હો ગુર્જરીની ઓથ કે ઉર્દૂની ઓ ‘મરીઝ’,
ગઝલો ફક્ત લખાય છે દિલની ઝબાનમાં.
મરીઝ

(હાશ!) – અનિલ ચાવડા

આખરે તૂટી ગયા શંકાના સૌ ઉપવાસ, હાશ!
મારી શ્રદ્ધા ધીમે ધીમે લેતી થઈ ગઈ શ્વાસ, હાશ!

ભીની કેડી ૫૨ જતાં પગલાં થવાનો ભય હતો,
પણ હવે એની ઉ૫૨ ઊગી ગયું છે ઘાસ, હાશ!

સાંજના રંગોને જોવામાં હતા તલ્લીન સૌ,
કોઈ જાણી ના શક્યું કે હું હતો ઉદાસ, હાશ!

જે ક્ષણો જોવી જ ન્હોતી, એ ક્ષણો સામી મળી,
એ જ વખતે વીજળી ગઈ, ના રહ્યો અજવાસ, હાશ!

આંખ વ૨સી તો હૃદયની ભોંય પણ ભીની થઈ,
પોચી માટીમાં હવે પાડી શકાશે ચાસ, હાશ!

– અનિલ ચાવડા

હંમેશ મુજબ અનિલ ચાવડાની એક સંઘેડાઉતાર રચના આજે માણીએ….

11 Comments »

  1. રાજેશ હિંગુ said,

    July 8, 2021 @ 3:25 AM

    વાહ…

  2. RAJESH said,

    July 8, 2021 @ 6:08 AM

    આદ્ભુત !!! પહેલા વરસાદ નિ મહેક ના પર્યાય આપશો.

  3. chetan shukla said,

    July 8, 2021 @ 6:13 AM

    વાહ
    એક હાશ ગઝલને કેવો હાશકારો આપે …

  4. DILIPKUMAR CHAVDA said,

    July 8, 2021 @ 9:39 AM

    વાહ વાહ વાહ ને બસ વાહ
    કેવી મજાની ગઝલ
    બધા શેર પાણીદાર થયા છે
    અભિનંદન કવિશ્રી ને

  5. pragnajuvyas said,

    July 8, 2021 @ 10:54 AM

    કવિશ્રી અનિલ ચાવડાની સુંદર ગઝલ
    આંખ વ૨સી તો હૃદયની ભોંય પણ ભીની થઈ,
    પોચી માટીમાં હવે પાડી શકાશે ચાસ, હાશ!
    મસ્ત મક્તા
    તેમને માટે યાદ આવે ઘાયલનો શેર
    એક હાશ તો થઇ,”ઘાયલ”.કે,મર્યા પછી પણ શબ્દો માં જીવતો રહીશ.
    કોઈ શેર,કોઈ શાયરી તો કે ગઝલમા જીવતો રહીશ

  6. saryu parikh said,

    July 8, 2021 @ 10:58 AM

    “આંખ વ૨સી તો હૃદયની ભોંય પણ ભીની થઈ,”
    વાહ! સરસ.
    સરયૂ પરીખ

  7. નટવર મહેતા said,

    July 8, 2021 @ 2:26 PM

    હાશ…

  8. Shah Raxa said,

    July 9, 2021 @ 5:49 AM

    વાહ…હાશ….

  9. Nilesh Rana said,

    July 10, 2021 @ 8:16 PM

    સુન્દર ગઝલ

  10. Indu Shah said,

    July 11, 2021 @ 1:34 PM

    વાહ હા…સ સુંદર ગઝલ…

  11. Anil Chavda said,

    July 23, 2021 @ 3:55 AM

    લયસ્તરોએ મારી કવિતાનો લય હરહંમેશ લોકો સુધી પહોંચતો કર્યો છે.
    આ ક્ષણે ફરીથી તેમનો આભાર માની લઉં.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment