કેમ દુઃખમાં જ યાદ આવે છે ?
મિત્ર, તુ પણ કોઇ ખુદા તો નથી ? !

ભરત વિંઝુડા

મારું હૈયું ખોવાયું એક વેળા… – ગુલાબદાસ બ્રોકર

મારું હૈયું ખોવાયું એક વેળા,
રે રાજ, મારું હૈયું ખોવાયું એક વેળા.

જ્યારે સૂરજદેવ થાકી આકાશથી પચ્છમમાં ઊતરી ગયેલા,
ધરતી રાણીનું હૈયું જ્યારે ઉલ્લાસથી શ્વાસ લેતું આશથી ભરેલા,
એવી એક સાંજ રે ઘેલું બનેલ આ હૈયું ખોવાયું એક વેળા.
રે રાજ, મારું હૈયું ખોવાયું એક વેળા.

ત્યારથી તે આજ સુધી ચૌટે ને ચોકમાં શોધું હું બ્હાવરી શી એને,
સાગરને તીર કે નદીઓનાં નીરમાં તારલાને લાખલાખ નેને,
ક્યાંયે ના ભાળતી સહેજે ગયેલ જે હૈયું ખોવાઈ એક વેળા,
રે રાજ,મારું હૈયું ખોવાયું એક વેળા.

ખોળી ખોળીને એની આશ છોડી આજ હું આવતી’તી સીમમાંથી જ્યારે,
ત્યારે દીઠો મેં કહાન પાવો વગાડતો ઝૂલીને વડલાની ડાળે,
બોલ્યું શું પાવાના મધમીઠા સૂરમાં, જે હૈયું ખોવાયું એક વેળા.
રે રાજ, મારું હૈયું ખોવાયું એક વેળા.

– ગુલાબદાસ બ્રોકર

 

ગુલાબદાસ બ્રોકર ગીત પણ લખતા તે આજે જ ખબર પડી ! મજબૂત માવજતથી રચાયેલું મધુરું ગીત….

2 Comments »

  1. pragnajuvyas said,

    November 22, 2021 @ 10:56 AM

    મા ગુલાબદાસ બ્રોકર મુંબઈની એલ્ફિંસ્ટન કોલેજનના ગ્રેજ્યુએટ., તેમણે “કથક” ઉપનામથી લેખન કરેલું! વળી તેમણે નાટ્યલેખનમાં પણ હાથ અજમાવેલો. તેમની નોંધપાત્ર એકાંકીઓમાં “મા”, “જ્વલંત અગ્નિ” અને આ સુંદર ગીત સાનંદાશ્ચર્ય !
    નારીના મનોભાવને બેખુબી વ્યક્ત કર્યા છે…

  2. Chitralekha Majmudar said,

    December 9, 2021 @ 10:48 AM

    Soft and sweet poem. He was kind, simple as a person. Thanks for showing us this aspect of his.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment