ના કંઈ નવું નથી અહીં, છે એના એ બનાવો,
ઇચ્છાના વૃક્ષ કાપો, ઇચ્છાના વૃક્ષ વાવો.
– દિલીપ રાવલ

ઈન્ટરનેટ પર ગુજરાતી

ઈન્ટરનેટ પર ગુજરાતી ભાષાના વિકાસ અંગે હિમાંશુંભાઈ કીકાણીએ એક માહિતીપ્રદ પોસ્ટ એમના બ્લોગ અનુસંધાન પર મૂકયો છે. ગુજરાતી ભાષાની કુલ વેબસાઈટ માંડ 70-80 જેટલી છે. ગુજરાતીનો ઈન્ટરનેટ પર પ્રસાર હજુ પહેલી પગલી સમાન છે. ગુજરાતીને ઈન્ટરનેટ પર સ્થાપિત કરવા માટે આપણે હજુ ઘણુ કામ કરવાનું બાકી છે.

ગુજરાતીને ઈન્ટરનેટમાં આગળ લાવવા માટે આટલા પગલાં ખાસ જરૂરી છે:

  • ગુજરાતી ભાષાને બધી સાઈટ Unicodeમાં જ હોવી જોઈએ. જેથી એ સાઈટ સહેલાઈથી જોઈ શકાય અને એમાંની માહિતી સર્ચ-એંજીનથી (દા.ત. ગૂગલ) સરળતાથી શોધી શકાય. ગુજરાતી છાપાઓએ આ બાબતમાંપહેલ કરવી પડે. આજે એક પણ છાપું Unicode વાપરતું નથી.
  • સસ્તા ભાવે કે મફત ગુજરાતી ફોંટ, વર્ડ પ્રોસેસર, ઓપ્ટીકલ કેરેક્ટર રેકોગ્નીશન સોફટવેર વિગેરે ઉપલબ્ધ કરાવવા જોઈએ.
  • ગુજરાતીમાં અઢળક સાહિત્ય છે કે જે કોપીરાઈટથી બહાર છે. દા.ત. નરસિંહ મહેતા, મીરાંબાઈની રચનાઓ. આ બધુ સાહિત્ય નેટ પર મૂકાવું જોઈએ. આ કામ સાહિત્ય પરિષદે કે પછી સુરેશ દલાલ જેવા કોઈ વ્યક્તિએ ઉપાડવું પડે.

9 Comments »

  1. વિવેક said,

    February 16, 2006 @ 1:35 AM

    પ્રિય હિમાંશુ્ભાઈ કિકાણી,
    તમારી વાતોમાં એક આખું ગજરાત શ્વસી રહ્યાંનું કેમ જણાય છે મને? આખી વાતનું અનુસંધાન શું? મિત્ર, હ્રદયને સ્પર્શી જાય એવા મુદ્દા પર હ્રદય ભીંજાય એવી સરસ વાત કરી છે. ગુજરાતી ભાષા પાસે બહુ જૂજ પુસ્તકો એવાં છે જેમનાં નસીબમાં 10000 નો ‘સેન્સેક્ષ’ લખાયો હશે જ્યારે અંગ્રેજી સાહિત્યના બહુધા પુસ્તકો છ થી સાત આંકડા અને ક્યારેક આંઠ આંકડાનું વેચાણ ધરાવે છે. દરેક ગુજરાતી દિવસમાં પંદર મિનિટનું ગુજરાતી વાંચન કરતો ન થાય અને આવકનો ફક્ત અડધો ટકો ગુજરાતી પુસ્તકો ખરીદવા પાછળ ન કરે તો એ દિવસ દૂર નથી જ્યારે આપણા ખભા પર આપણી ભાષાની અર્થી હોય!

  2. radhika said,

    February 16, 2006 @ 3:23 AM

    હિમાંશુંભાઈ

    આપણા ડોક્ટર સાહેબની વાત 100 % સાચી છે
    એક સામાન્ય ઊદાહરણ આપુ તો અંગ્રેજા ભાષામાં લખાતુ એક પુસ્તક નામે હેરી પોટર તેની એક આવ્રૂતી પછી એટલુ પ્રસીધ્ધ થાય છે કે તે પુસ્તક ઊપરથી ફિલ્મનુ નિર્માણ થાય છે પણ એ ક્યારે શકય બને કે જયારે જે તે બાળક પોતાની પ્રાદેશીક ભાષાનુ પુસ્તક એટલા જ રસથી વાંચતુ હોય અથવા સરળતાથી ઈન્ટરનેટ ઉપર પ્રાદેશીક ભાષામા જાણકારી મેળવી શકતુ હોય, અને જો એ શકય બને તો એક હેરી પોટર આપણી ગુજરાતી ભાષામાં પણ રચાઈ જશે

    આ ખુબ જ સુંદર પ્રયત્ન છે વિવેકભાઈ અને ધવલભાઈ અને આપના જેવા વિચારકોનો જેઓ આપણી ભાષાને જીવંત રાખવા મથી રહ્યા છે

    આભાર

  3. વિવેક said,

    February 18, 2006 @ 1:58 AM

    હિમાંશુભાઈએ મને મોકલેલો પ્રત્યુત્તર કદાચ સૌ ગુજરાતીને સ્પર્શે છે. એટલે વિચારવિમર્શ માટે અહીં રજૂ કરું છું.

    “વિવેકભાઈ,

    આભાર તો શું લખું? કોઈ આપણી વાત સમજે છે અને એમાં સૂર પૂરાવે છે એના જેવો આનંદ ભાગ્યે જ બીજો કોઈ હશે, અને આવી કોઈ વ્યક્તિ મળી જાય તો એનો આભાર માનીને અંતર ઊભું ન કરાય એવું માનું છું!

    આખી વાતનું અનુસંધાન તો એટલું જ કે આપની જેમ મને પણ આપણી ભાષા ગમે છે. પાછું, એટલો સદ્નસીબ કે કમનસીબ છું કે મારા માટે ભાષા જ રોજી છે – વ્યવસાયે જ કોમ્યુનિકેશન કન્સલ્ટન્ટ છું અને એ પણ ગુજરાતીમાં એટલે જાણે એન્ડેન્જર્ડ સ્પીસીઝમાંનો એક હોઉં એવું લાગે છે. ગુજરાતીમાં ગણીને પાંચ-છ વાક્ય લખવા માટે પણ કોઈએ મને યાદ કરવો પડે અને એના મને કોઈ રૂપિયા આપે એ વાત વ્યક્તિગત રીતે તો આનંદદાયક છે, પણ એક ગુજરાતી તરીકે બહુ દુઃખદાયક છે.

    તમારી વાત બિલકુલ સાચી છે. ગુજરાતીમાં વાંચન અને સાથે લેખન ઘટ્યાં છે એનું જ આ પરિણામ છે. પહેલાં જવાબદાર મા-બાપ અને શિક્ષકો અને પછી ગુજરાતી છાપાં અને મેગેઝિન. પોતાની ભાષા પ્રત્યેનો રસ અને લગાવ કેળવવામાં આ બધાં નિષ્ફળ રહ્યાં હોય એવું લાગે છે. દીકરો ટીવી જોયા કરે છે એવી ફરિયાદ બધાં મા-બાપ કરે છે, પણ એને વાર્તાની સરસ ગુજરાતી ચોપડી કેટલાં મા-બાપ લાવી આપે છે? લાવી આપે છે, તો પછી એની સાથે બેસીને એને મજા પડે એવી રીતે વાંચનની આખી નવી દુનિયા કેટલા ખોલી આપે છે? લોકો અંગ્રેજી છાપા-મેગેઝિન વાંચીને સારું અંગ્રેજી શીખી શકે, પણ એવું ગુજરાતી માટે કહેવું મુશ્કેલ છે.

    જોકે એ પણ ખરું કે આપના જેવા ડૉક્ટર જો કવિતા પ્રત્યેનો આટલો સરસ પ્રેમ કેળવી શકતા હોય અને એથી પણ વધુ બીજાને એનાથી ભીંજવી શકતા હોય તો પછી ભાષા માટે બહુ ચિંતા કરવા જેવું નથી!

    આપણે સંપર્કમાં રહેશું.

    હિમાંશુ”

  4. વિવેક said,

    February 18, 2006 @ 2:15 AM

    હિમાંશુભાઈ,

    ભાષાના અસ્તિત્ત્વની કરૂણતા ત્યારે જ દૂર થાય જ્યારે ઘરમાં ભાષાના સારા પુસ્તકો નિયમિતરૂપે આવજાવ કરતાં થાય. પુસ્તકાલયોનો નિયમિત ઉપયોગ એવા લોકો માટે આશીર્વાદરૂપ છે જેઓ પુસ્તકો ખરીદી નથી શકતાં.

    પણ પુસ્તક ખરીદવા કરતાં પણ અગત્યની વાત એ વાંચવાની છે. બાળક પુસ્તક ત્યારે જ વાંચે જ્યારે મા-બાપને નિયમિતરૂપથી વાંચતાં એ નિહાળતું હોય.

    મારું ઉદાહરણ જ આપું. નાનપણથી મારા બાળકના હાથમાં રમકડાંની સાથે મેં પુસ્તકો મૂકવાની શરૂઆત કરી અને પાંચ વર્ષની ઊંમરે જ્યારે એ હજી વાંચી પણ નથી શકતો ત્યારે પણ એ પુસ્તકોનો દિવાનો છે. વચ્ચે એક તબક્કે અમારી વ્યવસાયિક વ્યસ્તતાના કારણે અમારૂં વાંચન ખોરવાયું કે તરત જ અમે એને ટી.વી.માં ખોવાતો જોયો. અમે સમયસર જાગ્યા ન હોત તો એનું વિશ્વ એ ઇડિયટ બોક્ષમાં વિલીન થઈ જાત. આજે અમે નિયમ કર્યો છે કે ગમે તે થાય, અડઘો કલાક તો વાંચવું જ. પરિણામે આજે અમે બંને કામસર ઘરની બહાર જવાનું થાય ત્યારે એ અમર ચિત્રકથાઓ સાથે સહેજે બે કલાક કાઢી નાંખે છે.

    પાંચ વર્ષની ઊંમરે એ ઊમાશંકર જોશી, નર્મદ, રાજેન્દ્ર શાહ, નરસિંહ મહેતાના કાવ્યો સાંભળવાનો અને ગાવાનો ઉમંગ દાખવે છે ત્યારે પિતૃત્ત્વ સાર્થક થતું જણાય છે.

  5. Anonymous said,

    February 18, 2006 @ 8:21 PM

    hey,,first of all sorry coz i m not doing comment in gujarati,,but i m in hurry right now n recently came here in melbourne in australia since one wk,,so dont have any facilities,,so i m also sahitya- kido,basically from surendranagar,but brought up at vadodara,,n like to such kalakaar frds,,,so mail u n check this site in detail later
    have fun,
    dr krunal

  6. VINAYAK YAJNIK said,

    January 20, 2009 @ 5:40 AM

    આ ખુબજ પ્રોહાસ્તન આપે

  7. dhaval solanki said,

    May 7, 2010 @ 8:13 AM

    Dear Gujarrati Snehio,

    Layastaro joi ne, vanchi ne shabdo khuti padya chhe….gujarati bhasha ne jivant banavvani jarur nathi…jivant to chhe j…pan pravahit karva ni jarur chhe…Ane ena mate tamaro aa prayatn Uttkrushta chhe… maru PC gujarati ne support kartu na hova thi na chhutke, english ma type kari rahyo chhu…
    Pan aa type karti vakhte dukh pan etlu j chhe ke mari matrubhasha ni vat ne vyakt karva mate mare biji koi Lipi no saharo levo pade chhe…

    Maru nam dhaval solanki chhe, Science no manas chhu, pan sahitya no jiv chhu… gujarati ma laghu nibandho ane thoda kavyo pan lakhu chhu… aa blog par regular contact ma rahevanu man chhe….aasha chhe ke pratibhav malshe…

    Dhaval Solanki
    Satellite, Ahmedabad

  8. KIRIT THAKKAR said,

    September 19, 2014 @ 1:49 PM

    SIR, PLEASE GUIDE ME HOW TO SEND IMAGE/PHOTO TO EMAIL

  9. વિવેક said,

    September 20, 2014 @ 2:23 AM

    @ Kirit Thakkar:

    dr_vivektailor@yahoo.com
    mgalib@hotmail.com
    ttheg@hotmail.com

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment