શ્વાસ ચાલે એ જ છે હોવાપણું,
જીવતો પ્રત્યેક માણસ લાશ છે.
- અંકિત ત્રિવેદી

પ્રાર્થના – વિપિન પરીખ

કોઈ વા૨ એવું બને
આપણે જવાની ઉતાવળ ન હોય
છતાં
આપણને જલદીથી ઉપાડી લેવામાં આવે.

‘હમણાં આવશે’ ‘હમણાં આવશે’
કહી નયન કોઈની પળ પળ પ્રતીક્ષા કરતાં હોય
છતાં ત્યારે જ
બળજબરીથી એને બીડી દેવામાં આવે.

આપણે કહેવા હોય માત્ર બેચાર જ શબ્દોઃ
‘હું જાઉં છું, તમે સુખી રહેજો.’
પણ હોઠ બોલે તે પહેલાં જ ઠંડા પડી જાય
ને હવા પૂછ્યા કરે ન બોલાયેલા શબ્દોનાં સરનામાં

એટલા માટે જ
આટલી નાનકડી પ્રાર્થના કરું છુંઃ
મારી વિદાયવેળાએ
તમે હાજર રહેજો.

– વિપિન પરીખ

તાજેતરમાં એક આપ્તજનના અંતિમ સમયના સાક્ષી બનવાનું થયું….આજે આ કવિતા વાંચી…. એક એક અક્ષર નકરું સત્ય છે….હજુ કળ નથી વળી…કદાચ વળશે પણ નહીં.

4 Comments »

  1. Maheshchandra Naik said,

    November 29, 2021 @ 2:47 PM

    વાસ્તવિક પ્રાર્થના…

  2. Ketan yajnik said,

    November 30, 2021 @ 2:32 AM

    Truth and nothing but the truth અતિ સંવેદનશીલ

  3. pragnajuvyas said,

    November 30, 2021 @ 9:08 AM

    એટલા માટે જ
    આટલી નાનકડી પ્રાર્થના કરું છુંઃ
    મારી વિદાયવેળાએ
    તમે હાજર રહેજો.
    સ્વ વિપિન પરીખે પોતાની જીંદગી દરમિયાન અનુભવેલી વાત કોરોના કાળે Truth, the whole truth nothing but the truth ભાસે

  4. Chitralekha Majmudar said,

    December 6, 2021 @ 11:12 PM

    Very touching poem indeed.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment