આપણે રૂપિયા તો ખર્ચી નાખીએ,
આપણું હોવું જ ખર્ચાતું નથી !
નિનાદ અધ્યારુ

(ખરી નમાજ થશે) – સુનીલ શાહ

કોઈને તારે લીધે હાશ થશે,
એ જ તારી ખરી નમાજ થશે.

લાગણી તારી માત્ર ભાવ થશે,
હૂંફ આપે પછી એ શાલ થશે.

રક્તરંજિત કરીને છોડશે એ,
જીભ તારી અગર કટાર થશે.

ના ઉઠાવી શક્યા અવાજ કદી,
એટલે આપણી જ હાર થશે.

તું જગતના પ્રવાહથી છે અલગ,
એટલે કૈંક તો સવાલ થશે.

લાલચે ઘેરી લીધો છે એને,
જાળ નાંખ્યા વગર શિકાર થશે.

એવું નહિ કે બધે જ ઝૂકી જઉં,
ક્યાંક મારીય આંખ લાલ થશે.

– સુનીલ શાહ

ગઝલમાં ‘અ’કારાન્ત કાફિયા આમ તો ગુજરાતી સિવાયની ભાષામાં સ્વીકાર્ય જ નથી. ગુજરાતી ભાષામાં પણ સુરત સિવાયના પ્રદેશોમાં એની સામે અવારનવાર વિરોધ નોંધાતો જોવા મળે છે. પણ જો અકારાંત કાફિયા વાપરીને કવિ આવી સાદ્યંત સુંદર રચના આપી શકતા હોય તો મારા મતે એ સર્વથા સ્વીકાર્ય છે…

એકદમ સરળ ભાષામાં કવિ અદભુત અર્થગહન શેરો નિપજાવી શક્યા છે. આખેઆખી રચના જ સંઘેડાઉતાર થઈ છે. કયો શેર વધુ ગમાડવો ને કયો ઓછો એ નક્કી કરવા બેસીએ તો જાત સાથે જ ઝઘડો થઈ જાય કદાચ… વાહ કવિ!

11 Comments »

  1. ગૌરાંગ ઠાકર said,

    June 25, 2021 @ 2:46 AM

    વાહ વાહ. આખી ગઝલ ખૂબ જ સરસ છે.

  2. Turab Mandapwala said,

    June 25, 2021 @ 3:07 AM

    વાહ વાહ, ગજબની રજૂઆત,
    ખુબ ખુબ અભિનંદન

  3. રાજુ પ્રજાપતિ said,

    June 25, 2021 @ 3:11 AM

    આખી ગઝલ સુંદર .. મતલા વિશેષ ગમ્યો ..

  4. Prem Sumesara said,

    June 25, 2021 @ 4:04 AM

    સુનીલભાઈની ગઝલ કદી ઉપર છલ્લી ના હોય…
    એમની ગઝલનાં ઊંડાણ પામવું હોય તો વાચક અને ભાવકે પણ ડૂબકી મારવી પડે..

  5. Charulata Anajwala said,

    June 25, 2021 @ 4:34 AM

    સાચું જ કહ્યું, “આખેઆખી રચના જ સંઘેડાઉતાર” 👌👌👌

  6. Pravin Shah said,

    June 25, 2021 @ 5:33 AM

    વાહ, વાહ ! ખૂબ સરસ !

  7. સુનીલ શાહ said,

    June 25, 2021 @ 12:32 PM

    કવિ શ્રી વિવેકભાઈનો તથા
    પ્રોત્સાહક પ્રતિભાવ આપનાર તમામનો દિલથી આભારી છું.

  8. pragnajuvyas said,

    June 25, 2021 @ 1:30 PM

    ખૂબ જ સરસ ગઝલ
    એવું નહિ કે બધે જ ઝૂકી જઉં,
    ક્યાંક મારીય આંખ લાલ થશે.
    વાહ્

  9. Rameshchandrs T.Shah said,

    June 25, 2021 @ 9:58 PM

    ગઝલ ની જાણકારી એટલી બધી નથી છતાં ગમી.

  10. હરીશ દાસાણી said,

    June 26, 2021 @ 1:00 AM

    દરેક શેર પર દાદ દેવી જ પડે એવી મસ્ત ગઝલ

  11. Maheshchandra Naik said,

    June 26, 2021 @ 7:52 PM

    વાહ, વાહ,વાહ….
    બધા જ શેર જાજરમાન, ગઝલ કાબિલે દાદ….
    એવું નહિ કે બધે જ ઝૂકી જઉં
    ક્યાંક મારીય આંખ લાલ થશે.
    હુબ ગમતો શેર….કવિશ્રી સુનીલભાઈ ને અભિનદન….

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment