મુંઝાઇ જઇશ હું, મને રસ્તા ના બતાવો,
રહી ગઇ છે હવે તો મને બસ એક દિશા યાદ.
સૈફ પાલનપુરી

હશે…. – ‘આશિત’ હૈદરાબાદી

કેટલા ખામોશ છે ? કા૨ણ હશે;
દૂઝતા હૈયે કોઈના વ્રણ હશે !

આંખ ઊંચી પણ નથી થાતી હવે,
ઊંઘનું કે ઘેનનું કારણ હશે!

રંગ ચહેરા પર ફરી આવી ગયો,
એક ક્ષણની એ ખુશી કારણ હશે !

એમ પાલવશે નહીં હારી ગયે,
ઝેરનું પણ કંઈક તો મારણ હશે !

કેમ સાકી જામ માપીને ભરે ?
આ સુરાલયનું કોઈ ધો૨ણ હશે ?

આમ બદનામી કરો ના દર્દની,
જિંદગી ખુદ મોતનું કારણ હશે !

એ જ ‘આશિત’નું હશે ઘ૨ જાણજો,
કંટકોનાં બારણે તોરણ હશે !

– ‘આશિત’ હૈદરાબાદી

2 Comments »

  1. pragnajuvyas said,

    October 4, 2021 @ 8:56 AM

    કવિશ્રી ‘આશિત’ હૈદરાબાદી ની સ રસ ગઝલ
    યાદ આવે
    કોણ હશે સ્વરગે દલપત્ત ,
    ને કોણ હશે નરકે જન જાવા

  2. લલિત ત્રિવેદી said,

    October 6, 2021 @ 5:00 AM

    સરસ ગઝલ
    વરસો થી અમારા મિત્ર રહેલ શ્રી અશિત ભાઈને વંદન… ખૂબ ખૂબ જ પ્રેમાળ.. પરગજુ… સચ્ચા ગઝલકાર

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment