આખ્ખા ઘરમાં માર્યો આંટો,
કોણ મળ્યું, કહું ? હા, સન્નાટો.
ફૂલ જરા એ રીતે ચૂંટો,
મ્હેક ઉપર ના પડે લિસોટો.
જિગર જોષી ‘પ્રેમ’

આ ઉદાસી સ્હાંજની – તુષાર શુક્લ

આ ઉદાસી સ્હાંજની આ રેશમી યાદોનાં રણ
ઊંટની આંખોમાં ઝિલમિલ કારવાના રેતકણ

હું ત્વચાનું ગામ, તું બેફામ લીલપ પાંગરે
ને કિનારે સૂર્યના સો સો વહાણો લાંગરે
તું હથેળીમાં સતત ગળતું અનાગતનું કળણ
ઊંટની આંખોમાં ઝિલમિલ કારવાનાં રેતકણ

હું અજાણ્યા શ્હેરમાં, તું ઓગળે ધુમ્મસ બની
હું ગુલાબી શ્વાસ ઓઢી, શોધતો શેરી ગલી
તું મળે મારી જ અંદર, સાદ હું પાડું ય, પણ
ઊંટની આંખોમાં ઝિલમિલ કારવાંના રેતકણ.

હાથમાં અકબંધ છે એ મુગ્ધ ચ્હેરાની ભીનાશ.
આ અડોઅડ પાસ પાસે, આપણા શ્વાસોચ્છ્વાસ
તું સરકતી પળની માફક, હું ચહું પ્રત્યેક ક્ષણ.
ઊંટની આંખોમાં ઝિલમિલ કારવાંના રેતકણ.

– તુષાર શુક્લ

“તું હથેળીમાં સતત ગળતું અનાગતનું કળણ”……અદભૂત !

માશૂકાનો પ્રેમ ક્યારે પરમાત્માના પ્રેમમાં ભળી જાય છે તે નોખું કરી શકાતું નથી. “તું મળે મારી જ અંદર…” – આ અનુભૂતિ પ્રેમની ચરિતાર્થતાની સાક્ષી છે.

4 Comments »

  1. Pravin Shah said,

    July 28, 2021 @ 4:34 AM

    અદભુત ગીત..

  2. praheladbhai prajapati said,

    July 28, 2021 @ 9:06 AM

    NICE APROCH TO NEARESST SAKHI

  3. pragnajuvyas said,

    July 28, 2021 @ 3:07 PM

    સ રસ ગીત
    તું હથેળીમાં સતત ગળતું અનાગતનું કળણ
    ઊંટની આંખોમાં ઝિલમિલ કારવાનાં રેતકણ
    વાહ્
    સ્ત્રી હંમેશા એના વ્હાલા પાસેથી કોઈ નિશાની માંગી લેતી હોય છે એ વાત “હળવે હાથે હથેળી ઉપર જરા તમારું નામ લખી દો”માં સરસ કહી છે. સ્ત્રી ઘણી નાજૂક છે એટલે એ નિશાની હળવે હાથે આપવાની છે. હાથ પર લખેલા એ નામને તે હંમેશા પોતાના હૈયે લગાડતી હોય છે. રખેને આ મેળામાં એ ક્યાંક છૂટી પડી જાય તો લોકો એના હાથ પર લખેલા નામને વાંચીને એને એના પુરૂષને સોંપી દે!

  4. વિવેક said,

    July 29, 2021 @ 2:37 AM

    સુંદર રચના…

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment