ચોમાસુ બેઠું,
ને ઉપરથી સળવળતું સત્તરમું બેઠું છે કાંખમાં,
હવે સપનાનો ઉત્સવ છે આંખમાં.
– મયૂર કોલડિયા

(બોલ ને!) – અંજના ગોસ્વામી ‘અંજુમ આનંદ’

કેમ આજે ચૂપ છે કંઈ બોલ ને!
છે ધુમાડો ખૂબ, બારી ખોલ ને.

ટેક મૂકી છે કોઈની યાદની,
તું સ્મરણનું જૂનું શ્રીફળ છોલ ને.

હોય શંકા જો જરા પણ ન્યાયમાં,
ત્રાજવે તું કર્મ તારાં તોલ ને.

જે મિલનનો કેફ આપ્યો તેં મને,
એ નશામાં સાથે તું પણ ડોલ ને.

મેં ઉદાસીને વળાવી આખરે,
ના રડું દુઃખના વગાડી ઢોલ ને.

– અંજના ગોસ્વામી ‘અંજુમ આનંદ’

ચુસ્ત કાફિયા સાથે આખા વાક્યનો કાકુ બદલી નાંખતી એકાક્ષરી ‘ને’ રદીફ તંતોતંત નિભાવાઈ હોવાથી સહજ સરળ ભાષામાં એક સ-રસ મજાની ગઝલ આપણને સાંપડે છે.

નવી વાત ન હોવા છતાં સબળ રજૂઆતના જોર પર રચાયેલ મત્લા તો આફરીન પોકારાવે એવો. બાકીના શેરો પણ આસ્વાદ્ય થયા છે…

8 Comments »

  1. ડૉ . રાજુ પ્રજાપતિ said,

    January 21, 2022 @ 12:17 PM

    સરળ .. સુંદર … સહજ .. રચના .. અભિનંદન અંજનાબેન ..

  2. અંજના ગોસ્વામી said,

    January 21, 2022 @ 12:23 PM

    ખૂબ ખૂબ આભાર આપનો…

  3. દીપલ ઉપાધ્યાય ફોરમ said,

    January 21, 2022 @ 12:41 PM

    ખૂબ સરસ રચના…👍🏻
    વિવેકભાઈ great 👋👋👋👌🏻

  4. Kajal kanjiya said,

    January 21, 2022 @ 2:07 PM

    ખૂબ સરસ ગઝલ
    કવયિત્રી અંજના ગૌસ્વામીને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ 💐

  5. Pravin Shah said,

    January 21, 2022 @ 4:00 PM

    ખૂબ સરસ !

    અમે તો ડોલી ઉથ્યા !
    ના કહેશો,- ડોલ ને !

  6. pragnajuvyas said,

    January 21, 2022 @ 9:56 PM

    અંજના ગોસ્વામી ‘અંજુમ આનંદ’ ખૂબ સુંદર ગઝલ
    ડૉ વિવેકનો સ રસ આસ્વાદ

  7. Dharmesh Raval said,

    January 22, 2022 @ 10:50 AM

    પહેલો શેર – ઠીક ઠીક 
    બીજો – મને શેર જ નથી સમજાયો – શ્રીફળ છોલવાની ટેક કોણ રાખે.. વધેરવાની રાખે છે એ જ સાંભળ્યું છે 
    ત્રીજો શેર પણ નથી સમજાય એવો – ન્યાયમાં શંકા હોય તો – ખુદના કર્મોને ત્રાજવે તોલવાનું શા માટે કહે છે ?
    ચોથો શેર – ઠીક ઠીક 
    પાંચમો શેર – નીચેની પંક્તિમાં વાક્ય રચના ખટકે એવી છે – ગઝલની ભાષા ન લાગી 
    એકંદરે – ગઝલની વ્યાખ્યામાં સમાવિષ્ટ કરવી હોય તો મુશ્કેલ પડે એવી રચના કહેવાય 

  8. Poonam said,

    January 23, 2022 @ 12:31 PM

    હોય શંકા જો જરા પણ ન્યાયમાં,
    ત્રાજવે તું કર્મ તારાં તોલ ને… ♻️

    મેં ઉદાસીને વળાવી આખરે,
    ના રડું દુઃખના વગાડી ઢોલ ને… Je baat

    – અંજના ગોસ્વામી ‘અંજુમ આનંદ’ 👍🏻

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment