દર્દ હો કે ખુશી જીવનની હો,
બેયમાં આંખમાં તરે ઝાકળ.
વિવેક મનહર ટેલર

(નાવ હંકારી) – વ્રજેશ મિસ્ત્રી

ઉચાટોનો હતો દરિયો, ઉપરથી રાત અંધારી,
ફકત બે શ્વાસના જર્જર હલેસે નાવ હંકારી!

બરાબર રંગથી ને રૂપથી એનાં પરિચિત છું,
કહો તો હું તરસનું શિલ્પ આપું હાલ કંડારી!

અચાનક લાખ ઇચ્છાઓ ફૂટી આ નીકળી ક્યાંથી?
ન વાવ્યું બીજ કોઈએ, ન સીંચી કોઈએ કયારી.

રહ્યું સુખ વેગળું એ રીતથી લાગ્યા કર્યું એવું,
સતત વૈરાગથી છેટું રહયું હો કોઈ સંસારી!

હવે નાસી જવું તો ક્યાં જવું બોલો કઈ બાજુ?
સ્મરણ તો હાથ ધોઈને હવે પાછળ પડ્યા મારી!

– વ્રજેશ મિસ્ત્રી

પાંચ શેર… પાંચેય સંતર્પક…

8 Comments »

  1. Chandrakant Odhaviya said,

    June 18, 2021 @ 5:30 AM

    પ્રિય મિત્ર
    વ્રજેશભાઈ…. ખૂબ જ સરસ રચના છે. તમારાં લેખન ની કળા ઉત્કૃષ્ટ છે…

  2. Pravin Shah said,

    June 18, 2021 @ 5:38 AM

    ખૂબ સરસ !
    વાહ્ વાહ અને વાહ !

  3. Dr.P.M.Prajapati said,

    June 18, 2021 @ 7:14 AM

    વાહ ! વ્રજેશ ભાઈ…… અતિ સુંદર રચના, ખૂબ ખૂબ અભિનંદન
    ઉચાટોનો હતો દરિયો,ઉપરથી અંધરી રાત……

  4. Pravin Shah said,

    June 18, 2021 @ 8:44 AM

    સરસ..

  5. pragnajuvyas said,

    June 18, 2021 @ 8:58 AM

    સુંદર ગઝલ
    રહ્યું સુખ વેગળું એ રીતથી લાગ્યા કર્યું એવું,
    સતત વૈરાગથી છેટું રહયું હો કોઈ સંસારી!
    વાહ્

  6. રાજુ પ્રજાપતિ said,

    June 18, 2021 @ 9:08 AM

    વાહ .. સુંદર રચના .. તરસનું શિલ્પ .. ક્યા બાત ..
    અભિનંદન .. કવિશ્રી ..

  7. હરીશ દાસાણી said,

    June 19, 2021 @ 2:17 AM

    દરેક શેરમાં અભિવ્યક્તિની તાજગી.સુંદર.

  8. Maheshchandra Naik said,

    June 20, 2021 @ 10:45 PM

    હવે નાસી જવું તો ક્યાં જવું બોલો કઈ બાજુ ?
    સ્મરણ તો હાથ ધોઈન હવે પાછળ પડ્યા મારી,
    સરસ ગઝલ બધા જ શેર જાજરમાન્…….
    કવિશ્રીને અભિનંદન…

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment