બાકી ન આવવાનું હવે કોઈ પણ અહીં,
બોલે છે કેમ તો ય હજી કાગડાને પૂછ
મનોજ ખંડેરિયા

(ભૂલી જવાયાં છે) – કિરણસિંહ ચૌહાણ

ભલેને કોઈના આધાર પર એ ટેકવાયા છે,
એ હમણાં ચાલશે, બહુ ચાલશે, બહુ મોટી માયા છે.

અમુક લોકો હતા પહેલાં ગરીબ પણ જિંદગી આખી,
ગરીબીના જ ગરબા ગાઈને અઢળક કમાયા છે.

હું ખાલી એટલું પૂછું કે શું એને ખબર પણ છે?
કે જેને આપણી તકરારમાં વચ્ચે લવાયા છે.

અધિકારીએ પૂછ્યું ‘માવઠાથી કોઈને નુકસાન કંઈ પહોંચ્યું?’
કોઈ બોલ્યું કે ‘સાહેબ! આંખમાં પાણી ભરાયા છે.’

તમારું નામ છે યાદીમાં તેથી ચૂપ છો બાકી,
સિફતપૂર્વક અમુક નામો અહીં ભૂલી જવાયાં છે.

– કિરણસિંહ ચૌહાણ

કવિતા સમાજનો સાચો અરીસો છે… સામાન્યરીતે કવિતાને આપણે સ્ત્રીસૌંદર્ય, પ્રણય, પ્રકૃતિ અને ઈશ્વરમાં જ રચીપચી જોતાં હોઈએ છીએ પણ લાખ સૌંદર્યઘેલી કેમ ન હોય, કવિતા ભાગ્યે જ વિશ્વના સાંપ્રત વહેણોથી અછૂતી રહી શકે છે. ગઝલના દકિયાનૂસી વિષયોથી આગળ વધીને આ ગઝલ જુઓ, કેવી સ-રસ રીતે આજના સમાજને અને આપણા આજના માનસને ઝીલી શકી છે!

મોટી માયા વિશેષણ એ આજના જગતનો તકાજો છે. આવા લોકો આપબળ ન હોય તો ‘કોઈક’ બાપબળે પણ ચલણમાં રહે છે. બીજું, માણસ આજે સાચા અર્થમાં ગરીબ બન્યો છે. પુરુષાર્થબળે, ભાગ્યબળે કે કોઈપણ પ્રકારે મનુષ્ય નબળી પરિસ્થિતિમાંથી ઉપર આવે ત્યાર બાદ પહેલાંના જમાનાની જેમ બીજા નબળી સ્થિતિના લોકોને મદદરૂપ થવાના બદલે પોતાની નબળી સ્થિતિને જ આજીવન લખલૂંટ કમાવાનું સાધન બનાવી રાખે છે. મૂલ્યોનું આવું ધોવાણ આ પહેલાં કદી નહોતું. બાકીના શેર પણ આવા જ પ્રાણવંતા છે પણ આખરી શેર વધુ ધ્યાનાર્હ થયો છે. પોતાને જોઈતો ફાયદો મળી જતો હોય કે મળવાની આશા હોય તો લાયક ઉમેદવારોની સિફતપૂર્વક કરાયેલી બાદબાકી સામે આપણે આંખ આડા કાન કરીને જ ચાલીએ છીએ.

15 Comments »

  1. Kajal kanjiya said,

    June 17, 2021 @ 1:57 AM

    ખૂબ સરસ ગઝલ….અભિનંદન 💐

  2. DILIPKUMAR CHAVDA said,

    June 17, 2021 @ 2:23 AM

    વાહ બોલચાલની ભાષામાં જોરદાર ગઝલ
    સમાજનો આયનો દર્શાવતી ગઝલ

  3. DILIPKUMAR CHAVDA said,

    June 17, 2021 @ 2:24 AM

    વાહ બોલચાલની ભાષામાં જોરદાર ગઝલ
    સમાજનો આયનો દર્શાવતી ગઝલ
    ખૂબ ખૂબ અભિનંદન કિરણસિંહ સરને
    આભાર વિવેક સર

  4. રાજુ પ્રજાપતિ said,

    June 17, 2021 @ 3:15 AM

    સરળ, સુંદર ,, એકદમ કસદાર ગઝલ ..

  5. snehal vaidya said,

    June 17, 2021 @ 3:54 AM

    સરસ…સાંપ્રત..સચોટ કવિતા માટે કવિને અને આ કવિતા લાવીને અહીં વહેંચવા માટે ટીમ લયસ્તરોને અભિનંદન.

  6. Shah Raxa said,

    June 17, 2021 @ 4:12 AM

    વાહ..સરળ ને સાંપ્રત ગઝલ…

  7. jagdip nanavati said,

    June 17, 2021 @ 7:27 AM

    સરસ….સ રસ……

  8. Anjana bhavsar said,

    June 17, 2021 @ 8:55 AM

    સરસ ગઝલ..અભિનંદન કિરણભાઈ

  9. Jayesh Dharia said,

    June 17, 2021 @ 10:18 AM

    વાહ ખૂબ સરસ… આખી ગઝલ
    હું ખાલી એટલું પૂછું કે શું એને ખબર પણ છે?
    કે જેને આપણી તકરારમાં વચ્ચે લવાયા છે.

    વાહ વાહ…

  10. praheladbhai prajapati said,

    June 17, 2021 @ 11:14 AM

    અધિકારીએ પૂછ્યું ‘માવઠાથી કોઈને નુકસાન કંઈ પહોંચ્યું?’
    કોઈ બોલ્યું કે ‘સાહેબ! આંખમાં પાણી ભરાયા છે.’ ,,,,,,,,superb

  11. મયૂર કોલડિયા said,

    June 17, 2021 @ 11:15 AM

    ક્યા બાત કવિ…

  12. pragnajuvyas said,

    June 17, 2021 @ 12:06 PM

    કવિશ્રી કિરણસિંહ ચૌહાણની સુંદર ગઝલ
    ડૉ વિવેક દ્વારા સ રસ આસ્વાદ
    તમારું નામ છે યાદીમાં તેથી ચૂપ છો બાકી,
    સિફતપૂર્વક અમુક નામો અહીં ભૂલી જવાયાં છે.
    વાહ સાંપ્રત સમયે અનુભવાતી વાત

  13. Aasifkhan said,

    June 17, 2021 @ 1:34 PM

    વાહ ક્યાબાત સરસ ગઝલ ને એટલો જ સરસ આસ્વાદ

  14. Himanshu Trivedi said,

    June 17, 2021 @ 3:02 PM

    a big thank you to Shri Kiransinh Chauhan, very simple yet with deep contours and meanings easily perceptible and very hard-hitting. Very good poetic expressions and the comments below the poem, made a wonderful reading. THANK YOU LAYSTARO.

  15. Maheshchandra Naik said,

    June 20, 2021 @ 11:01 PM

    તમારું નામ છે યાદીમાં તેથી ચૂપ છો બાકી,
    સિફતપૂર્વક અમુક નામો અહીં ભૂલી જવાયા છે.
    હાલના સમાજજીવનની વાત સુપેરે ગઝલમા લઈ આવ્યા છે,
    કવિશ્રીને અભિનંદન…

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment