હું ભણું છું એમનો ચહેરો, અને એ-
ક્લાસમાં ભૂગોળનું પુસ્તક ભણે છે.
શીતલ જોશી

રહી બેઈમાની – રાહુલ બી. શ્રીમાળી

રગેરગમાં જેના રહી બેઈમાની,
એ કહેતા ફરે છે અમે ખાનદાની.

કરે કોણ પ્રશ્નો સભાગૃહ વચ્ચે?
ડરાવીને રાખે છે શિષ્યોને જ્ઞાની.

બીજાના ભલામાં ભલું ખુદનું માને,
એ લોકોની દુનિયા કરે છેડખાની.

વધુ આથી શું હોય ખાનાખરાબી?
અગર જિંદગી હોય તારા વિનાની.

બધા સ્પષ્ટ ભાવો ચહેરા ઉપર છે,
પછી સાંભળીને કરું શું જુબાની?

શરૂઆત મિલકતના ઝઘડાની થઈ ગઈ,
હજી રાખ ટાઢી નથી થઈ ચિતાની.

– રાહુલ બી. શ્રીમાળી

શીઘ્રાતિશીઘ્ર પ્રત્યાયિત થઈ જતી હોવા છતાં સાચા અર્થમાં મનનીય ગઝલ… દરેક શેર વાંચી લીધા પછી થોડું થોભીને ફરી મમળાવવા જેવા છે… જુઓ, વધુ મજા આવે છે કે નહીં!

14 Comments »

  1. Susham pol said,

    September 24, 2021 @ 8:57 AM

    ખૂબ સરસ ગઝલ

  2. pragnajuvyas said,

    September 24, 2021 @ 9:03 AM

    સરસ ગઝલ
    શરૂઆત મિલકતના ઝઘડાની થઈ ગઈ,
    હજી રાખ ટાઢી નથી થઈ ચિતાની.
    ઘણી જગ્યાએ અનુભવાતી સંવેદનશીલ વાત

  3. Parbatkumar said,

    September 24, 2021 @ 9:04 AM

    વાહ

    બધા જ શેર સરસ

    ખૂબ શુભેચ્છાઓ

  4. Jay kantwala said,

    September 24, 2021 @ 9:43 AM

    વાહ સરસ ગઝલ

  5. કમલ પાલનપુરી said,

    September 24, 2021 @ 10:10 AM

    વાહ…
    ખૂબસરસ ગઝલ

  6. Chetan Shukla said,

    September 24, 2021 @ 11:17 AM

    યુવા કવિને સુકામના….બુધસભાનો કવિ…વાહ્

  7. gaurang thaker said,

    September 24, 2021 @ 11:57 AM

    વાહ વાહ વાહ.. ખૂબ જ સરસ ગઝલ છે. અભિનંદન

  8. DILIPKUMAR CHAVDA said,

    September 24, 2021 @ 12:49 PM

    શરૂઆત મિલકતના ઝઘડાની થઈ ગઈ,
    હજી રાખ ટાઢી નથી થઈ ચિતાની.

    બધા જ શેર જોરદાર પણ આ શેર જરા વધુ સ્પર્શી ગયો..
    વાહ કવિ વાહ

  9. Devam sheth said,

    September 24, 2021 @ 2:31 PM

    વાહ રાહુલ ભાઈ ખૂબ સરસ, દરેક શેરમાં કંઈક સમજવા જેવું હતું

  10. Devam sheth said,

    September 24, 2021 @ 2:32 PM

    દરેક શેર માં કંઈક સંદેશો હતો . ખૂબ સરસ રાહુલ ભાઈ

  11. Harihar Shukla said,

    September 24, 2021 @ 10:48 PM

    ડરાવીને રાખે છે શિષ્યોને જ્ઞાની
    કેટલો મજબૂત મિસરો!👌

  12. Girish guman said,

    September 24, 2021 @ 11:19 PM

    Wah saras gazal

  13. - સિકંદર મુલતાની said,

    September 25, 2021 @ 1:01 AM

    વાહ

  14. Aasifkhan said,

    September 27, 2021 @ 12:42 AM

    વાહ સુંદર ગઝલ

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment