તો મજાનું – નેહલ વૈદ્ય
પ્રત્યેક ક્ષણમાં સાચું જીવાય તો મજાનું,
હર પળ છે એક ઉત્સવ, ઉજવાય તો મજાનું.
આવે છે જો, હવામાં સંદેશ મોસમોના,
ફૂલો લખે છે ચિઠ્ઠી, વંચાય તો મજાનું.
વાગી રહ્યું સદાયે આકાશમાં નિરંતર,
સંગીત છે અલખનું, સંભળાય તો મજાનું.
વાતો રહે અધૂરી, મિલન બને મધૂરું;
આંખોની મૌન ભાષા સમજાય તો મજાનું
હરદમ રહે ફકીરી, ઉત્થાન કે પતન હો,
મૃત્યુ મને મળીને હરખાય તો મજાનું.
– નેહલ વૈદ્ય
હિતેન આનંદપરા અને આપણું આંગણું ડૉટ કોમ આયોજિત ગઝલશિબિરમાં રઈશ મનીઆરના માર્ગદર્શન હેઠળ આપવામાં આવેલ પંક્તિ અને હૉમવર્કની આ સફળ ફળશ્રુતિ… શાળા અને કૉલેજમાં મારી સિનિયર રહેલ ડૉ નેહલ વૈધ (એમ.ડી. મેડિસીન)ને હું વિશ્વકવિતાના ઉત્તમ ભાવક તરીકે લાંબા સમયથી ઓળખું છું. એની અછાંદસ રચનાઓનો પણ લાંબા સમયથી પરિચય ખરો, પણ ગઝલકાર તરીકે એ પહેલીવાર મારી સામે આવી અને મારામાં રહેલા ભાવકને મોહિત કરી દીધો.
લયસ્તરો પર નેહલનું સ્વાગત…
Rinal Patel said,
October 7, 2021 @ 1:35 AM
ખૂબ સરસ
કિશોર બારોટ said,
October 7, 2021 @ 1:38 AM
ઉમદા આયોજન અને નિષ્ઠાપૂર્વકનું કામ થાય તો ફ્લાશ્રુતિ ઉત્તમ જ હોય.
અભિનંદન 🌹
Sandip Pujara said,
October 7, 2021 @ 1:42 AM
મત્લામાં કાફિયાનો આધાર ??
મોસમો – ??
આંખોની મૌન ભાષા ???
ત્રીજો અને પાંચમો શેર સરસ છે – અંતિમ શેરમાં વધારે મજા આવી
DILIPKUMAR CHAVDA said,
October 7, 2021 @ 1:45 AM
હરદમ રહે ફકીરી, ઉત્થાન કે પતન હો,
મૃત્યુ મને મળીને હરખાય તો મજાનું.
શું શેર છે… વાહ
અભિનંદન કવિયત્રીને
Meena Chheda said,
October 7, 2021 @ 1:46 AM
ગઝલ વિશ્વમાં સરસ શરૂઆત …
Aasifkhan said,
October 7, 2021 @ 1:53 AM
વાહ સરસ ગઝલ થઈ છે
મયૂર કોલડિયા said,
October 7, 2021 @ 1:54 AM
ખૂબ સરસ રચના….
Lata Hirani said,
October 7, 2021 @ 2:01 AM
વાહ… સરસ ગઝલ
દીપલ ઉપાધ્યાય ફોરમ said,
October 7, 2021 @ 2:53 AM
Nice1
વાહ વાહ ને વાહ
Nehal said,
October 7, 2021 @ 2:59 AM
‘લયસ્તરો’ મારે માટે ગુજરાતી કવિતાનું તિર્થસ્થળ છે. ડૉ.વિવેક ટેલરનો હ્રદયપૂર્વક આભાર મારી ગઝલ વિશ્વની યાત્રાની શરૂઆતને આ રીતે પ્રોત્સાહન આપવા માટે. આપ સૌ સુજ્ઞ ભાવકોનો, મારા જેવી શિખાઉની રચનાને પોંખવા બદલ ખૂબ ખૂબ આભાર.
રમેશ મારૂ said,
October 7, 2021 @ 3:34 AM
ખૂબ સુંદર ગઝલ આપી નેહલબેન…મજા આવી ગઈ…
એક જ વર્ગમાં સાથે અભ્યાસ કરતા હોઈએ અને એ જ ક્લાસમેટ પછી કોઈ મોટી ઉપલબ્ધી મેળવે અને જે આનંદ એક મિત્રભાવે થાય એવો જ આનંદ થયો…લખતા રહો એજ શુભકામનાઓ….
Labhshankar Bharad said,
October 7, 2021 @ 4:37 AM
ખૂબ જ સરસ રચના. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ !
Uma Parmar said,
October 7, 2021 @ 5:14 AM
સરસ રચના…
Raxa shah said,
October 7, 2021 @ 6:20 AM
વાહ..વાહ..વાહ. ખૂબ સુંદર ગઝલ.
Harihar Shukla said,
October 7, 2021 @ 7:23 AM
ઓહો, નરી મોજ 👌💐
pragnajuvyas said,
October 7, 2021 @ 9:03 AM
ખૂબ સરસ ગઝલ
જયેન્દ્ર ઠાકર said,
October 7, 2021 @ 2:27 PM
સરસ રચના છે. તમે એક “વૈદ્ય કે ડોક્ટર” તરીખે સરળ પણ સચોટ સંદેશ આપ્યો છે. આભાર
preetam lakhlani said,
October 7, 2021 @ 6:58 PM
ઉત્તમ ગઝલ સાથે કવયિત્રીનું સ્વાગત ગમતામો ગુલાલ છે, વિવેકભાઈ, keep up the good work
Dr Heena Mehta said,
October 7, 2021 @ 11:24 PM
વાહ ,સુંદર શબ્દોમાં સહજતાથી સંદેશ આપ્યો છે!!
Maheshchandra Naik said,
October 8, 2021 @ 12:15 AM
સરસ ગઝલ, મનભાવન શબ્દો….
Poonam said,
October 9, 2021 @ 12:29 AM
“ વાગી રહ્યું સદાયે આકાશમાં નિરંતર,
સંગીત છે અલખનું, સંભળાય તો મજાનું. ”
– નેહલ વૈદ્ય -👈🏻 navu aa nam majanu che