ભીતર મને…. – ચિનુ મોદી
કેમ લાગે છે હજી અંતર મને ?
દૂરતા દેખાય છે ભીતર મને.
લાગણીવશ આપ બનતાં જાવ છો
ભીંત ચણતાં જાવ છો, એ ડર મને.
ભીડમાં તૂટી જતા આ શ્વાસ છો
પાલવે તો પણ નહીં આ ધર મને.
મધ્ય દરિયે રેત સાંભરતી મને
કોણ પાછું ઠેલતું તટ પર મને?
હા, હવે કાળી ઉદાસી ઘેરશે
સ્વપ્ન ક્યાં છે, જે કરે પગભર મને ?
– ચિનુ મોદી
pragnajuvyas said,
August 10, 2021 @ 9:14 AM
હા, હવે કાળી ઉદાસી ઘેરશે
સ્વપ્ન ક્યાં છે, જે કરે પગભર મને ?
વાહ
કવિશ્રી ચિનુ મોદીની મસ્ત ગઝલ
Maheshchandra Naik said,
August 10, 2021 @ 3:04 PM
સરસ ગઝલ, કવિશ્રીને સ્મૃતિવંદના…