આમેય વિતાવવાની છે રાત સરોવરમાં,
તો ચાલ કમલદલમાં આ રાત ફસી જઇએ.
– રાજેન્દ્ર શુકલ

(અદાવત નથી, હોં!) – ડૉ. દક્ષેશ ઠાકર

જરા જેટલી પણ બગાવત નથી, હોં!
ખુદા સાથે મારે અદાવત નથી, હોં!

ભલેને કર્યો ના કદી ન્યાય એણે,
છતાં એના માટે શિકાયત નથી, હોં!

તમે કોઈનાં આંસુ લૂછી શકો તો,
કોઈ એના જેવી ઇબાદત નથી, હોં!

ગમે તેટલા ચાંદ નખરા કરે, પણ
નથી, તારા જેવી નજાકત નથી, હોં!

હતો એ સમય ને હતી કેવી દુનિયા!
હવે માણસોમાં શરાફત નથી, હોં!

– ડૉ. દક્ષેશ ઠાકર

દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના બાહોશતમ કુલપતિ તરીકે અને અનેક પુસ્તકોના લેખક-સંપાદક તરીકે આપણે સહુ એમને ઓળખીએ છીએ. એમની ગતિ અને પ્રગતિ જોઈએ તો ઓત્તારીની જ બોલાઈ જાય! જુઓ તો, ગઝલની દુનિયામાં એમણે હજી તો પહેલું પગલું જ મૂક્યું હતું ને એક જ વરસમાં તો ગઝલસંગ્રહ પણ હાજર થઈ ગયો… નામ પણ ‘ઓત્તારીની’ જ! લયસ્તરો પર કવિનું અને ગઝલસંગ્રહનું સહૃદય સ્વાગત કરીએ છીએ અને સંગ્રહમાંથી એક મજાની રચના રજૂ કરીએ છીએ…

29 Comments »

  1. Aasifkhan said,

    January 6, 2022 @ 11:38 AM

    Vaah
    Khub srs

  2. Janki said,

    January 6, 2022 @ 11:39 AM

    ઓત્તારીની…. મસ્ત ગઝલ…

    ગમે તેટલા ચાંદ નખરા કરે,પણ
    નથી,તારા જેવી નજાકત નથી,હોં!
    અદ્દભૂત શેર. અભિનંદન..

    આખી ગઝલ માણવાની મજા પડી ગઈ..
    આભાર કવિ….

  3. Jagdip said,

    January 6, 2022 @ 11:43 AM

    સરળ, સહજ, સુંદર, સક્ષમ ……
    મજા આવી ગઈ….

  4. Kajal kanjiya said,

    January 6, 2022 @ 12:09 PM

    ખૂબ સરસ

  5. Mayur Saraiya said,

    January 6, 2022 @ 12:21 PM

    ખૂબ સરસ…
    હતો એ સમય ને હતી કેવી દુનિયા!
    હવે માણસોમાં શરાફત નથી, હોં!

  6. DILIPKUMAR CHAVDA said,

    January 6, 2022 @ 12:41 PM

    વાહ નકરી મોજ બાકી હો

  7. Bhrukuti shah said,

    January 6, 2022 @ 12:42 PM

    ગઝલ સંગ્રહ nu naam vanchataaj WAH !! bolaayee gayu અને જ્યારે vanchavanu શરૂ kerryu pachhi to puchhavuj શું
    Kadaach 3–5 times vanchavanu over & over again
    Koyee in પણ ના જણાતા વ્યક્તિ (મારા જેવા ) પણ aa vaanchiya pachhi ગઝલ ના પ્રેમ માં પડી જાય
    અતિ sunder

  8. Harihar Shukla said,

    January 6, 2022 @ 12:44 PM

    ઓહો, શું નજાકત ગઝલની!

  9. ડો.મહેશ રાવલ said,

    January 6, 2022 @ 12:47 PM

    વાહ… સશકત રદીફની નજીકતસભર માવજતની ગઝલ👌🏽
    કવિશ્રીને એમના પ્રથમ ગઝલ સંગ્રહ બદલ,ગઝલપૂર્વક અભિનંદન અને વંદન

  10. ડો..મહેશ રાવલ said,

    January 6, 2022 @ 12:54 PM

    નજીકત@નજાકત, સુધારીને વાંચશો Please !

  11. ડો. સ્નેહલ જોષી said,

    January 6, 2022 @ 12:59 PM

    વાહ, ખૂબ સરસ રચના…
    શબ્દોની સાથે ની રમત … મજા પડી ગઈ..

  12. Dipak Raval said,

    January 6, 2022 @ 1:00 PM

    દક્ષેશભાઈ એ કુલપતિની અનેક જવાબદારીઓ વચ્ચે એમની સર્જકતા સુકાવા ન દીધી એ એમની સિદ્ધિ છે. સુરતની સાહિત્યિક આબોહવાનો પણ એમાં ફાળો. લખતા રહો કવિ, આગળ વધતા રહો. શુભેચ્છાઓ

  13. Guman said,

    January 6, 2022 @ 2:03 PM

    સારી ગઝલ પણ ચાંદ વાળો શેર અદભુત

  14. બિપીન શાહ said,

    January 6, 2022 @ 2:29 PM

    ઓત્તરીની ..અદભુત ગઝલ સંગ્રહ. મજો મજો આવી ગયો.

  15. Taral said,

    January 6, 2022 @ 2:50 PM

    Very nice and meaningful.

  16. કામેશ શાહ said,

    January 6, 2022 @ 3:11 PM

    ખુબ સરસ…આપ કંઈપણ લખો… અથવા…વક્તા તરીકે..બોલો…બસ સાંભળ્યા જ કરવા ની ઈચ્છા થયા કરે…!!..આપને સાંભળવો એ વારંવાર નો લાહવોજ છે.. અને આ લાહવો અમને મળ્યા કરે છે એનો આનંદ છે..

  17. B s mori said,

    January 6, 2022 @ 4:16 PM

    Very nice sir

  18. ગૌરાંગ ઠાકર said,

    January 6, 2022 @ 5:22 PM

    વાહ વાહ કવિ… સરસ ગઝલ

  19. Poonam said,

    January 6, 2022 @ 5:54 PM

    તમે કોઈનાં આંસુ લૂછી શકો તો,
    કોઈ એના જેવી ઇબાદત નથી, હોં!
    – ડૉ. દક્ષેશ ઠાકર – Sanaatan Satya…

  20. Mukesh said,

    January 6, 2022 @ 6:05 PM

    Benamoon !!

  21. Parbatkumar said,

    January 6, 2022 @ 8:07 PM

    વાહ વાહ
    મજાની ગઝલ

  22. Bhavesh Thakar said,

    January 6, 2022 @ 8:39 PM

    વાહ‌વાહ

  23. Dilip Patel, from HNGU Patan said,

    January 6, 2022 @ 10:24 PM

    સર્જકનો મિજાજ તેની શબ્દ સાધનામાં આવી જ જાય.જેવું અહીં થયું છે.દક્ષેશભાઈનું વ્યક્તિગત જીવન પણ આવાજ મિજાજથી એ જીવે છે.કાવ્ય ઉર્જા આપનાર, હિંમત વધારનાર ને અલ્લડ પણાનો ત્રિવેણી સંગમ…સલામ..

  24. pragnajuvyas said,

    January 7, 2022 @ 6:51 AM

    ખૂબ સરસ ગઝલ
    તમે કોઈનાં આંસુ લૂછી શકો તો,
    કોઈ એના જેવી ઇબાદત નથી, હોં!
    વાહ્

  25. જયેન્દ્ર ઠાકર said,

    January 7, 2022 @ 7:10 AM

    સરસ, સરસ, ખુબજ સરસ!

    ગમે તેટલા ચાંદ નખરા કરે, પણ
    નથી, તારા જેવી નજાકત નથી, હોં!
    તારાના ત્રણ અર્થોમાં ત્રિવેણી સંગમ થયો!

  26. Savjibhai Hun said,

    January 7, 2022 @ 11:52 PM

    ખુબ સરસ્

  27. સુરેશકુમાર વિઠલાણી said,

    January 10, 2022 @ 1:04 AM

    બહુ જ સુંદર ગઝલ.

  28. Rohit Kapadia said,

    January 17, 2022 @ 3:48 PM

    ખૂબ જ સુંદર રચના. કોઈની આપના
    આસુ લૂછવા થી વધુ શ્રેષ્ઠ પૂજા હોય જ
    ન શકે.

  29. Rohit Kapadia said,

    January 17, 2022 @ 3:48 PM

    ખૂબ જ સુંદર રચના. કોઈની આખના
    આસુ લૂછવા થી વધુ શ્રેષ્ઠ પૂજા હોય જ
    ન શકે.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment