તને આ જિંદગી જેવો જવાબ આપીને
નજીકથી તેં કરેલો સવાલ શણગારું .
– રમેશ પારેખ

એક્સ-રે તું પાડ….- મુકેશ જોષી

સ્મરણોનો લેપ છતાં દુ:ખે છે હાડ
ક્યાંક લાગે છે અંદર તિરાડ
તો પાડ,
મારી ગમગીનીનો હવે એક્સ-રે તું પાડ

સોળે શણગારે સજાવીને મોકલી,
શુકનમાં આપ્યું’તું દહીં
પાછી ફરી તો સાંજ સાવ રે ઉદાસ
એના અંગ ઉપર આભૂષણ નહીં
આંખમાંથી પંખીઓ ઊડ્યાં
જ્યાં અથડાયાં ધ્રાસકાનાં કમાડ

તો પાડ… મારી ગમગીનીનો હવે એક્સ-રે તું પાડ

ફૂલોની ટોપલીમાં સપનાંઓ લાવનાર
રાતનીયે આંખો ઉદાસ
મારે માટે જ સ્મિત લાવનાર દિવસોને
પોતાને ચાલે અમાસ
ખડખડાટ નામનું ગામ મેં વસાવ્યું ને
આંસુએ પાડી જ્યાં ધાડ

તો પાડ… મારી ગમગીનીનો હવે એક્સ-રે તું પાડ

– મુકેશ જોષી

અંદરની તિરાડો પૂરતી નથી……પહોળી અને ઊંડી થતી જાય છે…..

” જો તાર સે નીકલી હૈ વોહ ધૂન સબને સૂની હૈ…….જો તાર પે ગુઝરી હૈ વોહ કિસ દિલ કો પતા હૈ…? “

7 Comments »

  1. Sandip Pujara said,

    September 1, 2021 @ 12:53 AM

    આહા …. જોરદાર …

  2. Lata Hirani said,

    September 1, 2021 @ 4:27 AM

    વાહ કવિ ! ક્યા ખૂબ કહેી !

  3. Dr Heena Mehta said,

    September 1, 2021 @ 7:16 AM

    ખૂબ સુંદર
    કવિ એમના ઝખ્મો ની યાદ માં ભીંજાવી ગયા

  4. pragnajuvyas said,

    September 1, 2021 @ 9:07 AM

    ખૂબ સ રસ ગીત

  5. Vineschandra Chhotai said,

    September 1, 2021 @ 10:09 AM

    આ એક અલગ ઓળખ જાહેર થઇ
    કવિ આ વિષય ઉપર લઈ જઈ
    વિષય ઉપર ગહન અભ્યાસ બાદ
    રજૂઆત

    આભાર અભિનદન

  6. Preeti Purohit said,

    September 2, 2021 @ 12:56 AM

    ફૂલોની ટોપલીમાં સપનાંઓ લાવનાર
    રાતનીયે આંખો ઉદાસ
    મારે માટે જ સ્મિત લાવનાર દિવસોને
    પોતાને ચાલે અમાસ…..

    વાહ, ગમગીનીનો એક્સ-રે… શુ સુન્દર અભિવ્યક્તિ.

  7. Maheshchandra Naik said,

    September 4, 2021 @ 12:34 AM

    સ રસ ગઝલ,
    કવિશ્રીને અભિનંદન…

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment