(ભલા માણસ) – નીરવ વ્યાસ
બધાની પોતપોતાની જ આદત છે, ભલા માણસ,
રડે છે એય કે જેના શિરે છત છે, ભલા માણસ.
ખબર એવીય છે કે તાજને માથે છે કૈં જોખમ,
અમારું ઝૂંપડું પણ ક્યાં સલામત છે? ભલા માણસ.
જુબાની નહિ, પુરાવા નહિ, અમારા કંઈ ખુલાસા નહિ,
તમારી તો અજબની આ અદાલત છે, ભલા માણસ.
હજારો દાવેદારી છે, તમારી થોડી મિલકતમાં,
અમારી પાસે શબ્દોની રિયાસત છે, ભલા માણસ.
કહી દો છો ઉઘાડેછોગ, ‘નીરવ,’ જે વિચારો છો,
ઘણા લોકોની એવી પણ શિકાયત છે, ભલા માણસ.
– નીરવ વ્યાસ
લયસ્તરોના આંગણે કવિશ્રીના ગઝલસંગ્રહ ‘ખડિયાની પેલે પાર’નું સહૃદય સ્વાગત…
સંગ્રહમાંથી એક મજાની ગઝલ આપ સહુ માટે… ભલા માણસ જેવી વિશિષ્ટ રદીફ કવિએ કેવી સુપેરે નિભાવી છે એ ખાસ નોંધવા જેવું છે… એ સિવાય આખી ગઝલ સહજ-સાધ્ય હોવાથી વિશેષ ટિપ્પણીની મોહતાજ નથી,…
pragnajuvyas said,
December 31, 2021 @ 6:50 PM
કવિશ્રીના નીરવ વ્યાસ ગઝલસંગ્રહ ‘ખડિયાની પેલે પાર’નું સહૃદય સ્વાગત…
ભલા માણસ, સુંદર ગઝલ
ડૉ વિવેકમનો સ રસ આસ્વાદ
Kajal kanjiya said,
December 31, 2021 @ 8:33 PM
ખૂબ સરસ ગઝલ
ગઝલ સંગ્રહ માટે અઢળક શુભેચ્છાઓ 💐
Vineschandra Chhotai 🕉 said,
January 3, 2022 @ 4:54 AM
બહુજ સરસ રજૂઆત
અભિનંદન
અભર
NARENDRASINH said,
January 3, 2022 @ 10:04 AM
ખૂબ સરસ ગઝલ
NARENDRASINH said,
January 3, 2022 @ 10:04 AM
ખૂબ સરસ