કિનારા આંબવા દોડી,
આ મારા શ્વાસની હોડી.
બધી મંઝિલ છે ફોગટ, જો
મળે મઝધારને છોડી.
વિવેક મનહર ટેલર

વ૨સ મેઘ! તું વરસ – મનોહર ત્રિવેદી

વરસ મેઘ! તું વરસ, કહું છું, વ૨સી જાને….
આંખ માંડીએ… રિઝવીએ… પણ ધરે નહીં કાં કાને?

રેલા દડતાં જોઈ હોંશથી ગો૨ કહેશેઃ થેંક્યૂ…!
નહીં તો કહેશે ગામ કે: આણે તી૨ હવામાં ફેંક્યું
હશે ભરોસો… ભાખ્યું… ભોંઠપ થાશે ઈ ભોળાને…

વૈશાખે તો સમજ્યા કિન્તુ અષાઢમાં વંટોળ?
અવળે હાથે ક્યાં મૂકી છે વીજળીઓ, તું ખોળ
હમણાં રહો અલોપઃ કહેજે, સૂર્ય-ચન્દ્ર-તારાને….

વ૨સી જા તો ખેત૨-શેઢા દેશે સામો સાદ
ધરતી પર જે વળ્યા, હમેશાં તે જ મેળવે દાદ
શીતળ થાશે કણકણ, તારા નેહ-નીતરતાં ગાને.………
વરસ, મેઘ! તું વરસ, કહું છું, વ૨સી જાને…!

– મનોહર ત્રિવેદી

વરસાદ પડવાનું કામ ગેરવલ્લે મૂકીને બેઠો હોય, વૈશાખના સ્થાને અષાઢમાં પણ ઊના વંટોળ જ ફૂંકાતા હોય, આકાશમાંથી વીજળીના ઝબકાર ગાય્બ થઈ ગયા હોય અને સૂર્ય-ચંદ્ર-તારા વાદળોમાં છૂપાઈ જવાના બદલે પૂર્ણપ્રકાશિત રહેતા હોય ત્યારે માત્ર ચાતક કે ખેડૂતના હૈયા જ સાદ નથી પાડતાં, કવિ પણ આર્તસ્વરે ચિત્કારી ચિત્કારીને કહે છે કે વરસ મેઘ, તું વરસ! પણ મેઘને વરસવા માટે કવિ પાસે જે કારણો છે એ અદભુત છે. ગોરની ભવિષ્યવાણી ખોટી પડે અને ગામ આખું એને હવામાં તીર ફેંક્યું એમ કહીને મશ્કરી ન કરે અને એ ભોળાને ભોંઠપ ન થાય એ કારણોસર કવિ મેઘને વરસવાનું આહ્વાન દે છે. કેવી મજાની વાત!

9 Comments »

  1. કિશોર બારોટ said,

    August 5, 2021 @ 2:07 AM

    સમર્થ ગીતકારનું સુંદર ગીત. વાહ.

  2. Pragna vashi said,

    August 5, 2021 @ 2:22 AM

    સરસ ગીત
    વાહહહ
    અભિનંદન અભિનંદન

  3. Parbatkumar said,

    August 5, 2021 @ 2:28 AM

    વાહ

    વરસ મેઘ તું વરસ…..

  4. Parbatkumar said,

    August 5, 2021 @ 2:29 AM

    વાહ

    વરસ મેઘ તું વરસ…..

  5. pragnajuvyas said,

    August 5, 2021 @ 10:01 AM

    સુંદર ગીત

  6. Lata Hirani said,

    August 5, 2021 @ 1:27 PM

    કેટલું ખળખળ વહેતું ગીત !

    ‘થેંક્યું’ શબ્દ પણ વહેણમાં જ ભળી જાય છે !

    સલામ કવિ મનોહરભાઈને ..

  7. DILIPKUMAR CHAVDA said,

    August 5, 2021 @ 1:31 PM

    મજાનું ગીત નકરી મોજ

  8. Maheshchandra Naik said,

    August 6, 2021 @ 1:11 AM

    સરસ ગીત્…

  9. Chetan Shukla said,

    August 7, 2021 @ 11:53 PM

    મસ્ત અને અલગ જ ભાવનું ગીત…વાહ

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment