હું “આઇ લવ યુ” બોલું, દિલ લાખવાર ખોલું, લાગે છે તોય પોલું,
સંબંધમાંથી જાણે દોરા સરી ગયા છે, બંધન રહી ગયા છે.
વિવેક મનહર ટેલર

मेहरबाँ हो के बुला लो मुझे चाहो जिस वक़्त – મિર્ઝા ગાલિબ

मेहरबाँ हो के बुला लो मुझे चाहो जिस वक़्त
मैं गया वक़्त नहीं हूँ कि फिर आ भी न सकूँ

ગઝલસમ્રાટ ગાલિબનો આજે જન્મદિન છે. એમની પ્રતિભાની વાત કરવી એ સૂર્યને દીવો ધરવા સમાન છે. આ ગઝલનો મક્તો જગમશહૂર છે. આ એક જ શેર કહેતે તો પણ ગાલિબ અમર થઈ ગયા હોત… આખી ગઝલ એક પ્રકારની વક્રોક્તિમાં કહેવાઈ છે, જે ઉસ્તાદની ખાસિયત છે.

ज़ोफ़ में ताना-ए-अग़्यार का शिकवा क्या है
बात कुछ सर तो नहीं है कि उठा भी न सकूँ

નબળા સમયમાં પરજનના ટોણાંની ફરિયાદ કેમ વળી ? વાત એ કંઈ માથું તો નથી કે જે ઊંચકી પણ ન શકું !! અર્થાત – મારા ખરાબ સમયમાં પરાયાના ટોણાં તો હું માથે ઝીલી લઈશ, એ ટોણાં કંઈ વિદ્રોહમાં ઉઠનારું મસ્તક તો નથી કે જે હું કદી ઉઠાવી જ ન શકું !! – કલાકારી જુઓ શબ્દોની !!! વાહ…

ज़हर मिलता ही नहीं मुझ को सितमगर वर्ना
क्या क़सम है तिरे मिलने की कि खा भी न सकूँ

ક્યાંક ઝેર મળી જાય તો તે ખુશીખુશી ખાઈ લઉં ઓ સિતમગર, પણ ઝેર કશે મળતું જ નથી. ઝેર એ કંઈ તારા મળવાની કસમ થોડી જ છે કે જે ખાઈ પણ ન શકું ? – અર્થાત – તું તો મળવાની છે જ નહીં…..

इस क़दर ज़ब्त कहाँ है कभी आ भी न सकूँ
सितम इतना तो न कीजे कि उठा भी न सकूँ

એવો જબરદસ્ત જાત ઉપર કાબૂ તો છે જ નહીં કે કદી આવું જ નહીં. એટલો સિતમ ન કરો કે ઉઠાવવો શક્ય જ ન રહે – નહીંતર પછી ખરેખર કદી નહીં આવું…..

लग गई आग अगर घर को तो अंदेशा क्या
शो’ला-ए-दिल तो नहीं है कि बुझा भी न सकूँ

ઘર સળગી ગયું તો ભય કેવો ? – એ તો બુઝાવી દઈશ. હ્ર્દયની આગ તો નથી કે જે બૂઝાવી જ ન શકું !!

तुम न आओगे तो मरने की हैं सौ तदबीरें
मौत कुछ तुम तो नहीं हो कि बुला भी न सकूँ

તું નહીં આવે તો મારી પાસે મરવાની સેંકડો તરકીબો છે, મોતને બોલાવવું સહેલું છે – મોત કંઈ તુજસમાન થોડું જ છે ? અદભૂત વક્રોક્તિ !!! વાહ વાહ….

हँस के बुलवाइए मिट जाएगा सब दिल का गिला
क्या तसव्वुर है तुम्हारा कि मिटा भी न सकूँ

મુસ્કુરાહટ સાથે બોલાવશો તો દિલની બધી શિકાયત મટી જશે. હૃદયની ફરિયાદો એ કંઈ તારા ખ્યાલો નથી કે જે મિટાવી જ ન શકાય…..

– મિર્ઝા ગાલિબ

સદીઓમાં એક ગાલિબ પાકે !!!

4 Comments »

  1. જયેન્દ્ર ઠાકર said,

    December 27, 2021 @ 10:13 PM

    हज़ारों साल नरगिस अपनी बेनूरी पे रोती है
    बड़ी मुश्किल से होता है चमन में दीदावर पैदा
    -अल्लामा इक़बाल

  2. pragnajuvyas said,

    December 28, 2021 @ 3:11 AM

    આજે ઉર્દુ-પર્શિયનના મહાનતમ અને લોકપ્રિય કવિ મિર્ઝા ગાલિબનો જન્મ તારીખ ૨૭ ડિસે.! અમારી સ્મરણાંજલી
    મિર્ઝા ગાલિબ સાહેબના દરેક શેર અદભુત છે.મને આ ગઝલના ત્રણ શેર વધુ ગમે છે.
    મહેરબાન થઈને મને કોઇપણ વખતે બોલાવો…. હું કંઈ વીતી ગયેલો સમય નથી કે પાછો આવી ન શકું.
    દારુણ દુર્દશામાં દુશ્મનના વ્યંગબાણોની શું ફરિયાદ કરવી !! હું કોઈક વાત ઉઠાવીશ અને દુશ્મનોના વ્યંગબાણોનો શિકાર બની જઈશ એ ડરે વાત જ ન ઉઠાવવી એ કેટલુંક યોગ્ય છે ? વાત એ કંઈ માથું તો નથી જ કે જે હું ઉઠાવી ન શકું !
    ઝેર મળતું નથી મને ઓ નિર્દય ! …..નહિતર એ કઈ તારા મળવાના સોગંદ છે કે જે ખાઈ પણ ન શકું !!
    કેટલા સરળ પણ રજુ કરવાની રીત બળકટ છે.
    ડૉ તીર્થેશ કહે છે તે પ્રમાણે વક્રોક્તિમાં આ કહેવાઈ છે.વક્રવાણીના એક જ તીરથી અનેક નિશાન નિપુણતાપૂર્વક સાધે ! ગાલિબ સાહેબે પોતે કહ્યું તે પ્રમાણે અંદાઝે બયાં ઔર ! તેઓના બયાનમાં અરબી અને ફારસીની છાંટ હોય છે. તેઓ અરબી રૂપક વાપરે છે તેઓની બુદ્ધિપ્રતિભા સાથે દર્શનનું ઊંડાણ ઉમેરાય છે.
    ખૂબ ગમતા થોડા શેર
    મૈ નાદાન થા જો વફા કો તલાશ કરતા રહા ગાલીબ,
    યહ ન સોચા કી એક દિન અપની સાંસ ભી બેવફા હો”

    “બે-વજહ નહિ રોતા ઈશ્ક મૈ કોઈ ગાલીબ,
    જિસે ખુદ સે બઢકર ચાહો વો રુલાતા જરૂર હૈ”

    “હમ કો માલુમ હૈ જન્નત કી હકીકત લેકિન;
    દિલ કો ખુશ રખને કો ગાલીબ યહ ખયાલ અચ્છા હૈ”

    “તેરી દુઆઓ મૈ અસર હો તો મસ્જીદ કો હિલા કે દિખા,
    નહિ તો દો ઘુટ પી ઔર મસ્જીદ કો હિલતા દેખ”

  3. Neetin Vyas said,

    January 4, 2022 @ 8:03 AM

    ગાલિબની ગઝલ “मेहरबाँ हो के बुला लो मुझे चाहो जिस वक़्त:” નો આસ્વાદ વાંચ્યા પછી ગાલિબ ને સમજવા અને માણવાની મજા આવી. સરળ ગુજરાતી સમજ લખનાર વ્યક્તિ ને સલામ. જો શક્ય હોય તો લેખક નું નામ જણાવવા વિનંતી.

  4. વિવેક ટેલર said,

    January 4, 2022 @ 11:11 AM

    @ નીતિન વ્યાસ:

    ડૉ. તીર્થેશ મહેતાએ આ આસ્વાદ કરાવ્યો છે…

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment