગીરવે મૂકીને પડછાયોય અંતે,
નીકળ્યો ‘નારાજ’ વણથંભી સફરમાં.
– ચંદ્રેશ મકવાણા
સરસ મજાની ગઝલ. ભમરાવાળો શેર શિરમોર.
હરીશ દાસાણી. said,
January 27, 2022 @ 4:21 PM
સરસ ગઝલ. દરેક શેર ગમી જાય તેવો.
pragnajuvyas said,
January 27, 2022 @ 9:14 PM
–
સરસ મજાની ગઝલ…
બધા જ શેર મજાના છે
પણ
મત્લા અને મક્તા શેર સ-વિશેષ ધ્યાન માંગી લે એવા.
Jay Thakar said,
January 28, 2022 @ 8:59 AM
The following comment is not about this post, but is about some connection to poetry and hope that admin may tolerate this effort:
Kajal kanjiya said,
January 28, 2022 @ 11:49 AM
ખરેખર ખૂબ મજાની ગઝલ
અભિનંદન ચંદ્રેશભાઈ