ગીત – ગોપાલકુમાર ધકાણ
ભરચક બજારેથી સડેડાટ નીકળી હું, ખાલીખમ્મ હાથે પરબારી
. મારો પિયું સાવ ટૂંકો પગારી
છૂટા બેઉ હાથે એમ વેરી દેવાય ના,
. જોવાનું એક એક પાસું.
સંઘરીને રાખ્યાં છે અમે મોતીડાં જાણીને,
. પાંપણની નીચે બે આંસુ.
ઇચ્છાના નામે એક છોકરું છે કાખમાં ને,
. સામે રમકડાંની લારી.
. મારો પિયું સાવ ટૂંકો પગારી.
નાની હથેળી વળી ટૂંકો છે હાથ એમાં,
. ફાટફાટ કેમ કરી ભરીએ?
પાંચ દસ ગજની મારી આ ઓરડીમાં,
. સપનાને ક્યાં ક્યાં સંઘરીએ?
ઝાંખા પડી જાય સઘળા દાગીના,
. મેં એવી સેથી શણગારી.
. મારો પિયું સાવ ટૂંકો પગારી.
– ગોપાલકુમાર ધકાણ
વાત આમ તો ઓછા પગારમાં ભરચક્ક બજારમાંથી પસાર થવા છતાંય કશું ખરીદ્યા વિના ખાલી હાથે પરબારા નીકળી જવાની આર્થિક મજબૂરીનું ગીત છે પણ કવિએ આંસુ, ઇચ્છા અને સપનાંની અને જિંદગીની સંકડાશની વાત કરીને ગીતને એક અલગ જ પરિમાણ પણ બક્ષ્યું છે. કાવ્યાંતે સ્ત્રીનો સહજ સ્વભાવ એક જ કડીમાં અદભુત રીતે ઉજાગર થયો છે. તમામ દાગીનાઓનો ચળકાટ ઝાંખો પડી જાય એ રીતે ગરીબ પતિની પત્નીએ પોતાની સેંથીને શણગારી છે, મતલબ લાખ ગરીબાઈમાં પણ એણે દિલની દોલત, પ્રેમની અસ્ક્યામત સાચવી રાખી છે.
Kajal kanjiya said,
October 16, 2021 @ 2:12 AM
ખરેખર ખૂબ સરસ રચના….અભિનંદન ગોપાલભાઈ💐
Anjana Bhavsar said,
October 16, 2021 @ 2:40 AM
વાહ..ખૂબ સરસ ગીત
અરવિંદ ગડા said,
October 16, 2021 @ 2:45 AM
ઇચ્છાના નામે એક છોકરું છે કાખમાં ને,
. સામે રમકડાંની લારી.
. મારો પિયું સાવ ટૂંકો પગારી
ટુંકા કે લાંબા પગારી સર્વેને ઈચ્છાઓ અમાપ છે અને સાધનો ઈચ્છા કરતા ઓછાજ હોય. કાવ્યની નાયિકાનો પતિ જ નહિં આપણે સહુ જ તો ટુંકા પગારી જ છીએ. કવિએ અદ્ભૂત લાઘવમાં સચોટ વાત કહી છે. ભલું શોધી લાવ્યા આપ. કવિને અને આપને અભિનંદન
Susham pol said,
October 16, 2021 @ 4:30 AM
ખૂબ સરસ ગીત છે, કાવ્યની શરુઆત એટલે કે ઉપાડ જ ખૂબ સરસ છે, ટૂંકી આવકને કારણે ભરચક બજારમાંથી સડસડાટ પરબારા નીકળી જવાની વ્યથા ગીતના બન્ને બંધોમા પણ ખૂબ સરસ રીતે જળવાઈ રહી છે ખૂબ જ સુંદર રચના…. કવિ ગોપાલભાઈને આ કૃતિ માટે ખૂબ..ખૂબ.. અભિનંદન..
kishor Barot said,
October 16, 2021 @ 4:41 AM
ગીત એટલું ગમી ગયું કે મારી ડાયરીમાં સંગ્રહી લેવાની લાલચ ન રોકી શક્યો.
કવિને આદરસભર સલામ.
સુનીલ શાહ said,
October 16, 2021 @ 4:47 AM
અદ્દભુત.. અદ્દભુત
Vimal Agravat said,
October 16, 2021 @ 4:53 AM
મજાનું ગીત. મોજ પડી. ખૂબ ખૂબ અભિનંદન ભાઈ ગોપાલ 💐💐
Mukesh dave said,
October 16, 2021 @ 5:36 AM
મજાનું સંવેદનાથી ભરપૂર ગીય
Vineschandra Chhotai said,
October 16, 2021 @ 7:04 AM
અભિનદન બહુજ સરસ ગીત
સારુ લાગે છે
સાવેદના ના સભર રચના.
Nilesh kumar vanra said,
October 16, 2021 @ 7:07 AM
લાજવાબ….
pragnajuvyas said,
October 16, 2021 @ 8:38 AM
ખૂબ સરસ રચના
Jignasha said,
October 16, 2021 @ 11:52 AM
વાહ👌 મસ્ત ગીત
Maheshchandra Naik said,
October 16, 2021 @ 11:24 PM
સરસ મનભાવન ગીત…
હર્ષદ દવે said,
October 19, 2021 @ 7:52 AM
સરસ ગીત
Parbatkumar said,
October 26, 2021 @ 1:11 AM
વાહ
ખૂબ સરસ ગીત
ખૂબ શુભેચ્છાઓ
Gopal dhakan said,
October 29, 2021 @ 12:43 AM
ખૂબ ખૂબ આભાર મિત્રો🙏🏻🎉