મુજ પર સિતમ કરી ગયા મારી ગઝલના શેર,
વાંચીને એ રહે છે બીજાના ખયાલમાં.
મરીઝ

(કોઈને) – અમિત વ્યાસ

કોઈ ક્યાં ભૂલી શક્યું છે કોઈને?
રોજ વસ્ત્રો પહેરવાનાં ધોઈને.

જાત ઓગળતી રહે એ ક્ષણ સુધી;
આપણે જોયા કરીએ કોઈને!

એક માણસ પાણી-પાણી થઈ ગયો,
આભ ગોરંભાતું માથે જોઈને.

આપણી વચ્ચે પડેલી ખાઈને,
પૂરવા કોશિશ ન કર તું રોઈને.

આપણે સહુ એ રમતમાં ગુમ છીએ,
એક વસ્તુ શોધવાની, ખોઈને.

– અમિત વ્યાસ

મજાની રચના… છેલ્લા બે શેર તો અદભુત.

7 Comments »

  1. pragnajuvyas said,

    July 1, 2021 @ 9:06 AM

    કવિશ્રી અમિત વ્યાસની મજાની ગઝલ
    આપણે સહુ એ રમતમાં ગુમ છીએ,
    એક વસ્તુ શોધવાની, ખોઈને.
    સ રસ મક્તા
    વાહ

  2. હર્ષદ દવે said,

    July 1, 2021 @ 4:51 PM

    Good
    Congratulations

  3. હરીશ દાસાણી said,

    July 2, 2021 @ 12:00 AM

    સુંદર ગઝલ

  4. Anjana bhavsar said,

    July 2, 2021 @ 1:45 AM

    સરસ ગઝલ..કવિને અભિનંદન

  5. Maheshchandra Naik said,

    July 3, 2021 @ 12:58 AM

    સરસ,સરસ…

  6. Chetna trivedi said,

    July 3, 2021 @ 3:51 AM

    Vahhh vyas ji
    આપણી વચ્ચે પડેલી ખાઈ ને…………
    આ પંક્તિ માં કોશિશ ને ખૂબ સરસ રીતે રજૂ કરી

  7. લલિત ત્રિવેદી said,

    July 5, 2021 @ 7:50 AM

    વાહ વાહ… ક્યા બાત… સરસ ગઝલ… રાજીપો

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment