લીટી એકાદ નીરખી ‘ઘાયલ’
હલબલી જાય આદમી તે ગઝલ.
ઘાયલ

પોતીકું અજવાળું – કિશોર જિકાદરા

બ્હેતર છે કે ખુદના ઘરમાં પાડું બાખું,
શા માટે હું અન્યોનાં જીવનમાં ઝાંખું?

ચોખલિયો છું, કપડાં ધોવા બેસું તો હું,
ભેગાભેગું મેલું મન પણ ધોઈ જ નાખું!

સાચું કહું તો ડાઘ તમારી દૃષ્ટિમાં છે,
ચંદ્રવદન પર અમને તો લાગે છે લાખું!

હાથ નથી હું લાંબો કરતો સૂરજ પાસે,
પોતીકું અજવાળું મારું સાથે રાખું!

મરતાંને ક્યારેય નથી મેં મર કીધું તો,
યાર, તમારું ભાવિ કેમ અમંગળ ભાખું?

તડ ને ફડ કરવામાં પૂરું જોખમ છે પણ,
દાદાગીરી શ્વાસોની હું ક્યાં લગ સાંખું?

ખોવાયેલી ખુશીઓથી મેળાપ કરાવો,
રાજીપામાં ગામ લખી દઉં આખેઆખું!

– કિશોર જિકાદરા

સમાજની તાસીર તો પહેલાં પણ આ જ હતી, પણ સૉશ્યલ મિડીયાની બારીમાંથી ઝાંખતા રહેવાની પડેલી આદતને લઈને બીજાના જીવનમાં ચંચુપાત કરવાની બિમારી જેટલી આજે વકરી છે એટલી આ પહેલાં કદાચ ક્યારેય નહોતી. કવિનો અભિગમ આવા સમયમાં કેવો ઉત્તમ અને ઉમદા છે એ મત્લામાં વર્તાય છે. આખી ગઝલ ધનમૂલક થઈ છે. બધા જ શેરમાંથી ‘પોઝિટિવિટી’ની રોશની ઊઠી રહી છે. પોતીકું અજવાળું વાળો શેર વાંચીએ ત્યારે સહેજે રઈશ મનીઆરનો ‘મારો દીવો તારા ઘરને શી રીતે રોશન કરે? દોસ્ત, સહુનું પોતીકું અજવાળું હોવું જોઈએ’ યાદ આવ્યા વિના રહેતો નથી.

આ પ્રકારના અરુઢ અને ચુસ્ત કાફિયા સથે કામ પાર પાડવું એ સફળ અને સજ્જ કવિકર્મની નિશાની છે.

10 Comments »

  1. DILIPKUMAR CHAVDA said,

    November 20, 2021 @ 1:02 AM

    Wah
    Very Nice Gazal
    I should say an eye opener for many….
    Congratulations…

  2. સુનીલ શાહ said,

    November 20, 2021 @ 1:17 AM

    વાહહહહ..
    સાધ્યન્ત સુંદર.
    કવિને અભિનંદન

  3. દીપલ ઉપાધ્યાય ફોરમ said,

    November 20, 2021 @ 4:48 AM

    વાહ વાહ ને વાહ
    ઉમદા ગઝલ
    અભિનંદન કિશોર સર👍🏻🙏
    ગ્રેડ વિવેકભાઈ

  4. લલિત ત્રિવેદી said,

    November 20, 2021 @ 5:18 AM

    બહુ સરસ ગઝલ …. વાહ વાહ

  5. Lata Hirani said,

    November 20, 2021 @ 7:57 AM

    બધા શેર સરસ પણ બીજો વધુ ગમ્યો… અને છેલ્લો પણ !

  6. pragnajuvyas said,

    November 20, 2021 @ 10:14 AM

    ખોવાયેલી ખુશીઓથી મેળાપ કરાવો,
    રાજીપામાં ગામ લખી દઉં આખેઆખું!
    વાહ્
    કવિશ્રી કિશોર જિકાદરાની સુંદર ગઝલ
    ડૉ વિવેક દ્વારા સ રસ આસ્વાદ

  7. Poonam said,

    November 20, 2021 @ 10:14 AM

    ચોખલિયો છું, કપડાં ધોવા બેસું તો હું,
    ભેગાભેગું મેલું મન પણ ધોઈ જ નાખું! Swach ne sundar 😊
    – કિશોર જિકાદરા –

  8. praheladbhai prajapati said,

    November 20, 2021 @ 11:09 AM

    VERY NICE

  9. Maheshchandra Naik said,

    November 20, 2021 @ 2:54 PM

    સરસ….સરસ ….

  10. વિવેક said,

    November 21, 2021 @ 12:35 AM

    સહુ મિત્રોનો હૃદયપૂર્વક આભાર…

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment