ભીંજાવામાં નડતર જેવું લાગે છે :
શરીર સુદ્ધાં, બખ્તર જેવું લાગે છે.

મને કાનમાં કહ્યું પુરાણી છત્રીએ,
”ઊઘડી જઈએ : અવસર જેવું લાગે છે…”
ઉદયન ઠક્કર

ટીવી-ચર્ચા – પ્રબોધ ૨. જોષી

અમારો શ્વાન બહુ સમજુ છે.
આસપાસના બધા શ્વાન
ભસવા લાગી જાય
ત્યારે એ ચૂપ રહે છે.
અને સમજવાની કોશિશ કરે છે.
પછી કદાચ
સમજી જતો હશે કે
સૌને ભસવાનાં પોતપોતાનાં કારણો હશે
પણ
ટી.વી પર ચર્ચા ચાલે છે
ત્યારે
તો એ ટૂંટિયું વાળીને સૂઈ જ જાય છે.
અને
આસપાસમાં
શ્વાન ભસે.
તો એ પણ એને સંભળાતું નથી !

– પ્રબોધ ૨. જોષી
(૬-૯-૨૦૧૧)

સાહિત્યના નામે આજકાલ સોશ્યલ મિડીયા પર થોકબંધ કચરો પળેપળ ઠલવાઈ રહ્યો છે. જેમનામાં કોઈ સત્ત્વ જ નથી એવા સૂંઠના ગાંગડે ગાંધી બનવા તલસટા લોકો પારાવાર ઘોંઘાટ મચાવી રહ્યા છે. દસ વર્ષ પહેલાં લખાયેલી આ કવિતા કદાચ આવા લોકો માટે જ હશે. જો કે હકીકત એ પણ છે કે આવા લોકોને કવિએ અહીં જે કટાક્ષ કર્યો છે એ પણ સમજાય તો સમજાય…

5 Comments »

  1. praheladbhai prajapati said,

    June 15, 2021 @ 8:08 AM

    excelent kataaksh

  2. praheladbhai prajapati said,

    June 15, 2021 @ 8:09 AM

    excelent , superb , kataaksh

  3. pragnajuvyas said,

    June 15, 2021 @ 9:45 AM

    રમુજી અછાંદસ
    શક્તિશાળી અથવા લોકપ્રિય લોકોની રમૂજ કરવાને બદલે આપણે સામાન્ય રીતે બુદ્ધિહીન મનાતા પ્રાણીઓ, વ્યક્તિઓ કે જ્ઞાતિમાં ઉતરતા મનાતા સમુદાયો, સાહિત્યકાર કે કવિઓ પર આધારિત રમૂજ સહન કરી શકીએ છીએ.
    ટૂંકમાં જેમનાથી હુમલાનો ડર ન હોય તેના પરજ હસી શકીએ છીએ.

  4. હરીશ દાસાણી said,

    June 16, 2021 @ 2:41 AM

    ટીવી પર રાજકીય નેતાઓ અને કહેવાતા નિષ્ણાત લોકો ચર્ચાના નામે જે શોરબકોર કરતા હોય છે તેને આ કવિતા અર્પણ.

  5. Maheshchandra Naik said,

    June 20, 2021 @ 11:31 PM

    સરસ કટાક્ષભરી રચના વાત વાતમાં લાત……
    કવિશ્રીને અભિનંદન….

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment