હવે પચાસ વટી આપ વનમાં આવ્યા છો,
હવે ત્યજી દો આ આંબાઓ ગણવું આમ્રવને.
- વિવેક મનહર ટેલર

એ ધારજે – અંકિત ત્રિવેદી

ચાહવાથી જે કશું આગળ હશે એ ધા૨જે,
પામવાથી જે કશું આગળ હશે એ ધારજે.

આપણે પહોંચી ગયાની રાહ જોવે છે સમય,
આવવાથી જે કશું આગળ હશે એ ધારજે.

હીંચકે એમ જ નથી બેસી અને ઝૂલી રહ્યાં,
ચાલવાથી જે કશું આગળ હશે એ ધારજે.

તું ખુમારીને કહી દેજે મને પૂછ્યા વગર,
ધા૨વાથી જે કશું આગળ હશે એ ધારજે.

તું કહે છે રાતભર ઊંઘ્યો નથી એવું નથી,
જાગવાથી જે કશું આગળ હશે એ ધારજે.

– અંકિત ત્રિવેદી

સરળ સહજસાધ્ય ગઝલ… સાદી ભાસતી વાતને આગળ ઉપર ધારવાનું આહ્વાન આપતી રદીફ વાતને વધુ વળ ચડાવી આપે છે…

5 Comments »

  1. Harihar Shukla said,

    January 15, 2022 @ 5:15 PM

    હશે કે હશે? એ ધારજે, ધારવાની પ્રક્રિયામાંથી સડસડાટ પસાર થઈ જતી સરળ પણ અદભૂત ગઝલ👌

  2. Harihar Shukla said,

    January 15, 2022 @ 5:17 PM

    જે હશે એની ધારણા બાંધવાનું આમંત્રણ 👌

  3. pragnajuvyas said,

    January 15, 2022 @ 6:33 PM

    અંકિત ત્રિવેદી , પોતે જે છટાથી કોઈ પણ ગઝલ રજૂ કરે છે
    ત્યારે એમને સાંભળવાનો લ્હાવો અદભૂત હોય છે
    ચાહવાથી જે કશું આગળ હશે એ ધા૨જે,
    પામવાથી જે કશું આગળ હશે એ ધારજે.
    વાહ
    કેવી સરળ ને સત્ય અભિવ્યક્તિ!!
    આમ તો આખી ગઝલ સારી છે, પણ હું પહેલા શેરથી આગળ નહીં વધું.
    વાત છે શક્યતાને સાંધવાની અને પ્રતીક છે ધા૨જે,
    ડૉ વિવેકના આસ્વાદ -‘રદીફ વાતને વધુ વળ ચડાવી આપે છે ‘
    વાત અનુભવાય છે

  4. JASHU MEHTA said,

    January 15, 2022 @ 6:45 PM

    લખવાથિ જે કશુઆગળ હશે તે તું ધારજે
    ગમવાથી જે કશુઆગળ હશે એ ધારજે

  5. Nilesh Rana said,

    January 16, 2022 @ 12:29 AM

    સરસ ગઝલ

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment