વર્ષોથી ‘ગની’ નિજ અંતરમાં એક દર્દ લઈને બેઠો છે,
છો એનું તમે ઔષધ ન બનો, પણ દર્દ વધારો શા માટે?
ગની દહીંવાલા

મા – વિપિન પરીખ

જેના હાથમાં આપણે
દિવસે અને રાતે, કૂદકે ને ભૂસકે,
મોટા થયા
તે
આપણા જ હાથમાં
ક્ષણે ક્ષણે, સંકોડાતી સંકોડાતી
નાની થતી જાય
અને એક દિવસ
ડૂસકાં ભીના ખાલી હાથ
પાછળ મૂકી
અલોપ થઈ જાય.

– વિપિન પરીખ

માખણના લોંદામાં છરી ઉતરી જાય એમ વાંચતાવેંત આપણી સોંસરવી ઉતરી જતી નાનકડી રચના…

10 Comments »

  1. Sejal Desai said,

    June 7, 2025 @ 11:01 AM

    અત્યંત હ્દય સ્પર્શી

  2. આશિષ ફણાવાલા said,

    June 7, 2025 @ 12:07 PM

    ખૂબ સરસ…!!!

  3. લલિત ત્રિવેદી said,

    June 7, 2025 @ 12:10 PM

    દ્રાવક..આદરણીય શ્રી વિપિન.k પરીખ હજી સુધી અનુઆધુનિક ગણાવા જોઈએ. જોકે એ વ્યાખ્યાઓ જાવ દઈએ… પણ ગુજરતી કવિતામાં સામાજિકતાને આટલી સરળ તો કોઈ નહીં લાવ્યું હોય કદાચ

  4. વ્રજેશ મિસ્ત્રી said,

    June 7, 2025 @ 12:19 PM

    સરળ અને સુંદર

  5. Aasifkhan Pathan said,

    June 7, 2025 @ 3:18 PM

    વાહ સરસ રચના

  6. Kishor Ahya said,

    June 7, 2025 @ 6:09 PM

    કવિ શ્રી વિપિન પરીખ (૧૯૩૦_૨૦૧૦) નું અછાંદસ કાવ્ય ‘ માં ‘ કુદરતની સૃષ્ટિ પ્રત્યે આપણી આશ્ચર્યચકિત જાણકારીને કાવ્ય દ્વારા પ્રત્યક્ષ કરે છે.
    મનુષ્યની ઉંમર વધે ત્યારે તેની માનસિક અને શારીરિક અસર થાય છે અને એ સ્વભાવિક છે, પરંતુ શરીર દિવસે ને દિવસે પોતે સ્પષ્ટ અનુભવી શકે તેમ નાનું થતું જાય એ કુદરતનો ગજબ કરિશ્મા નથી? સાધારણતા મનુષ્ય દુનિયામાંથી વિદાય લે ત્યારે આ સ્પષ્ટ દેખાય આવે છે .કવિ અહીં એજ વાત કરી રહ્યા છે કે જેમના હાથમાં દિવસ અને રાત કૂદકે ને ભૂસકે મોટા થયા, એજ હાથ ક્ષણે ક્ષણે સંકોચાતા જાય! આ કોઈ દુઃખની વાત નથી, એ એક નૈસર્ગિક પ્રકિયા છે . માં ની વિદાય થતા કવિ ડૂસકાં, માં ના ભીના ખાલી હાથ અનુભવે છે.

    વાત કરીએ કવિના અછાંદસની, કવિ શ્રી લલિત ત્રિવેદી એ કહ્યું તેમ “ગુજરતી કવિતામાં સામાજિકતાને આટલી સરળ તો કોઈ નહીં લાવ્યું હોય” આ વાત સાથે સહમત. ગજબની સરળતા છે , કવિના બીજા કાવ્યો પણ આવાજ સરળ છે. બ્લોગ પર કવિની ૩૬ રચના છે. નવેમ્બર ૨૧ ની પ્રાર્થના અછાંદસ રચના ખૂબ ગમી.

    પ્રાર્થના
    કોઈ વા૨ એવું બને
    આપણે જવાની ઉતાવળ ન હોય
    છતાં
    આપણને જલદીથી ઉપાડી લેવામાં આવે.

    ‘હમણાં આવશે’ ‘હમણાં આવશે’
    કહી નયન કોઈની પળ પળ પ્રતીક્ષા કરતાં હોય
    છતાં ત્યારે જ
    બળજબરીથી એને બીડી દેવામાં આવે.

    આપણે કહેવા હોય માત્ર બેચાર જ શબ્દોઃ
    ‘હું જાઉં છું, તમે સુખી રહેજો.’
    પણ હોઠ બોલે તે પહેલાં જ ઠંડા પડી જાય
    ને હવા પૂછ્યા કરે ન બોલાયેલા શબ્દોનાં સરનામાં

    એટલા માટે જ
    આટલી નાનકડી પ્રાર્થના કરું છુંઃ
    મારી વિદાયવેળાએ
    તમે હાજર રહેજો.

    – વિપિન પરીખ
    વિવેકભાઈનો જાણવા જેવો આસ્વાદ.
    “તાજેતરમાં એક આપ્તજનના અંતિમ સમયના સાક્ષી બનવાનું થયું….આજે આ કવિતા વાંચી…. એક એક અક્ષર નકરું સત્ય છે….હજુ કળ નથી વળી…કદાચ વળશે પણ નહીં”.

  7. Ramesh Maru said,

    June 7, 2025 @ 7:46 PM

    વાહ…વંદન.

  8. kantilal babulal sopariwala said,

    June 8, 2025 @ 9:58 AM

    બધુજ આજ કાલ સ્વભાવ અને સંસ્કાર
    આધારીત જગત થઇ ગયુંછે
    પણ સમજદાર ક્યારેય પોતાની માતા માટે
    વહુ ઘેલો બનતો નથી
    સમજ એટલે તુંડે તુંડે ભીન્ન મતી
    જેવુ આપણે કરીશુ એવુજ આપણ ને પરત
    મળવાનું છે
    અને પાછળ શું બનવાનું છે એની ચીંતા કોઈ
    કરતુ નથી એટલેજ માનું પાત્ર આજે હાંસીપાત્ર
    બન્યુછે
    કે બી

  9. Kishor Ahya said,

    June 8, 2025 @ 4:42 PM

    કવિ વિપિન પરીખ માત્ર અહિં મનુષ્યના અંતિમ દિવસોમાં પ્રકૃતિગત થતા શારીરિક ફેરફાર તથા માં ના મૃત્યુ ની વાત કરે છે.

    🌹🌹

  10. Maa – અમૂલ્ય રત્નો said,

    June 20, 2025 @ 12:41 AM

    […] From https://layastaro.com/?p=19245 […]

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment